
– દેશના વારસાની જાળવણીની હજારો વર્ષ જૂની પરંપરા નવી પેઢીને સોંપીએ
– સોમનાથના પુનઃનિર્માણના 75 વર્ષની સાથે પોખરણ પરમાણુ પરીક્ષણના 26 વર્ષને સ્મરીને વડાપ્રધાને કહ્યું દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી નહીં શકે
– મોદીએ ભીમદેવ, હમીરજી ગોહિલ, અહલ્યાબાઈ, સરદાર સહિત સૌને સંભાર્યા
– 1951માં સરદાર પટેલના પ્રયત્નોથી સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયું હતું ઃ 75 વર્ષ પૂરા થયાં
રાજકોટ : કરોડો ભાવિકોના આસ્થાના પ્રતિક અને દેશની હજારો વર્ષ પુરાની સાંસ્કૃતિક વિરાસત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનું આઝાદી પછી સરદાર પટેલના સંકલ્પથી તા.૧૧ મે ૧૯૫૧માં પુનઃનિર્માણ થયું તેને આજે સોમવારે ૭૫ વર્ષ પૂરા થયા તે નિમિત્તે યોજાયેલા ભવ્યાતિભવ્ય અમૃતપર્વમાં ઉપસ્થિત વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીએ જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે આઝાદી પછી સોમનાથનું પુનઃનિર્માણ એ ભારતની ચેતનાનો ઉદઘોષ હતો, સોમનાથ અમૃત મહોત્સવ એ આવનારા એક હજાર વર્ષ માટે ભારતની પ્રેરણા છે, કાશી વિશ્વનાથ,કેદારનાથ, અયોધ્યા,સોમનાથ સહિત તીર્થ સ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે પણ જોડાયેલો છે .
<a href=
<p>The post દેશની પ્રગતિ 'સોમનાથને' આભારી છે : મોદીની વંદના first appeared on gandhinagarmetro.com.</p>















