![]()
Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના જામજોધપુરમાં ખેતલા ચોક પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીન-પત્તી “રોન પોલીસ” નામનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઇડ કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરોડાની કાર્યવાહી દરમિયાન સંતોકબેન ઉર્ફે સતીબેન કેશવજીભાઈ જોટંગીયા (ઉવ.72), ચેતનાબેન હર્ષદભાઈ ઘેટીયા (ઉ.વ.58), તથા દક્ષાબેન દેવેન્દ્રભાઈ ઉર્ફે હકાભાઈ ઘેટીયા (ઉવ.52, રહે. જામજોધપુર)ને જાહેરમાં રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે હુશેનાબેન બ્લોચ તથા આશિષભાઈ રાજદેવ (રહે. જામજોધપુર) રેઇડ દરમ્યાન નાસી છૂટ્યા હોવાનું પોલીસે નોંધ્યું છે, અને બંનેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રેઇડ દરમ્યાન પોલીસે પકડાયેલ ત્રણેય મહિલાઓ પાસેથી રોકડ રૂપિયા 1,820, ગંજીપતાના પાના નંગ-52 તથા એક મોટરસાયકલ રજી.નં. જીજે-10-ઈ.એ.7442 કિ.રૂ.30,000 મળી કુલ રૂપિયા 31,820 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.















