• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, October 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

મુંબઈ : ઈરાન યુદ્વના પરિણામે ક્રુડ ઓઈલના પુરવઠાને આરંભિક મહિનાઓમાં સુનિશ્ચિત કરીને કટોકટીને અટકાવવામાં ભારત સરકારે સરાહનીય કામગીરી કર્યા બાદ અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે થતાં જહાજોના વહન પર નિયંત્રણની જીદને લઈ વિશ્વ માટે આ માર્ગે પુરવઠો અનિશ્ચિત બનતાં અને બન્ને પક્ષો વચ્ચે ક્યારે સમાધાન-ડિલ થશે એ નક્કી નહીં હોઈ ઘણા દેશોનો ક્રુડનો રિઝર્વ જથ્થો ખૂટવા લાગ્યો છે.ભારતના રૂપિયાનું અમેરિકી ડોલર સામે ઐતિહાસિક ધોવાણ પણ હાલ તુરત ચિંતાનું કારણ છે.  વૈશ્વિક મોરચે અમેરિકા અને ચાઈનાની બે દિવસની યોજાયેલી મુલાકાતની ફલશ્રૂતિ શું રહી એ હજુ જાહેર થયું નથી, જે આગામી દિવસોમાં સ્પષ્ટ થવાની શકયતા અને ઈરાન મામલે ચાઈનાની ભૂમિકા કેવી રહે છે અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાની સંમતિ બાદ હવે અમેરિકાનું વલણ કેવું રહે છે એના પર વિશ્વની નજર રહેશે. ટ્રમ્પ કોઈ નવો દાવ ઉતરે છે કે પછી શાંતીનો માર્ગ અપનાવી વિશ્વને અનિશ્ચિતતાના દોરમાંથી બહાર લાવે છે કે  પછી ફરી ઈરાન સામે અમેરિકા અને ઈઝરાયેલ ફરી યુદ્વ શરૂ કરે છે એના પર વૈશ્વિક બજારોની નજર રહેશે.  આ પરિબળો વચ્ચે  આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ  ૨૩૪૪૪ની ટેકાની સપાટીએ ૨૩૮૮૮ ઉપર બંધ થતાં ૨૪૧૧૧ અને સેન્સેક્સ ૭૪૪૪૪ના સપોર્ટે ૭૬૦૦૦ ઉપર બંધ થતાં ૭૬૭૭૭ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : INDIA NIPPON ELECTRICALS LTD.

બીએસઈ (૫૩૨૨૪૦), એનએસઈ (INDIANIPPON) લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ, ઈન્ડિયા નિપ્પોન ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ(INDIA NIPPON ELECTRICALS LIMITED), વર્ષ ૧૯૮૪માં સ્થાપિત ઈન્ડિયા નિપ્પોન ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (આઈએનઈએલ) લુકાસ ઈન્ડિયન સર્વિસ લિમિટેડની માલિકીની છે, જે લુકાસ-ટીવીએસ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સબસીડિયરી છે. કંપની ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને પોર્ટેબલ એન્જિન માટે અદ્યતન ઈલેક્ટ્રોનિક ઈગ્નિશન સિસ્ટમ્સના ઉત્પાદનમાં નિષ્ણાંત છે. આઈએનઈએલ ઈલેક્ટ્રોનિક ઈગ્નિશન સિસ્ટમ ઉત્પાદનોમાં બજાર અગ્રણી છે, જે વિવિધ વાહન સેગ્મેન્ટમાં અગ્રણી ઓઈએમ દ્વારા વિશ્વસનીય છે. કંપનીએ કંટ્રોલર્સ, કન્વર્ટર, સેન્સર અને એન્જિન કંટ્રોલ યુનિટ જેવા સોલ્યુશન્સ સાથે વધતા ઈલેક્ટ્રિક વાહન (ઈવી) ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે, જ્યારે ઈન્ટરનલ કમ્બશન એન્જિન માટે તેની ઓફરિંગ્સને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. ત્રણ અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ અને તમિલ નાડુ, પુડુચેરી અને હરિયાણામાં સ્થિત એક આધુનિક ટેક સેન્ટર સાથે, કંપની નવીનતા, વિશ્વસનીયતા અને પ્રદર્શન પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું ચે. વર્ષોથી આઈએનઈએલ એ એક વૈવિધ્યસભર અને ઉચ્ચ-ગુણવતાવાળા ઉત્પાદન પોર્ટફોલિયો વિક્સાવ્યો છે. જેણે તેને ભારતમાં મજબૂત ગ્રાહક આધાર બનાવવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં, ખાસ કરીને ઉત્તર અમેરિકા અને યુરોપમાં સતત વિસ્તરણ કરવામાં સક્ષમ બનાવ્યું છે. કંપની તેના વૈશ્વિક ફેલાવાને વધારવા, આફ્ટરમાર્કેટ સોલ્યુશન્સને મજબૂત બનાવવા અને ગતિશીલતા માટે ભવિષ્યમાં તૈયાર ટેકનોલોજીઓ ચલાવવા માટે પ્રતિબદ્વ છે.

