• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …

satyasamachar by satyasamachar
May 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Load More

– કૂદકે અને ભૂસકે વધતા ભાવ છતાં લોકો બેફિકર : સીએનજીમાં રૂ. બેનો વધારો

– પેટ્રોલ-ડીઝલમાં મે 2022 પછી પહેલો અને સૌથી મોટો રૂ. ત્રણનો ભાવવધારો : ક્રૂડ ઓઈલના ભાવ અઢી મહિનામાં બમણા થઈ ગયા 

– સરકારી ઓઈલ કંપનીઓને હજુ પેટ્રોલ પર રૂ. 11 અને ડીઝલ પર રૂ. 39નું નુકસાન

– પાંચ રાજ્યોની ચૂંટણી પછી પેટ્રોલ અને ડીઝલમાં રૂ. 3, સીએનજીમાં રૂ. 2નો વધારો થયો

નવી દિલ્હી: દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂરી થયા પછી ૧૨ દિવસે અંતે શુક્રવારે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાં ભાવ વધારો કરાતા સામાન્ય જનતાને મોટો ફટકો પડયો છે. મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે ક્રૂડના ભાવ બમણા થવાના પગલે સરકારી ઓઈલ કંપનીઓને દૈનિક ધોરણે થઈ રહેલું રૂ. ૧૭૦૦ કરોડનું નુકસાન ભરપાઈ કરવા ઓઈલ કંપનીઓએ ચાર વર્ષ કરતાં વધુ સમય પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ. ૩નો વધારો કર્યો છે. બીજીબાજુ દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ. ૨નો વધારો કરાયો છે. કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની આશંકા વ્યક્ત થઈ રહી હતી.

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે અઢી મહિનાથી દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. જોકે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૧૦ ડોલરની આસપાસ રહેતા સરકારી ઓઈ કંપનીઓને જંગી નુકસાન થઈ રહ્યું હતું.

ભાવ સ્થિર રાખવા માટે એક્સાઈઝમાં રૂ. ૧૦નો ઘટાડો કરાયો હતો

સૂત્રો મુજબ ઓઈલ કંપનીઓને માસિક રૂ. ૩૦,૦૦૦ કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. કંપનીઓ પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. ૨૬ અને ડીઝલ પર અંદાજે ૮૨નું નુકસાન વહન કરી રહી હતી. વધુમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે એક્સાઈઝમાં પ્રતિ લીટર રૂ. ૧૦નો ઘટાડો કર્યો હતો. પરંતુ અંતે સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૩નો વધારો જાહેર કર્યો હતો.

ત્રણ મેટ્રો મુંબઈ, કોલકાતા, ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર

આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭થી વધીને રૂ. ૯૭.૭૭ જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭થી વધીને રૂ. ૯૦.૬૭ થયો હતો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ વધીને રૂ. ૧૦૬.૬૮ જ્યારે ડીઝલની કિંમત રૂ. ૯૩.૧૪ થઈ ગઈ છે. 

દિલ્હીમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂ. ૭૯.૦૯, મુંબઈમાં રૂ. ૮૪

વિવિધ ટેક્સ અને રાજ્ય સરકારોના વેટના પગલે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ છે. આ સાથે સીએનજીના ભાવમાં પણ વધારો કરાયો છે. દિલ્હીમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂ. ૭૯.૦૯ અને મુંબઈમાં રૂ. ૮૪ થયો છે. જોકે, પાઈપ નેચરલ ગેસ અને ઘરેલુ રાંધણ ગેસ એલપીજીના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.

યુદ્ધના અઢી મહિનામાં દુનિયામાં ભાવ વધ્યા પરંતુ ભારતમાં સ્થિર રહ્યા

અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ડિસેમ્બરે ઈરાન પર આક્રમણ કરતા ફાટી નીકળે યુદ્ધ અને તહેરાનના ત્વરિત જવાબ તથા હોર્મુઝની નાકાબંધીના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ ૫૦ ટકાથી વધુ વધી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવ વધારાના પગલે દુનિયાભરના દેશોએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી હતી. આમ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. જોકે, આ સ્થિરતાને વિપક્ષે દેશમાં રાજ્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે જોડી હતી અને દાવો કરાયો હતો કે ચૂંટણી પૂરી થયા પછી તુરંત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો આવશે.

લોકસભા ચૂંટણી પહેલાં ૨૦૨૪માં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટયા હતા

સરકારી ઓઈલ કંપનીઓએ શુક્રવારે કરેલો ભાવ વધારો મે ૨૦૨૨ પછી પહેલો અને સૌથી મોટો ભાવવધારો હતો. કેન્દ્ર સરકારે એપ્રિલ ૨૦૨૨માં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફ્રીઝ કરી દીધા હતા અને લોકસભા ચૂંટણી પહેલાં માર્ચ ૨૦૨૪માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૨નો ઘટાડો કરાયો હતો. ઓઈલ ઈન્ડસ્ટ્રીના સૂત્રો મુજબ ક્રુડ ઓઈલમાં થયેલા ભાવવધારાની સરખામણીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકંદરે ઓછો વધારો કરાયો છે. આ વધારા છતાં ઓઈલ કંપનીઓને હજુ પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. ૧૧ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. ૩૯નું નુકસાન થઈ રહ્યું છે.

નાયરા એનર્જીએ માર્ચમાં, શેલે એપ્રિલમાં વધારો કર્યો હતો

બીજીબાજુ ખાનગી ફ્યુઅલ રીટેલ કંપનીઓએ આ પહેલાં જ ભાવ વધારો કર્યો હતો. દેશની સૌથી મોટી ખાનગી ફ્યુલ રીટેલ કંપની નાયરા એનર્જીએ માર્ચમાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. ૫ અને ડીઝલમાં રૂ. ૩ જ્યારે શેલે ૧ એપ્રિલથી પેટ્રોલમાં રૂ. ૭.૪૧ અને ડીઝલમાં રૂ. ૨૫નો ભાવ વધારો કર્યો હતો. બેંગ્લુરુમાં શેલનો ભાવ પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. ૧૧૯.૮૫ અને ડીઝલમાં રૂ. ૧૨૩.૫૨ છે.

Next Post
ખાંડની નિકાસ પર અચાનક પ્રતિબંધ મૂકાતા ઉદ્યોગની ચિંતામાં વધારો | Industry concerns rise as sudden ban…

ખાંડની નિકાસ પર અચાનક પ્રતિબંધ મૂકાતા ઉદ્યોગની ચિંતામાં વધારો | Industry concerns rise as sudden ban...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર, ટીએમ, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન...

Read more

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In