• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખેડા અને આણંદ જિલ્લાના કુલ 140 ફિલ્ડ ટ્રેનર્સ માટે તાલીમનું આયોજન | Training organized for a total o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…

ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…

ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

Load More

– ભારત સરકાર દ્વારા આયોજિત ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ની પૂર્વતૈયારીઓ 

– પ્રથમવાર સમગ્ર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી થવાની હોવાથી ટેક્નોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકાયો :  આ પ્રક્રિયામાં રિયલ ટાઈમ મોનિટરિંગની વ્યવસ્થા સાથે નાગરિકો માટે ઓનલાઈન પોર્ટલનો પણ વિકલ્પ 

નડિયાદ, આણંદ : ભારત સરકાર દ્વારા આયોજિત આગામી ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ની પૂર્વતૈયારીઓ ચરોતર આણંદ અને ખેડા બંને જિલ્લાઓમાં પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ખેડા અને આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વસ્તી ગણતરીની કામગીરીના સુચારૂ અમલીકરણ માટે ફિલ્ડ ટ્રેનર્સની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પ્રથમવાર સમગ્ર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી થવાની હોવાથી ટેક્નોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

ખેડા જિલ્લામાં વસ્તી ગણતરી ૨૦૨૭ની કામગીરીના સુચારૂ અમલીકરણ માટે જિલ્લા પંચાયત ખાતે ફિલ્ડ ટ્રેનર્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કલેક્ટર અને પ્રમુખ જિલ્લા વસ્તી ગણતરી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકાઓ અને નગરપાલિકા વિસ્તારના ૭૦ ફિલ્ડ ટ્રેનર્સ જોડાયા હતા. 

વસ્તી ગણતરીની આ સમગ્ર કામગીરીને બે મુખ્ય તબક્કામાં વહેંચવામાં આવી છે, જે અંતર્ગત આગામી ૨૦ એપ્રિલથી ૧૯ મે દરમિયાન પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ ગાળા દરમિયાન મુખ્યત્વે ઘરયાદી તૈયાર કરવાની અને મકાનોની ગણતરી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારબાદ ફેબુ્રઆરી ૨૦૨૭થી બીજા તબક્કામાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થશે. 

ખેડા જિલ્લામાં આ મહત્વપૂર્ણ કાર્યને પહોંચી વળવા માટે કુલ ૩૭૯૩ ગણતરીદારો અને ૬૪૭ સુપરવાઇઝરોની નિમણૂક વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આ વખતે પ્રથમવાર ડિજિટલ એપ્લિકેશન્સ અને ડિજિટલ મેપના માધ્યમથી કામગીરી કરવામાં આવનાર હોવાથી ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ જોવા મળશે. તાલીમ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓને સંબોધતા કલેક્ટરે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી એ રાષ્ટ્રીય મહત્વનું કાર્ય હોવાથી તેમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે જોવાની જવાબદારી ટ્રેનર્સની રહેશે. આ પ્રક્રિયામાં રિયલ ટાઈમ મોનિટરિંગની વ્યવસ્થા સાથે નાગરિકો માટે ઓનલાઈન પોર્ટલનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના માસ્ટર ટ્રેનર્સ દ્વારા ફિલ્ડ ટ્રેનર્સને ટેકનિકલ પાસાઓ અને ફિલ્ડમાં આવતી સમસ્યાઓના નિરાકરણ અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં પ્રથમ તબક્કાની કામગીરી માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળની કોલેજ ઓફ ફૂડ પ્રોસેસ અને બાયો એનર્જી, હાડગુડ ખાતે તા.૧૬થી ૧૮ માર્ચ ૨૦૨૬ દરમિયાન આયોજિત આ તાલીમમાં આણંદ જિલ્લાના ૫૮ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ૧૨ મળી કુલ ૭૦ ફીલ્ડ ટ્રેનર્સને માસ્ટર ટ્રેનર્સ દ્વારા સઘન તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ કાર્યક્રમમાં માસ્ટર ટ્રેનર તરીકે બોરસદના પ્રાંત અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના વહીવટી અધિકારી તાલીમ આપવાની સેવા આપી રહ્યા છે. વસ્તી ગણતરી-૨૦૨૭ની વિશેષતા એ છે કે આ સમગ્ર પ્રક્રિયા સીએમએમએસ મોબાઈલ એપ્લીકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. નાગરિકો પોતે વિગતો ભરી શકે તે માટે તા.૦૫-૦૪-૨૦૨૬થી ૧૯-૦૫-૨૦૨૬ સુધી સેલ્ફ એન્યુમેરેશન પોર્ટલ કાર્યરત રહેશે. 

પ્રથમ તબક્કા અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯ મે ૨૦૨૬ દરમિયાન મકાનોની ગણતરી (એચએલઓ) હાથ ધરવામાં આવશે. જેમાં ગણતરીદારો દ્વારા ‘હાઉસ ટુ હાઉસ’ કામગીરી એચએલઓ મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ કરવાની રહેશે. ભારત સરકારના ગેઝેટ મુજબ આણંદ જિલ્લા માટે મુખ્ય વસ્તી ગણતરી અધિકારી તરીકે જિલ્લાના કલેક્ટર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા માટે મ્યુનિસિપલ કમિશ્નર જવાબદારી સંભાળશે. તેમજ તાલુકા સ્તરે મામલતદાર અને નગરપાલિકા સ્તરે ચીફ ઓફિસર ‘ચાર્જ ઓફિસર’ તરીકે ભૂમિકા ભજવશે, જેઓ ગણતરીદાર, સુપરવાઈઝર અને ફીલ્ડ ટ્રેનરની નિમણૂક તેમજ તમામ કામગીરી માટે જવાબદાર રહેશે.

Next Post
લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…

ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…

ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

ભાણ ખોખરીના પાટિયા પાસે પીકઅપવાન અને કાર અથડાતાં યુવાનનું મોત, બે ઘાયલ | A young man died two injure…

ભાણ ખોખરીના પાટિયા પાસે પીકઅપવાન અને કાર અથડાતાં યુવાનનું મોત, બે ઘાયલ | A young man died two injure…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…
GUJARAT

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

Indore Fire News : મધ્યપ્રદેશના ઈન્દોરમાં વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા સાત લોકોના મોત થયા છે....

Read more

ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…

ઊના કાંડમાં દોષિત પાંચ આરોપીને પાંચ વર્ષની સજા અને પાંચ હજાર દંડ | Five accused in Una incident sent…

ભાણ ખોખરીના પાટિયા પાસે પીકઅપવાન અને કાર અથડાતાં યુવાનનું મોત, બે ઘાયલ | A young man died two injure…

પૂર્વ મહંતના ૬ અનુયાયીઓએ જ ગિરનાર પર જામ ભર્યા’તા, 2 FIR | Only 6 followers of former Mahant blocked…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In