ઈન્ડિયા નિપ્પોન ઈલેક્ટ્રિકલ્સ એ ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ અને પોર્ટેબલ એન્જિન માટે ઈગ્નિશન સિસ્ટમ્સની ઉત્પાદક છે. ૩૦ ટકાથી વધુ સતત ડિવિડન્ડ પે-આઉટ કરતી આઈએનઈએલની પ્રોડક્ટ ઓફરિંગમાં વાહન ઉદ્યોગમાં ઓઈએમની સમગ્ર શ્રેણીને પહોંચી વળવા માટે વિવિધ એપ્લિકેશનો માટે તમામ કસ્ટમ-બિલ્ટ-ઈગ્નિશન સિસ્ટમ ભાગોનો સમાવેશ થાય છે અને ઈલેક્ટ્રોનિક ઈગ્નિશન સિસ્ટમ ઉત્પાદનોમાં બજાર લીડરશીપ પોઝિશન ધરાવે છે, અને તાજેતરમાં ઈલેક્ટ્રિક વાહનો માટે બજારમાં પણ પ્રવેશ કર્યો છે. મુખ્યત્વે સ્કૂટર અને મોટરસાઈકલમાં એસઓબી વધારાને કારણે વૃદ્વિ, બજાર હિસ્સો ૨૮ ટકા પર, એફડબલ્યુએમ માટે ભારતમાં નંબર ૧ સ્થાન ધરાવે છે.

પ્રોડક્ટસ પોર્ટફોલિયો :

(૧) ઈલેક્ટ્રોનિક ઈગ્નિશન સિસ્ટમ : કંપની આધુનિક ઈગ્નિશન સિસ્ટમ ઓફર કરે છે, જે જૂના વાહનોમાં પરંપરાગત યાંત્રિક ઈગ્નિશનને બદલે છે. આ સિસ્ટમ્સ એન્જિનના સિલિન્ડરોમાં એર-ફયુલ મિશ્રણનું ચોક્કસ ઈગ્નિશન સુનિશ્ચિત કરે છે, જે દહન કાર્યક્ષમતા અને પાવર ઉત્પાદનમાં વધારો કરે છે.

(૨) કંટ્રોલર્સ : તે ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ઈસીયુ) અને મોડયુલ વિક્સાવે છે, જે વિવિધ વાહન સિસ્ટમોનું સંચાલન અને નિયમન કરે છે.

(૩) સેન્સર્સ : કંપની ક્રિટિકલ ઓપરેટિંગ પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરવા માટે વાહનોમાં સ્થાપિત સેન્સર્સની શ્રેણી પૂરી પાડે છે.

