• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…

satyasamachar by satyasamachar
May 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

Load More

મુંબઈ : ઈરાન અને અમેરિકા ક્યારે યુદ્વનો અંત લાવીને સમજૂતીને અંતિમ મહોર લગાવશે એની અનિશ્ચિતતા હજુ કાયમ છે. પલક ઝપકતાં ટ્રમ્પ હા અને ના કરતાં રહી ઈરાન પર અને એના થકી વિશ્વ પર દબાણ લાવીને વિશ્વને ઘેરા આર્થિક સંકટમાં ધકેલી રહ્યા છે. ટૂંક સમયમાં ડિલ થવાનું કહીને તુરત ફેરવી તોળતાં ટ્રમ્પ વિશ્વબજારમાં અંધાધૂંધી સર્જવાનું ચાલુ રાખીને વૈશ્વિક બજારોને પણ ડામાડોળ કરી રહ્યા છે. ભારતમાં પણ ઈંધણનો ટૂંકાગાળામાં મોટો વધારો કરીને અને વપરાશ પર નિયંત્રણો લાવવાની સરકારને ફરજ પડી છે. બીજી તરફ આ વખતે ચોમાસું સામાન્યથી નબળું રહેવાના અંદાજોએ આગામી સમય વિકટ હોવાનો સંકેત આપ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ સિસ્ટમમાં પ્રવાહિતા જાળવી રાખવાના પગલાં લઈ રહ્યું છે, પરંતુ મોૅંઘવારીના આવનારા સમયની અગમચેતીએ શક્ય છે કે હવે આરબીઆઈએ વ્યાજ દર વધારવાની ફરજ પડશે, જે સંજોગોમાં બજારમાં અંધાધૂંધી સર્જાઈ શકે છે. જેથી ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્વ, ચોમાસું, ઈંધણના ભાવ, મોંઘવારી સહિતના જોખમી પરિબળો વચ્ચે  આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૫૮૮૮થી ૭૪૧૧૧ વચ્ચે અને નિફટી ૨૩૮૮૮થી ૨૩૩૩૩ વચ્ચે અથડાતાં જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : 

(૧) SRM CONTRACTORS LTD.

બીએસઈ (૫૪૪૧૫૮), એનએસઈ (SRM) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, એસઆરએમ કોન્ટ્રાકટર્સ લિમિટેડ(SRM CONTRACTORS LIMITED) એક એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રકશન કંપની છે, જે ભારતમાં રસ્તા, પુલ, ટનલ, સ્લોપ સ્ટેબિલાઈઝેશન અને સિવિલ કન્સ્ટ્રકશન ક્ષેત્રે સક્રિય કંપની છે. કંપની જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ગુજરાત અને ઓડિશા જેવા પડકારજનક ભૂપ્રદેશોમાં નિષ્ણાત છે. ઈપીસી અને એચએએમ કોન્ટ્રાક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપની સૌથી કઠોર આબોહવામાં વિશ્વસનીયતા સુનિશ્ચિત કરીને ઈપીસી કોન્ટ્રાકટર, આઈટમ-રેટ કોન્ટ્રાક્ટર અને સબકોન્ટ્રાકટર તરીકે ઉચ્ચ-ગુણવત્તાવાળા પ્રોજેક્ટ્સ ડિલિવર કરી રહી છે. જૂન ૨૦૨૫ સુધીમાં, કંપનીએ ૩૬ રોડ પ્રોજેક્ટસ, ૬ ટનલ પ્રોજેક્ટ્સ, ૪ સ્લોપ સ્ટેબિલાઈઝેશન પ્રોજેક્ટસ અને ૨ વિવિધ સિવિલ કન્સ્ટ્રકશન પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે.

