![]()
વડોદરા, નવાયાર્ડની મે.શીવાલી મેડિસીન્સ નામની દુકાનના સંચાલક દ્વારા છેલ્લા કેટલાક સમયથી નિયમોનો ભંગ કરવામાં આવતો હોઇ તેનું લાયસન્સ કાયમ માટે રદ્દ કરાયું છે.
નવેમ્બર-૨૦૧૯ અને ૨૦૨૧ માં આ પેઢીમાં ગેરરીતિ બહાર આવતા પરવાના સ્થગિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં એસ.ઓ.જી. દ્વારા પકડાયેલા અબ્દુલ રસીદ પઠાણની પૂછપરછમાં આ પેઢીની સંડોવણી ફરીથી સપાટી પર આવી હતી. જે અંગે તપાસમાં પેઢીની ગંભીર ક્ષતિઓ જણાઈ હતી. લાયસન્સ ધારક ચંદાબેનના પતિ ઉમેશ કાબરા દ્વારા ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં અને ડોક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપનું ગેરકાયદે વેચાણ કરવામાં આવ્યું હતું. તેમજ કુલ ૬ પ્રકારની કોડીન યુક્ત કફ સીરપનું વેચાણ બિલ બનાવ્યા વિના નશાના બંધાણીઓને કરવામાં આવતું હોવાનું જણાઇ આવ્યું હતું.
સમાજના યુવાધન અને જાહેર આરોગ્યને જોખમમાં મુકવાનું કૃત્ય કર્યું હોવાની નોંધ કરી ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પેઢીના પરવાના તાત્કાલિક અસરથી કાયમી ધોરણે રદ કરવામાં આવેલ છે.















