અમદાવાદ, શનિવાર
નરોડા પોલીસે શહેરના નરોડા મુઠીયા રીંગ રોડ પર આવેલા કોહીનુર બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં દરોડો પાડીને જુગાર રમી રહેલા આઠ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે 92 હજારની રોકડ, આઠ મોબાઇલ ફોન અને પાંચ કાર સહિત 23.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સી વી નાયકને બાતમી મળી હતી તે કોહીનુર બિઝનેસ હબ નામના કોમ્પ્લેક્સમાં આવેલી જે ડી બ્રધર ડી જે સાઉન્ડ નામની ઓફિસમાં દિપલ સિદ્ધપુરા (રહે. મનહરનગર સોસાયટી, લીલાનગર, બાપુનગર) નામનો વ્યક્તિ બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડે છે. જેમાં કમિશન લે છે અને જરૂરી સુવિદ્યા પણ આપે છે. જેના આધારે પીએસઆઇ વી આર ચૌધરી અને સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં દિલીપ સિદ્ઘપુરા સહિત આઠ શખ્સો ઝડપાયા હતા.
પોલીસે ઝડપેલા આરોપીઓના નામ નીચે મુજબના છે
1. દિપલ સિદ્ધપુરા (રહે.મનહરનગર સોસાયટી, લીલાનગર, બાપુનગર)
2. ચેતન પટેલ (રહે. મંગલમ સોસાયટી, અર્બુદાનગર, ઓઢવ)
3. નિરવ પટેલ (રહે. એવન રેસીડેન્સી, વસ્ત્રાલ)
4. અશોક પટેલ (રહે.તાજ રેસીડેન્સી, ગંગોત્રી સર્કલ, નિકોલ)
5. વિજય પટેલ (રહે. સોમેશ્વર પાર્ક સોસાયટી, નવા નરોડા)
6. વિનોદ પટેલ (રહે.માતૃ શક્તિ સોસાયટી, ઇન્ડિયા કોલોની, બાપુનગર)
7. રાજેશ પટેલ (રહે. ઉત્સવ સીટી, મહાદેવનગર, વસ્ત્રાલ)
8. વિપુલ પટેલ (રહે. રવિ દર્શન સોસાયટી, નિકોલ)















