• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણી પંચે નવા નિયમ-એડવાઈઝરી જાહેર કરી, જોઈ લેજો નહીંતર ઉમેદવારી ગેરલાયક ઠરશે | State Election Pane…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણી પંચે નવા નિયમ-એડવાઈઝરી જાહેર કરી, જોઈ લેજો નહીંતર ઉમેદવારી ગેરલાયક ઠરશે | State Election Pane…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

Election Commission New Advisory: ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા હાલ ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સ્ટેટ ઈલેક્શન કમિશનના તાજેતરના નિયમો અને ચૂંટણી અધિકારીઓ માટે લાગુ એડવાઈઝરી મુજબ કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેશનનો કોઈ પણ કોન્ટ્રાક્ટ ધરાવતા કે ભાગીદારી હિત ધરાવતા કે નફાકારક હોદ્દો ધરાવતા ઉમેદવારની ઉમેદવારી ગેરલાયક ઠરશે. ઉપરાંત ઉમેદવારનું નામ છેલ્લી મતદારયાદીમાં નામ હશે તો જ ઉમેદવારી માન્ય ગણાશે.

ઉમેદવારી નોંધણીના છેલ્લા દિવસે 21 વર્ષ જરૂરી

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારીની ચકાસણી અને ઉમેદવારી માટેની લાયકાતો સહિતના વિવિધ મુદ્દે નિયમો સાથેની એડવાઈઝરી જાહેર કરાઈ છે. તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી ક્યારે ગેરલાયક ઠરશે તે અંગેની જોગવાઈઓ પ્રમાણે મહાનગરપાલિકાના કોઈ કોન્ટ્રાક્ટર પોતે અગર ભાગીદાર તરીકે કોઈહિત ધરાવતા હોય કે કોઈ કામમાં ધંધાકીય રીતે હિત ધરાવતા હોય કે નફાકારક હોદ્દો ધરાવતા હોય તેવા ઉમેદવારોના ફોર્મ ગેરલાયક થશે. આ ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરનાર ઉમેદવારનું નામ છેલ્લે પ્રસિદ્ધ થયેલી મતદારયાદીમાં હોવુ જોઈએ અને ઉમેદવાર સભ્ય તરીકે ચૂંટાવા માટે 21 વર્ષથી વધુનો હોવો જોઈએ. 

ઉમેદવારીપત્ર સ્વીકારવાની છેલ્લી તારીખે ઉમેદવારે 21 વર્ષ પુરા કર્યા છે, તેવા પુરાવા પણ આપવાનો રહેશે. જો કોઈ નૈતિક અધઃપતનના ગુનામાં છ માસથી વધુ સજા થઈ શકે તેવા ગુના સબબ કોઈપણ કોર્ટે કેદની સજા ફરમાવી હોય તેવા કિસ્સામાં પણ ઉમેદવારી ગેરલાયક ઠરી શકે છે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિયન 1949ની કલમ 10 હેઠળ જુદા જુદા સંજોગોમાં ઉમેદવારી ગેરલાયક ઠેરવવા માટેની જોગવાઈઓ કરાઈ છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ

ટેકો આપનારનું નામ વોર્ડની જ મતદાર યાદીમાં હોવું જોઈએ

કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈપણ વિસ્તાર કે વોર્ડના નોંધાયેલ મતદાર કે વ્યક્તિ અન્ય વિસ્તારમાં કે વોર્ડમાં ઉમેદવારી નોંધાવી શકે છે. પરંતુ જે વોર્ડ માટે ઉમેદવારી ફોર્મ ભરાયું હોય તે વોર્ડના મતદાર તરીકે દરખાસ્ત કરનાર અથવા ટેકો આપનારનું નામ નોંધાયેલ મતદાર તરીકે હોવું જોઈએ. ઉપરાંત ઉમેદવારી પત્ર ઉપર ઉમેદવારની તથા દરખાસ્ત કરનારની અને ટેકો આપનારની સહીઓ સાચી હોવી જોઈએ.

ઉમેદવારી આ સંજોગોમાં ગેરલાયક ઠરશે

•1955ના પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ એક્ટ હેઠળ કોઈ ગુનામાં સજા થઈ હોય અને સજાને પાંચ વર્ષ ન થયા હોય.

•નાદાર જાહેર થયા હોય.

•કોર્પોરેશનના કમિશનર કે અન્ય નફાકારક હોદ્દો કોર્પોરેશન હેઠળ ધરાવતા હોય.

•કોર્પોરેશન તરફથી લાયસન્સ ધરાવતા સર્વેયર, આર્કિટેક્ટ, ઈજનેર, સ્ટ્રક્ચરર, ડિઝાઈનર, કારકુન-પ્રબંધક કે વ્યક્તિગત રીતે કોઈ પેઢીના ભાગીદાર તરીકે હોય.

•મહાનગરપાલિકાની હકુમતના વિસ્તારમાં કોઈ ન્યાયિક હોદ્દો ધરાવતા હોય.

•કોર્પોરેશનના કોઈ કોન્ટ્રાક્ટર પોતે અગર ભાગીદાર તરીકે કોઈ હિત ધરાવતા હોય.

•કોર્પોરેશનના કમિશનર કે ટ્રાન્સપોર્ટ મેનેજર સમક્ષ ચાલતા કોઈ કામમાં ધંધાકીય રીતે હિત ધરાવતા હોય.

•કોર્પોરેશનનું કોઈ પણ બિલ-માંગણું ભરપાઈ ન કર્યું હોય અને તેમને કોર્પોરેશનને નોટિસ આપ્યા બાદ ૩ માસની અંદર કોઈ લેણું ભરવાનું ચૂક્યા હોય.

અનામત કેટેગરી સાબિત ન થાય તો પણ ફોર્મ રદ ન થાય

ચૂંટણી પંચના નિયમો મુજબ એસસી, એસટી કે પછાતવર્ગના હોવા અંગેનો ઉમેદવાર દાવો જો સ્વીકારવામાં ન આવે અને ઉમેદવાર સામાન્ય ઉમેદવાર છે તેવું સાબિત થાય તો આવા ઉમેદવાર પાસેથી બાકીની 1500 રૂપિયાની રકમ ડિપોઝિટ તરીકે લેવાની રહેશે. પરંતુ અગાઉ માત્ર 1500 રૂપિયાની ડિપોઝિટ ભરી હતી તે કારણે સંપૂર્ણ ઉમેદવારી પત્ર અન્યથા બરાબર હોય તો રદ થતું નથી એટલે ખૂટતી રકમ તાત્કાલિક ભરવાની લેખિત સૂચના આપવાની રહેશે.

Next Post
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In