(૪) ઈલેક્ટ્રિક વાહનો : તમિલનાડુમાં તેના કેન્દ્ર દ્વારા, કંપની એમીશન કંટ્રોલ અને કમ્પ્લાયન્સ માટે ઈવી ટેકનોલોજી ઉત્પાદનો વિક્સાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે વિવિધ એપ્લિકેશનો માટે અદ્યતન સોફ્ટવેર સોલ્યુશન્સ સાથે મેકાટ્રોનિક ઉત્પાદનો ડિઝાઈન કરે છે.

(૫) આફટરમાર્કેટ : કંપની પાસે આફ્ટરમાર્કેટ સેગ્મેન્ટ માટે એક સમર્પિત ટીમ છે, જે તેની બ્રાન્ડ છબીને મજબૂત કરવા, તેની ઉત્પાદન શ્રેણીને વિસ્તૃત કરવા અને વેચાણ પ્રમોશન પ્રયાસોને વધારવા માટે કામ કરે છે.

ગ્રાહકો : ટીવીએસ, બજાજ, હીરો, સુઝુકી, કોહલર, જહોન ડેર, મહિન્દ્રા (ટુ-વ્હીલર), પોલારીશ, પિઆજીઓ, કાવાસાકી, હોન્ડા, અલ્ટ્રાવાયોલેટ ઓટોમોટીવ, ઝેડએફ, હિન્દુજા ટેક, જેનેરેક, યાનમાર, નોર-બર્મેસ, બોર્ગ વોર્નર, એરપ્રેસ, ગ્રીવ્ઝ, બીઆરપી, સિમ્પલ, ડેલોર્ટો  વગેરેનો સમાવેશ છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રમુખ ગ્રાહકો માટે બજાર હિસ્સો ૩૩ ટકાથી વધીને ૪૨ ટકા થયો છે.

ભૌગોલિક અસ્તિત્વ : ભારત, યુ.એસ.એ., ઈટાલી, સ્લોવેનિયા, તુર્કિ, ચાઈના, જાપાન, વિયેતનામ, થાઈલેન્ડ, નેપાળ, શ્રી લંકા, બાંગ્લાદેશ અને આફ્રિકા.

મેન્યુફેકચરીંગ સવલતો : કંપની ત્રણ મેન્યુફેકચરીંગ સવલતો હોસુર-તમિલનાડુ, પોડુચેરી અને રેવારી-હરિયાણામાં ધરાવે છે.

આવક : ટુ-વ્હીલર્સમાંથી ૯૧ ટકા, થ્રી-વ્હીલર્સમાંથી પાંચ ટકા અને જનરલ હેતુમાંથી ચાર ટકા મેળવે છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી આવક રૂ.૮૭૫ કરોડ મેળવીને કરવેરા પૂર્વે નફો રૂ.૧૦૩ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૪૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૨.૨૮ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૩૬.૩૭ હાંસલ કરી હતી.

(૨) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક ૨૬ ટકા વધીને રૂ.૭૯૬ કરોડ મેળવીને કરવેરા પૂર્વે નફો ૩૧ ટકા વધીને રૂ.૯૬ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮.૯૬ ટકા થકી ચોખ્ખો નફો ૨૯ ટકા વધીને રૂ.૭૧ કરોડ હાંસલ કરી શેર દીઠ નવ માસિક કમાણી-ઈપીએસ રૂ.૩૧.૫૪ નોંધાવી છે.

(૩) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક ૨૯ ટકા વધીને રૂ.૨૮૦ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો ૫૮ ટકા વધીને રૂ.૩૩ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮.૯૨ ટકા થકી ચોખ્ખો નફો ૫૬ ટકા વધીને રૂ.૨૫ કરોડ હાંસલ કરી શેર દીઠ ત્રિમાસિક કમાણી-ઈપીએસ રૂ.૧૧.૦૨ નોંધાવી છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત આવક ૨૬ ટકા વૃદ્વિએ રૂ.૧૧૦૫ કરોડ અને અપેક્ષિત કરવેરા પૂર્વે નફો રૂ.૧૩૨ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૦૦ કરોડ અને શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૪૪.૨૦ અપેક્ષિત છે.

