![]()
Jamnagar Gambling : જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર જામજોધપુર પોલીસે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા છ જુગારીઓની પોલીસે અટકાયત કરી લીધી છે.
જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામવાડી ગામની સીમમાં આવેલ વાડી ખાતે પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મકાન માલિક રાજેશભાઈ ઉર્ફે રાજુ મોહનભાઈ કણસાગરા, શાંતિલાલ મોહનભાઈ ભાણવડીયા, હિરેનભાઈ ઉર્ફે બોદુ પ્રવિણભાઈ બોડા, અરજણભાઈ ઉર્ફે મધાભાઈ કાનાભાઈ બાલશ, દિનેશભાઈ લીલાભાઈ સગારકા તેમજ બાલુભાઈ રાજશીભાઈ ખુંટી સહિતના આરોપીઓ ગંજીપતાના પાનાઓ વડે “રોનપોલીસ” નામનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું.
દરોડા દરમિયાન રોકડ રૂપિયા 76,800 ઉપરાંત ૫૨ ગંજીપતાના પાના, 6 મોબાઇલ ફોન તથા 4 મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,87,800 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.