વ્યુહાત્મક એક્વિઝિશન : કંપનીએ મેકાફેરી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લિમિટેડમાં ૫૧ ટકા હિસ્સો ખરીદ્યો છે. જે ઓફિસિન મેકાફેરી એસપીએ(ઈટાલી)ની પેટા કંપની છે, જે ભૂ-તકનીકી અને પર્યાવરણીય ઉકેલોમાં કંપનીની ક્ષમતા વધારે છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૬માં રૂ.૧૫૨ કરોડનો મૂડી ખર્ચ કર્યો છે.   માર્ચ ૨૦૨૬ સુધીમાં કંપનીનો ઓર્ડર બેકલોગ કુલ રૂ.૧૮૪૩.૮૭ કરોડ જેટલો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૬માં કંપનીએ રૂ.૧૦૯૭.૨૯ કરોડના ઓર્ડર હાંસલ કર્યા છે. કંપનીની નાણાકીય વર્ષ ૨૦૨૬ની ઓર્ડર બિડ પાઈપલાઈન રૂ.૪૨૭૧.૮૫ કરોડની છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ : ચોખ્ખી આવક ૯૪ ટકા વધીને રૂ.૧૦૨૬ કરોડ, કરવેરા પૂર્વે નફો ૧૦૪ ટકા વધીને રૂ.૧૫૧ કરોડ અને નેટ પ્રોફિટ માર્જન-એનપીએમ ૧૦.૮૨ ટકા થકી ચોખ્ખો નફો ૧૦૦ ટકા વધીને રૂ.૧૧૧ કરોડ નોધાવી શેર દીઠ કમાણી-એનપીએમ રૂ.૪૮.૩૯ હાંસલ કરી છે. ઈબીટા માર્જિન ૧૭ ટકા મેળવ્યું છે.

(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક ૬૬ ટકા વૃદ્વિએ રૂ.૧૭૦૦ કરોડ, કરવેરા પૂર્વેનો નફો ૬૮ ટકા અપેક્ષિત વૃદ્વિએ રૂ.૨૫૫ કરોડ, નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૧.૨૩ ટકા થકી ચોખ્ખો નફો ૭૨ ટકા વૃદ્વિએ રૂ.૧૯૧ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮૩ અપેક્ષિત છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ હસ્તક ૭૨.૫૯  ટકા, અન્યો પાસે ૧૦.૫૧  ટકા, રિટેલ શેરધારકો પાસે ૧૫.૩૬ ટકા, ડીઆઈઆઈ પાસે ૧.૧૧ ટકા અને એફઆઈઆઈઝ પાસે ૦.૪૩ ટકા  છે.

બુક વેલ્યુ : વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૧૦૪, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧૨૦, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૧૬૮, અપેક્ષિત વર્ષ ૨૦૨૬-૨૭માં રૂ.૨૫૧

(૨) અર્જુનની આંખે : WOCKHARDT LTD.

બીએસઈ (૫૩૨૩૦૦), એનએસઈ (WOCKPHARMA) લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ, વોક્હાર્ટ લિમિટેડ(WOCKHARDT LTD.) એક વૈશ્વિક ફાર્મા અને બાયોટેકનોલોજી કંપની છે. જે ફિનિશ્ડ ડોઝ ફોર્મ્યુલેશન, ઈન્જેક્ટેબલ, બાયોફાર્માસ્યુટિકલ્સ, ઓરલ, ટોપિકલ (ક્રીમ અને મલમ)ના ઉત્પાદનમાં સક્રિય છે. કંપની યુ.કે.માં ટોચની ત્રણ ભારતીય જેનેરિક કંપનીઓમાં એક છે અને આર્યલેન્ડમાં રિટેલ અને હોસ્પિટલ ચેનલોમાં છઠ્ઠી સૌથી મોટી જેનેરિક સપ્લાયર છે. જે ભારતમાં નંબર ૧ મેથાયકોબાલમિન બ્રાન્ડ છે. કંપની એક વૈશ્વિક રિસર્ચ સંચાલિત ફાર્મા અને બાયોટેક કંપની છે, જે ફિનિશ્ડ ડોઝ, બાયોફાર્માસ્યુટિકલ્સ, એપીઆઈ અને વેક્સીનના ડેવલપમેન્ટ, મેન્યુફેકચરીંગમાં નિષ્ણાંત છે. જેની ક્ષમતાઓમાં ઈન્જેક્ટેબલ, બાયોફાર્માસ્યુટિકલ્સ, ઓરલ ફોર્મ્યુલેશન, ટોપિકલ અને અન્ય ઉત્પાદનનો સમાવેશ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં કંપનીએ યુ.કે., આર્યલેન્ડ અને યુ.એસ.માં ૧૦ નવા પ્રોડક્ટસ લોન્ચ કર્યા છે. કંપની તેના બાયોસિમિલર પ્રોગ્રામને ડાયાબિટીસ પ્રતિરોધક ક્ષેત્રે કેન્દ્રિત કરે છે. આ વર્ટિકલ નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં વાર્ષિક ધોરણે ૪૬ ટકા વૃદ્વિ પામ્યો છે. જે થાઈલેન્ડ, અલ્જેરિયા, લેટિન અમેરિકા અને ભારત જેવા મુખ્ય બજારોમાં વધતા વોલ્યુમને કારણે પ્રેરિત થયો છે.

