
Jamnagar : જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામ નજીક ગઈકાલે સર્જાયેલા ગોઝારા માર્ગ અકસ્માતમાં પિતા અને પુત્રના કરુણ મોત નિપજ્યા બાદ હવે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા બોલેરો પીકઅપના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૃતક રોહિતભાઈના ભાઈ સાગરભાઈ રાઠોડે શેઠવડાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત આજે જૂની આંબરડી ગામમાં પિતા પુત્રની એકી સાથે અર્થી ઉઠતાં ભારે કરણ દ્રશ્યો સર્જાયા છે.
ફરિયાદ મુજબ ધ્રાફા ગામથી જૂની આંબરડી તરફ જતાં માર્ગ પર રોહિતભાઈ રાઠોડ અને તેમના પિતા ભાનુભાઈ રાઠોડ મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી બોલેરો પીકઅપે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં પિતા-પુત્ર બંનેને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
<a href=
<p>The post જામજોધપુરના જૂની આંબરડી ગામમાં અકસ્માતનો ભોગ બનેલા પિતા-પુત્રની એકીસાથે અર્થી ઉઠતાં ભારે ગમગીની : પર… first appeared on gandhinagarmetro.com.</p>















