• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડીઝલની અછત: જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાતમાં 12 લાખ ટ્રકના પૈડા થંભી જશે! | Gujarat Faces Diesel …

satyasamachar by satyasamachar
May 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડીઝલની અછત: જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાતમાં 12 લાખ ટ્રકના પૈડા થંભી જશે! | Gujarat Faces Diesel …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

Load More

Gujarat Diesel Shortage: ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિને જોતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલમાં અછત વર્તાઈ રહી છે જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોનું કહેવું છેકે, જો ઈંધણની અછત દૂર નહીં થાય તો, ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે. ડીઝલની અછતની સાથે સાથે મંદીના માહોલને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની આર્થિક કમર ભાંગી ગઈ છે. આ જોતાં ટ્રાન્સપોર્ટરોએ ઇંધણની અછત દૂર કરવા ગુજરાત સરકારને રજૂઆત કરી છે.

ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ 

ગુજરાતનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અગાઉથી જ આ થક મંદીનો સામનો કરી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ડીઝલની અછત સર્જાતા ટ્રાન્સપોર્ટરો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ કફોડી બની છે. હાઈવેના મોટાભાગના પેટ્રોલપંપો જાણે બંધ અવસ્થામાં છે જ્યાં પાટિયા લાગ્યાં છેકે, ડીઝલનો જથ્થો નથી. ડીઝલ માટે ટ્રકચાલકોને આમથી તેમ ભટકવું પડે છે. મહત્ત્વની વાત તો એછેકે, પેટ્રોલ પંપો પર મર્યાદિત લિટર જ ડીઝલ આપવામાં આવે છે જેથી દૂરના અંતરમાં જતાં ટ્રકચાલકો અટવાઈ જાય તેવી સ્થિતિ પરિણમી છે. 

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મેદાને પડ્યું

ડીઝલ વિના માલસામાનની હેરફેર કરતા ટ્રકચાલકો અટવાઈ પડયા છે. અપુરતા ડીઝલને લીધે માલસામાનની સમયસર ડિલિવરી પણ થઇ શકતી નથી પરિણામે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી સ્થિતિ થઈ છે. ત્યારે હવે અખિલ ગુજરાત ટૂંક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન મેદાને આવ્યું છે. 

એસોસિયેશને સરકાર સમક્ષ રજૂઆત કરી છેકે, એક તરફ મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ત્યારે ડીઝલની અછતને પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગે તેમ છે. જો આ પરિસ્થિતિ યથાવત્ રહી તો, ગુજરાતમાં 12 લાખ ટ્રકોના પૈડા થંભી જશે એ દિવસો દૂર નથી. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ થશે તો લાખો લોકોની રોજીરોટી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. ટ્રકોની અવરજવર અટકશે તો શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચે તેમ છે. આ જોતાં ઈધણની અછત દૂર કરવા અને મંદીમાં રહેલા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા માટે તાકીદે રજૂઆત કરવામાં આવી છે. આમ, સરકાર ભલે દાવો કરે પણ ગુજરાતમાં ડિઝલની અછતની સમસ્યા વધુને વધુ વકરી રહી છે જેના લીધે ટ્રાન્સપોર્ટરોને મોટા આ થક નુકસાન થાય તેવી ભીતિ છે.

ડીઝલના ભાવ-અછતને લીધે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા રૂટ પર ખાનગી બસોની સંખ્યા ઘટી

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. સાથે સાથે ડીઝલની સર્જાયેલી અછતને કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. પર્યાપ્ત માત્રામાં ડીઝલ ન મળતાં ખાનગી ટ્રાવેલ્સ બસ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. કેટલાંય ટ્રાવેલ્સ સંચાલકોએ બસોના રૂટ ઘટાડી દીધાં છે. એવું જાણવા મળ્યું છેકે, ખાનગી બસોના સંચાલનમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

ટ્રાવેલ્સ બસમાલિકોનું કહેવું છે કે, ડીઝલના પુરવઠામાં અનિયમિતતાને લીધે ખાનગી લક્ઝરી બસો દોડાવવી મુશ્કેલ બની છે. આ ઉપરાંત જો બસભાડું વધારવામાં આવે તો બસમુસાફરોનો રોષ વહોરવો પડી શકે છે. આ સંજોગોમાં બસો ચલાવવી હવે આ થક રીતે પોષાય તેમ નથી. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા રૂટ પર ખાનગી બસોની સંખ્યા ઘટી ગઈ છે. સાથે સાથે સૌરાષ્ટ્ર અને મુંબઈ દિલ્હી તથા એમપી સહિતના રાજ્યોમાં જતી ખાનગી બસોની સંખ્યામાં 25-30 ટકાનો ઘટાડો થયો છે.

પેટ્રોલ પંપો પર પાંચ દિવસે એક જ ટેન્કર મળે છે

એક બાજુ, સરકાર કહે છેકે, પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો મળી રહે તે માટે નક્કર આયોજન કરાયું છે જ્યારે બીજી બાજુ, પેટ્રોલ પંપ માલિકોનું કહેવું છેકે, પાંચ દિવસમાં પેટ્રોલ-ડીઝલની એક જ ટેન્કર આવે છે. અપૂરતા જથ્થાને લીધે ટુ વ્હીલરથી માંડીને કાર-ટ્રકમાં મર્યાદિત માત્રામાં પેટ્રોલ-ડીઝલ આપવું પડે છે. મોટાભાગના વાહનચાલકો અછતના ડરથી ટાંકી ફૂલ કરવાનો આગ્રહ રાખે છે જેના લીધે રકઝક થાય છે.

પેટ્રોલ-ડીઝલની અછત છતાં સરકારે કહ્યું કે ગભરાશો નહીં

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં અચાનક 35થી 40 ટકા જેટલો મોટો ઉછાળો આવ્યો છે. અછતને પગલે કચ્છથી માંડીને ઉત્તર ગુજરાત સુધી પેટ્રોલ પંપ પર વાહનોની કતાર લાગી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આમ નાગરિકો અને ખેડૂતોને પરેશાની ભોગવવી રહી છે. પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલ નથી તેવા પાટિયા ઝૂલી રહ્યાં છે તેમ છતાંય સરકારે લોકોને અપીલ કરી છેકે, અફવાથી સાવધાન રહેવું, પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો છે એટલે ગભરાશો નહીં. આજે કેબિનેટની બેઠકમાં પણ આ મુદ્દો ચર્ચાના કેન્દ્ર રહ્યો હતો.

Next Post
સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનથી લોકોના જીવ જોખમમાં | Surat …

સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનથી લોકોના જીવ જોખમમાં | Surat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

Doctors from across India and around the world come together to celebrate their passion for music at the unique musical...

Read more

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In