![]()
અમદાવાદ, રવિવાર
પૂર ઝડપે વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. નિકોલમાં પગપાળા જઇ રહેલા આધેડનું જીપની ટક્કરથી મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.
આધેડને મોતને ઘાટ ઉતારી વાહન મૂકી ડ્રાઇવર ફરાર, પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ
નિકોલમાં રહેતા અને છૂટક મજૂરી કરતા આધેડ ગઇકાલે સાંજના સમયે તેઓ કામથી નિકોલમાં ઉત્તમનગર રોડ સ્વસ્તીકનગર સોસાયટી પાસેથી ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે પૂરઝડપે આવી રહેલી બોલેરોપીકઅપ વાને તેમને પાછળથી ટક્કર મારી હતી.
જેથી આધેડ રોડ ઉપર પટવાના કારણે આધેડને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતના કારણે આસપાસના લોકો ભેગા થઈ જતા ડ્રાઇવર વાહન મૂકીને નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ દિકરાએ ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.














