![]()
અમદાવાદ,સોમવાર,5 મે,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગર
વોર્ડમાંથી કોંગ્રેસના જીતેલા જાહેર કરવામા આવેલા મહિલા કોર્પોરેટરે ખોટુ લિવિંગ
સર્ટિફિકેટ રજૂ કર્યાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ કરવામા આવી
હતી.ફરિયાદના આધારે તપાસ કરાતા લિવિંગ સર્ટિફિકેટ ખોટુ હોવાનુ જણાતા જિલ્લા
શિક્ષણાધિકારી રોહીત ચૌધરીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા શાળાને આદેશ
કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, કલ્પનાબેન કોડેકરને કુબેરનગર વોર્ડના કોંગ્રેસના વિજેતા
જાહેર કરવામા આવેલા ઉમેદવાર છે.તેમણે કૃષ્ણનગર શાળામા અભ્યાસ કર્યો હોવાનુ લિવિંગ
સર્ટિફિકેટ રજૂ કર્યુ હતુ.ફરિયાદી ચિરાગ શાહ તરફથી કરવામા આવેલી ફરિયાદ પછી તપાસ
હાથ ધરવામા આવી હતી.જી.આર.૧૨૪૮ અને
એલ.સી.નંબર-૩૧૯૪થી રજૂ કરાયેલ લિવિંગ સર્ટિફિકેટ જી.આર.તપાસવામા આવતા ખોટુ હોવાનુ
સામે આવ્યુ છે.જે લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરવામા આવ્યુ છે તેના જી.આર.નંબર ઉપર શાળામા અન્ય કોઈ
વિદ્યાર્થીનુ નામ છે.કોઈએ ડુપ્લીકેટ લિવિંગ સર્ટિફિકેટ બનાવી ખોટી સહી કરી હોવાની
આશંકાના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યને પોલીસ ફરિયાદ કરવાનો આદેશ
કર્યો છે.















