• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એકતરફ પિતાની ઈચ્છા અને બીજીતરફ પ્રેમ… આત્મહત્યા કરનારા ન્યાયાધીશ અમન શર્માની દર્દનાક કહાની | Alwar…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એકતરફ પિતાની ઈચ્છા અને બીજીતરફ પ્રેમ… આત્મહત્યા કરનારા ન્યાયાધીશ અમન શર્માની દર્દનાક કહાની | Alwar…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Alwar Judge Aman Sharma Suicide Case : રાજસ્થાનના અલવર શહેરમાં 30 વર્ષિય ન્યાયાધીશ અમન શર્માની મોતની ઘટનાએ સૌકોઈને હચમચાવી નાખ્યા છે. તેમણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. એક આશાસ્પદ પુત્ર, સફળ જજ અને જવાબદાર પિતાએ આત્મહત્યા કેમ કરવી પડી, તે સવાલ તમામ લોકોના મનમાં થઈ રહ્યો છે. અગાઉ એક પુત્રનું અકસ્માતમાં મોત થતા પરિવારજનો પહેલેથી જ આઘાતમાં છે, ત્યારે હવે બીજા પુત્રનું મોત થતાં પરિવારજનો સંપૂર્ણ ભાંગી પડ્યા છે.

પિતાએ પુત્ર માટે સુંદર ભવિષ્યનું સપનું જોયું હતું

અમન શર્મા અલવરના પ્રતિષ્ઠિત એડવોકેટ પ્રેમ પ્રકાશ શર્માના મોટા પુત્ર હતા. તેઓ પરિવારના લાડલા, શાંત સ્વભાવના અને તેજસ્વી હતા. અમને પોતાની મહેનતથી ન્યાયિક સેવામાં સ્થાન મેળવ્યું હતું. વર્ષ 2021માં તેમની પસંદગી જજ તરીકે થઈ હતી અને પુત્રની આ સિદ્ધિ પર પરિવારને ગર્વ હતો. પિતા પ્રેમ પ્રકાશે હંમેશા તેમના પુત્ર માટે એક સુંદર ભવિષ્યનું સપનું જોયું હતું.

એકતરફ પિતાની ઈચ્છા અને બીજીતરફ પ્રેમ

પિતાની ઈચ્છા હતી કે, અમનના લગ્ન તેમના મિત્રની દીકરી સાથે થાય. આ એક એવો સંબંધ હતો જે તેમણે પોતાના મનમાં વસાવ્યો હતો. પરંતુ જિંદગીએ અમન માટે કંઈક બીજું જ નક્કી કરી રાખ્યું હતું. ન્યાયિક સેવાની તૈયારી દરમિયાન અમનને તેની બેચમેટ સાથે પ્રેમ થયો હતો. જ્યારે તેમણે પિતાને પ્રેમની વાત કહી, ત્યારે પિતાએ ઈચ્છા કરતા પુત્રની ખુશીને મહત્વ આપ્યું. ત્યારપછી પરિવારની સંમતિથી બંનેના લગ્ન થયા હતા.

પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં IAS સાળીની ભૂમિકા

ત્યારપછી અમનના જીવનમાં એવો ખરાબ સમય શરૂ થયો કે, અંગત જીવનમાં તિરાડો પડવા લાગી અને પતિ-પત્ની વચ્ચે વિવાદ વધવા લાગ્યો હતો. પરિવારનો આરોપ છે કે, વિવાદોમાં અમનની સાળીની પણ ભૂમિકા હતી, જે જમ્મુમાં આઈએએસ અધિકારી છે. લગ્ન પછી અમન અવારનવાર ઘરે આવતા-જતા રહેતા હતા. પરિવારે કહ્યું કે, અમને ક્યારેય મુશ્કેલીઓ કહી નથી. તે સ્વભાવ એવો હતો કે દરેક વાત પોતાના મનમાં રાખતો હતો. બહારથી હંમેશા હસતો દેખાતો અમન અંદરથી પીડા સહન કરી રહ્યો હતો.

આ પણ વાંચો : બાલ્કનીની ગ્રીલ બની ગઈ મોતની જેલ ! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગની ડીઝાઈને લીધા 9 જીવ

‘પપ્પા, આ મારો છેલ્લો કોલ છે, હવે મારાથી જીવન જીવાતું નથી’

ઘટનાના બે દિવસ પહેલા અમને પિતાને ફોન કર્યો હતો. અમને એવું કહ્યું કે, પરિવાર ભારે ચિંતામાં મુકાઈ ગયો હતો. અમને કહ્યું હતું કે ‘પપ્પા, આ મારો છેલ્લો કોલ છે, હવે મારાથી જીવન જીવાતું નથી’. આ સાંભળતા જ પ્રેમ પ્રકાશ શર્મા તાત્કાલીક દિલ્હી જવા રવાના થયા હતા. તેમને આશા હતી કે, તેઓ પુત્રને સંભાળી લેશે અને તેની તકલીફ દૂર કરશે.

અમન સામે જ પિતાનું અપમાન

પરિવારજનોના જણાવ્યા અનુસાર, જ્યારે અમનના પિતા દિલ્હી ગયા ત્યારે, ઘરનું વાતાવરણ તણાવવાળું હતું. અમનની હાજરીમાં જ પિતાનું અપમાન કરવામાં આવ્યું હતું. ત્યારે પુત્ર માટે પિતાનું અપમાન જોવું અસહ્ય હતું. આ જોતા અમન અંદરથી તૂટી ગયો હતો. પરિવારનું કહેવું છે કે, અમન પિતાનું અપમાન સહન કરી શક્યો નહીં.

પિતાની હાજરીમાં જ પતિ-પત્નીનો ઝઘડો

ત્યારપછી બીજી મેની બપોરે દિલ્હી સ્થિત નિવાસસ્થાને અમને ખુરશી કાઢી અને રૂમમાં રાખેલી શાલથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, પિતા રૂમની બહાર હતા અને અંદરથી ચીસોના અવાજો આવી રહ્યા હતા. અમનની પત્ની સતત તેમની સાથે ઝઘડો કરી રહી હતી. પિતાની સામે જ પુત્રનું આ રીતે દુનિયા છોડી જવું તેમના જીવનનો સૌથી મોટો આઘાત બની ગયો.

અગ્નિ સંસ્કારમાં સાસરી પક્ષ તરફથી કોઈ ન આવ્યું

રવિવારે સવારે અમનનો પાર્થિવ દેહ અલવર પહોંચ્યો હતો. સંપૂર્ણ રાજકીય સન્માન અને વિશાળ જનમેદનીની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પિતા પ્રેમ પ્રકાશ શર્માએ ભીની આંખે પુત્રને મુખાગ્નિ આપી હતી. ચોંકાવનારી વાત એ છે કે, અંતિમ સંસ્કારમાં સાસરી પક્ષનો કોઈપણ સભ્ય હાજર ન હતું. અમનના પરિવારજનોએ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ માત્ર આત્મહત્યા નથી, પરંતુ ગંભીર મામલો છે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો : કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવ્યો

Next Post
ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મુદ્દેધારાસભ્યના નિવેદનથી વિવાદ

ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મુદ્દેધારાસભ્યના નિવેદનથી વિવાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In