કંપનીએ આગામી કેટલાક ત્રિમાસિકોમાં ઈન્સ્યુલિન એનાલોગ લોન્ચ કરવાની અને  રશિયા, મલેશિયા, બ્રાઝિલ અને સાઉદી અરેબિયા સહિત નવા બજારોમાં તેની હાજરી વિસ્તારવાની યોજના ધરાવે છે. કંપની વૈશ્વિક સ્તરે એકમાત્ર એવી કંપની છે, જેને યુ.એસ.એફડીએ તરફથી ૬ એન્ટિ-ઈન્ફેક્ટિવ દવાઓ : ડબલ્યુસીકે ૭૭૧, ડબલ્યુસીકે ૨૩૪૯, ડબલ્યુસીકે ૪૮૭૩, ડબલ્યુસીકે ૫૨૨૨, ડબલ્યુસીકે ૬૭૭૭ અને ડબલ્યુસીકે ૪૨૮૨ માટે ક્યુઆઈડીપી સ્ટેટ્સ મળ્યું છે. જે યુ.એસ.માં ફાસ્ટ-ટ્રેક મંજૂરીઓ  સુનિશ્ચિત કરે છે.  કંપનીના નોવેલ એનસીઈઝ, એમરોક અને એમરોક, એ ભારતમાં ૬૫,૦૦૦થી વધુ દર્દીઓની સારવાર કરી છે, જેમાં ૯ ઊભરતા બજારો માટે નિયમનકારી ફાઈલિંગ પૂર્ણ થઈ છે. ન્યુમોનિયામાં ડબલ્યુસીકે ૪૮૭૩ (મિકનાફ) માટે ફેઝ થ્રીના ટ્રાયલ પૂર્ણ થયા છે, જ્યારે ડબલ્યુસીકે ૫૨૨૨ (ઝાયનિચ) માટે વૈશ્વિક ફેઝ થ્રીના અભ્યાસ ૯ દેશોમાં પ્રગતિ કરી રહ્યા છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. વધુમાં, બહારના દર્દીઓની સારવાર માટે રચાયેલ ડબલ્યુસીકે ૬૭૭૭એ યુ.એસ. એનઆઈએચ ફેઝ ૧ના ટ્રાયલ પૂર્ણ કર્યા છે.

જાન્યુઆરી ૨૦૨૫માં ઝાયનિચે (ઝિડેબેક્ટમ/સેફેપીમ, ડબલ્યુસીકે ૫૨૨૨) એ કોમ્પલિકેટેડ-જટીલ યુરીનરી ટ્રેક ઈન્ફેકશનના ચેપમાં વૈશ્વિક, મહત્વપૂર્ણ રજીસ્ટ્રેશન-સક્ષમ તબક્કો થ્રી અભ્યાસ પૂર્ણ કર્યો છે અને યુ.એસ. એફડીએ અને ઈએમએમાં મેરોપેનેમની તુલનામાં શ્રેષ્ઠતા દર્શાવી છે. કંપની ભારત,  યુ.કે., આર્યલેન્ડ અને દુબઈમાં ૧૨ મેન્યુફેકચરીંગ સુવિધાઓ ચલાવે છે. કંપની બે આર એન્ડ ડી પર રોકાણ કર્યું. કંપનીને યુ.એસ.એફડીએ અને યુ.કે.એમએચઆરએ તરફથી અનેક ભારતીય સુવિધાઓ પર પાલન મુદ્દાઓ પર નિયમનકારી ચકાસણીનો સામનો કરવો પડયો, જેના કારણે નાણાકીય વર્ષ ૨૦૧૪ અને ૨૦૨૭ દરમિયાન આયાત ચેતવણીઓ અને ચેતવણી પત્રો આવ્યા. યુ.એસ.એફડીએ એ ચિકલથાણા, વાલુજ અને શેન્દ્રા પ્લાન્ટો માટે ઓબ્ઝર્વેશન જારી કર્યા, જ્યારે અંકલેશ્વર એપીઆઈ યુનિટને ૨૦૧૬માં આયાત ચેતવણીનો સામનો કરવો પડયો. ૨૦૧૭માં સીપી ફાર્માસ્યુટિકલ્સ (યુ.કે.) અને  મોર્ટન ગ્રોવ ફાર્માસ્યુટિકલ્સ (યુ.એસ.એ.)ને ચતવણી પત્રો મળ્યા, જેના  કારણે કામગીરી પ્રતિબંધિત થઈ. પરિણામે કંપનીએ યુ.એસ. બજારમાં સપ્લાય માટે થર્ડ-પાર્ટી મેન્યુફેકચરરો પર આધાર રાખવો પડયો. નવેમ્બર ૨૦૨૪માં કંપનીએ શેર દીઠ રૂ.૧૧૦૫ ભાવે ક્યુઆઈપી કરી રૂ.૧૦૦૦ કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ કોવિડ-૧૯ ઉપરાંત વેક્સિન વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે, જેમાં ડ્રગ સબસ્ટાન્સ અને પ્રોડક્ટ મેન્ફેક્ચરીંગનો સમાવેશ છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :

