• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

satyasamachar by satyasamachar
May 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

Indroda Nature Park Gandhinagar Heat Wave Protection: સમગ્ર રાજ્યમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે, ત્યારે અસહ્ય તાપ અને લૂ-ગરમ પવનોથી અબોલ વન્ય-જીવોના રક્ષણ માટે ગાંધીનગર સ્થિત પ્રખ્યાત ‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’ ખાતે વન વિભાગ દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અને ખાસ આહારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આધુનિક અને કુદરતી સંસાધનોની મદદથી  ‘માઇક્રો ક્લાઇમેટ’ ઊભું કરાયું

‘ગીર’ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં એપ્રિલ માસથી જ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જે આગામી ચોમાસાની શરૂઆત સુધી કાર્યરત રહેશે. ઇન્દ્રોડા પાર્કમાં હાલમાં 3 સિંહ, 2 વાઘ, 3 દીપડા, મીઠા પાણીના મગર, શાહુડી, દુર્લભ પક્ષીઓ અને સરીસૃપો સહિત કુલ 600 કરતાં વધારે વન્યજીવો વસવાટ કરે છે. આ તમામ જીવોને હીટ-વેવથી સુરક્ષિત રાખવા માટે આવાસ વિસ્તારોમાં આધુનિક તેમજ કુદરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અને ખાસ આહાર શરૂ 2 - image

જમ્બો ટેન્ટ એર કૂલર્સ: માંસાહારી વન્યજીવોના આવાસ અને સર્પગૃહમાં કુલ 15 નંગ જમ્બો એર કૂલર્સ ફિટ કરાયા છે. બપોરના આકરા તાપ દરમિયાન આ કૂલર્સ ચાલુ રાખીને તાપમાન નિયંત્રિત કરાય છે. સર્પગૃહમાં આ વ્યવસ્થાના લીધે ત્યાં આવતા મુલાકાતીઓને પણ અસહ્ય ગરમી સામે રાહત મળે  છે.

પોપ-અપ સ્પ્રીન્ક્લર્સ: તીવ્ર ગરમીના કલાકો દરમિયાન વન્યજીવોને ઠંડક આપવા માટે ખાસ 20 હાઇ-પ્રેશર ફુવારા ગોઠવવામાં આવ્યા છે, જે બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન સતત કાર્યરત રહી ખુલ્લા વિસ્તારોમાં કુદરતી ઠંડક પ્રસરાવે છે.

ખસના પડદા અને એગ્રોનેટ શેડ: માંસાહારી વન્યજીવોના આવાસ, સર્પગૃહ અને પક્ષી ગૃહમાં વિવિધ સ્થાનો પર પરંપરાગત ખસના પડદા લગાવી તેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેનાથી પસાર થતો ગરમ પવન ઠંડા પવનમાં પરિવર્તિત થાય છે. આ ઉપરાંત સીધા તડકાથી બચવા માટે ‘એગ્રોનેટ’ના વિશેષ શેડ ઊભા કરાયા છે.

આ તમામ પ્રયાસોને પગલે વન્યજીવોના આવાસમાં સામાન્ય તાપમાન કરતાં 2°C થી 4°C જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે, જે પ્રાણીઓને અનુકૂળ ‘માઇક્રો ક્લાઇમેટ’ પૂરું પાડે છે.

ડાયેટ પ્લાનમાં વૈજ્ઞાનિક ફેરફાર

ઉનાળા દરમિયાન પ્રાણીઓનું સ્વાસ્થ્ય ન બગડે તે માટે તેમના દૈનિક આહાર પ્લાનમાં વેટરનરી સાયન્સ મુજબ ફેરફારો કરાયા છે. વધુ ખોરાકના કારણે આફરો ચડવાની કે પાચનની સમસ્યા ન થાય તે માટે માંસાહારી વન્યજીવોના દૈનિક આહારમાં જરૂરિયાત મુજબ 500 ગ્રામથી 1 કિલોગ્રામ જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.

જ્યારે બીજી તરફ, વન્યજીવો અને પક્ષીઓના શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે દૈનિક આહારમાં ઠંડક આપનારા ફળો જેવા કે તડબૂચ, સક્કર ટેટી અને કાકડીનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે. તૃણાહારી પ્રાણીઓને હીટ સ્ટ્રોકથી બચાવવા અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની જાળવણી માટે ખોરાકમાં વિટામીન-સી યુક્ત ઓરલ રીહાઇડ્રેટીંગ પાઉડર તથા મલ્ટી મિનરલ-વિટામીન સપ્લીમેન્ટ્સ મિક્સ કરીને આપવામાં આવે છે.

આ પણ વાંચો: ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીરી તેજ

24 કલાક વેટરનરી ડૉક્ટર્સની સેવા અને મુક્ત વન્યજીવોની દરકાર

ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન એ એક રક્ષિત વન વિસ્તાર હોવાથી અહીં પાંજરામાં રહેતા પ્રાણીઓ ઉપરાંત હનુમાન લંગુર, નીલગાય, મોર અને શાહુડી જેવા અનેક વન્યજીવો મુક્તપણે વિહાર કરે છે. ઉનાળામાં આ મુક્ત વન્યજીવોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર જંગલ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ વિશેષ વોટર પોઇન્ટ્સ રાખવામાં આવ્યા છે, જેમાં દૈનિક ધોરણે સફાઈ કરીને નિયમિત પાણી ભરવાની ચોકસાઈ રાખવામાં આવે છે.

અબોલ જીવોની ત્વરિત સારવાર અને નિયમિત હેલ્થ મોનિટરિંગ માટે અનુભવી પશુ ચિકિત્સકોની 24 કલાક રાઉન્ડ-ધ-ક્લોક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઝૂ સ્ટાફ અને વેટરનરી ટીમ દ્વારા તમામ પ્રાણીઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. 

Next Post
ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીર…

ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In