(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬ થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક ૨૦ ટકા વૃદ્વિએ રૂ.૧૩૨૫ કરોડ, અપેક્ષિત કરવેરા પૂર્વે નફો રૂ.૧૫૮ કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જન-એનપીએમ ૮.૯૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૧૯ કરોડ અને શેર દીઠ કમાણી-એનપીએમ ૫૨.૬૦ અપેક્ષિત છે.

ઈબીટા : વર્ષ ૨૦૨૩માં રૂ.૫૩ કરોડ, વર્ષ ૨૦૨૪માં રૂ.૬૬ કરોડ, વર્ષ ૨૦૨૫માં રૂ.૯૫ કરોડ, ઈબીટા માર્જિન : વર્ષ ૨૦૨૩માં ૮.૦૫ ટકા, વર્ષ ૨૦૨૪માં ૯.૧૭ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૧.૨૭ ટકા,ચોખ્ખો નફો : વર્ષ ૨૦૨૩માં રૂ.૪૮ કરોડ, વર્ષ ૨૦૨૪માં રૂ.૫૯ કરોડ, વર્ષ ૨૦૨૫માં રૂ.૮૨ કરોડ, નેટ પ્રોફિટ માર્જિન : માર્ચ ૨૦૨૩ના ૭.૩૪ ટકા, માર્ચ ૨૦૨૪ના રૂ.૮.૧૯ ટકા, માર્ચ ૨૦૨૫ના ૯.૭૪ ટકા, નેટ વર્થ : માર્ચ ૨૦૨૩ના રૂ.૫૬૦ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૬૨૩ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૭૧૧ કરોડ, આરઓસીઈ : માર્ચ ૨૦૨૩ના ૧૦ ટકા, માર્ચ ૨૦૨૪ના ૨૧.૬૬ ટકા, માર્ચ ૨૦૨૫ના  ૨૬.૩૭ ટકા, આરઓઈ : માર્ચ ૨૦૨૩ના ૮.૬૦ ટકા, માર્ચ ૨૦૨૪ના ૯.૫૧ ટકા, માર્ચ ૨૦૨૫ના ૧૧.૫૭ ટકા, ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૩માં ૧૮૫ ટકા, વર્ષ ૨૦૨૪માં ૨૦૫ ટકા, વર્ષ ૨૦૨૫માં ૨૫૦ ટકા, વર્ષ ૨૦૨૬માં ૩૧૦ ટકા, બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૨૪૮, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૭૬, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૧૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૩૫૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૪૦૩(રૂ.૫ પેઈડ-અપ), બોનસ શેર ઈસ્યુ : વર્ષ ૧૯૯૪માં ૧:૨ શેર, વર્ષ ૧૯૯૮માં ૮:૫ શેર, વર્ષ ૨૦૦૨માં ૭:૧૦ શેર, વર્ષ ૨૦૧૧માં ૨:૫ શેર બોનસ. પાંચ બોનસ ઈસ્યુઓ થકી કુલ ઈક્વિટીમાં ૯૧.૮૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે., શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ પાસે ૭૦.૩૭ ટકા, અન્યો પાસે ૬.૪૪ ટકા અને રિટેલ ઈન્વેસ્ટરો પાસે ૨૩.૧૯ ટકા છે.

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) લુકાસ ટીવીએસ-જાપાન દ્વારા પ્રમોટેડ અને ૭૦.૩૭ ટકા પ્રમોટર હોલ્ડિંગની, ઈન્ડિયા નિપ્પોન ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ, પાંચ બોનસ ઈસ્યુ થકી ૯૧.૮૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૫૨, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૦૩(રૂ.૫ પેઈડ-અપ) સામે રૂ.૫ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૭૫૦ ભાવે, ઉદ્યોગના સરેરાશ ૩૭ના પી/ઈ સામે ૧૪.૩૨ના પી/ઇએ ટ્રેડ થઈ રહ્યો છે.

Next Post
ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…

ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ 'ગૌરવ' લેવા જેવો રે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In