ચોખ્ખી આવક રૂ.૩૦૧૨ કરોડ મેળવીને કરવેરા પૂર્વેની રૂ.૧૬ કરોડની ખોટ કરીને રૂ.૫૭ કરોડની ચોખ્ખી ખોટ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૩.૦૨ નેગેટીવ નોંધાવી હતી.

(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

ચોખ્ખી આવક રૂ.૩૩૭૩ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૬ કરોડની ગત વર્ષની ખોટ સામે રૂ.૩૨૩ કરોડનો નફો કરીને ગત વર્ષની રૂ.૫૭ કરોડની ચોખ્ખી ખોટની તુલનાએ રૂ.૧૯૯ કરોડનો ચોખ્ખો નફો કરીને શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૩.૧૦ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :

અપેક્ષિત ચોખ્ખી આવક ૬૫ ટકા વધીને રૂ.૫૬૦૦ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૪૦૦ કરોડ અને ચોખ્ખો નફો રૂ.૧૨૫૦ કરોડ થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૭ અપેક્ષિત છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૬ના રૂ.૩૦૩, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૩૮૦

(નોંધ : સ્વિચઓવર :  અહીંથી ૩૧, ઓગસ્ટ ૨૦૨૫ના સૂચવેલી કંપની મમતા મશીનરી લિમિટેડને કોલબેક કરી એના સ્થાને હવે વોક્હાર્ટ લિમિટેડમાં સ્વિચઓવર કરવામાં આવી છે.)

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) એસઆરએમ કોન્ટ્રાકટર્સ લિમિટેડ,અંદાજીત રૂ.૨૦૦૦ કરોડની ઓર્ડર બુક ધરાવતી અને અપેક્ષિત ઓર્ડર બુક રૂ.૩૦૦૦ કરોડ, (બીડ પાઈપલાઈન ઓર્ડર રૂ.૪૦૦૦ કરોડથી વધુ પૈકી રસ્તાઓ માટે ૬૦ ટકા, સ્લોપ સ્ટેબિલાઈઝેશન્સ માટે ૨૯ ટકા અને ટનલ્સ માટે ૧૧ ટકા) કંપનીની પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૬.૨૩, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૫૧ સામે શેર રૂ.૫૧૭ ભાવે, ઈપીસી ઉદ્યોગના સરેરાશ ૧૮ના પી/ઈ સામે ૬.૨૫ના પી/ઇએ ટ્રેડ થઈ રહ્યો છે. (૩) વોક્હાર્ટ લિમિટેડ વર્ષ ૨૦૨૬-૨૭માં નવી મેડિસિન્સ-દવાઓના આવિષ્કારથી મોટો નફો અપેક્ષિત, કંપનીની અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૭ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૮૦ સામે શેર રૂ.૨૦૩૧ ભાવે મલ્ટિનેશનલ બલ્ક ડ્રગ્સ ઉદ્યોગના સરેરાશ ૪૦ના પી/ઈ સામે ૨૭ના  પી/ઇએ ટ્રેડ થઈ રહ્યો છે.(૩) વોક્હાર્ટ લિમિટેડ અને એસઆરએમ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડની નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં આવકમાં ૬૫થી ૧૦૦ ટકા વૃદ્વિ અપેક્ષિત છે.

Next Post
રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી

રાજસ્થળી ફિડરની જર્જરીત લાઈનમાં છાસવારે વીજફોલ્ટ સર્જાતા હાલાકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણા ગામ ખાતે આવેલ પીએસસી સેન્ટરમાં લેવાયો આરોગ્ય ક્લાસ ઓરણા ગામ પીએસસી સેન્ટરની તમામ આશા વર્કર બહેનો સાથે આરોગ્ય...

Read more

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In