![]()
સાવરકુંડલાના શખ્સે દારૃનો જથ્થો આપ્યો હતો
ગારીયાધાર પોલીસે દારૃ, કાર, મોબાઈલ મળી રૃ.૨.૩૭ લાખનો
મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર – ગારિયાધાર-નવાગામ
રોડ પરથી વિદેશી દારૃના જથ્થા સાથે સાવરકુંડલાના બે શખ્સને ઝડપી લઈ દારૃ સહિત કુલ
રૃ.૨.૩૭ લાખનો મુદ્દામાલ કબજે લઈ ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
ારીયાધાર પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, નવાગામ
તરફથી ગારીયાધાર બાજુ એક ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૃ ભરેલ (કાર નં. જીજે-૦૨-કેએમ-૦૩૧૦)ની
આવે છે. જે બાતમીના આધારે વૉચ ગોઠવી સામેથી આવી રહેલી કારને અટકાવી તલાશી લેતા
વિદેશી દારૃની ૨૪ બોટલ રૃ.૧૭,૯૨૮ની મળી આવતા પોલીસે કેવલભાઈ
ગભરૃભાઈ પાટડીયા (રહે. મોટા જીંજુડા તા.સાવરકુંડલા જિ.અમરેલી), અલ્પેશભાઇ ભુપતભાઈ આદ્રોજા (રહે. મોટા જીંજુડા, તા.સાવરકુંડલા)
ને વિદેશી દારૃ કાર મોબાઈલ મળી રૃ.૨,૩૭,૯૨૮ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા આલ્કભાઈ ઉનાવા (રહે, જેસર
રોડ, સાવરકુંડલા, જી. અમરેલી) એ દારૃનો
જથ્થો આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણ શખ્સ વિરૃધ્ધ ગારીયાધાર પોલીસ મથકમાં
ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.















