![]()
અમદાવાદ, શુક્રવાર
કાલુપુરમાં યુવકે તગડો નફો કમાવવાની લાલચમાં યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા હતા. સાયબર ગઠિયાએ વોટ્સએપમાં મેસેજ મોકલીને શેર બજારમાં રોકાણ માટેની લિંન્ક ડાઉન લોડ કરાવી હતી અને આઇપીઓ તથા શેર બજારમાં રોકાણ કરાવીને વિશ્વાસ સંપન્ન કરવા માટે પ્રથમ રૃા. ૪૬ હજાર મોકલી આપ્યા હતા ત્યારબાદ લાખો રૃપિયાનું રોકાણ કરાવીને રૃપિયા પરત મેળવવા માટે વધુ રૃપિયાની માંગણી કરી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રોફેસરની ઓળખ આપી લાલચમાં યુવકે રૃપિયા રોક્યા બાદ પરત આપવા વધુ રૃપિયાની માંગણી કરી છેતરપીંડી કરી ઃ સાયબર ક્રાઇમમાં ફરિયાદ
કાલુપુરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે ચાર મહિના પહેલા તેમના મોબાઇલ ઉપર સાયબર ગઠિયાએ વોટ્સએપ પર મેસેજ કરીને લિંન્ક ડાઉન લોડ કરાવી હતી જેમાં આઇપીઓ તથા શેર બજારમાં રોકણ કરીને સારો નફો કમાવવાની લાલચ આપી હતી.
સાયબર ગઠિયાએ પ્રોફેસર તરીકેની ઓળખ આપીને ૧૩૭ લોકોના ગૃ્રપમાં યુવકને એડ કર્યા બાદ શેર બજારમાં રૃા.૨૨ લાખ રોકાણ કરાવ્યું હતું. જેની સામે રૃા. ૪૬ હજાર પરત આપ્યા હતા જેથી લાલચ આવ્યા હતા ત્યારબાદ રોકેલા બાકી નીકળતા રૃા. ૨૧.૫૯ લાખ પરત મેળવવા માટે બીજા વધુ રૃપિયાની માંગણી કરતા હતા. જેથી યુવકને પોતાની સાથે છેતરપીંડીની જાણ થતાં પોલીસમાં સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી.















