• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

satyasamachar by satyasamachar
June 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

Load More

મુંબઈ : પશ્ચિમ એશીયામાં યુદ્વના વાદળો અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીથી વિખેરાતાં જોવાઈ રહ્યા હતા. પરંતુ અનપ્રેડિક્ટેબલ ટ્રમ્પ વિશ્વ શાંતીને બદલે અશાંતીમાં જ ગરકાવ રાખવા માગતાં હોય અને વૈશ્વિક બજારોમાં સતત ઉથલો કરાવવા માગતાં હોય એમ હજુ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા જોવાઈ રહ્યા છે. કભી હા, કભી ના, કહી રોજબરોજ નવા દેશો સાથે ભીડો લઈને વિવાદ સર્જતા રહેતાં ટ્રમ્પે હવે યુરોપના દેશોને વિવાદમાં ઢસડવાનું અને ઈરાન મોરચે પોતાનું ધાર્યું કરાવીને ઈઝરાયેલ સાથે મોં મચોક્ડયાનો દેખાવ કરીને અસ્થિરતા સર્જવાનું ચાલુ રાખ્યું છે. ક્યારે સીઝફાયર, યુદ્વ વિરામ કરાવતાં અને બીજી તરફ ઈઝરાયેલ પણ લેબનોન મામલે નમતું નહીં ઝોખવાના નિર્ધાર સાથે હુમલા ચાલુ રાખીને ઈરાન-અમેરિકાની ડિલમાં ફાચર મારીને વિશ્વને દરેક પળે પળે અસુરક્ષાનો અહેસાસ કરાવતું રહે છે. હોર્મુઝ માર્ગે ફરી જહાજોનું વહન પૂર્વવત બની રહ્યું હોવાના અહેવાલ અને ફરી આ માર્ગ બંધ કરી ઈરાને નિયંત્રણો મૂક્યાના વિરોધાભાસી અહેવાલોએ ઈરાન અને અમેરિકા ડિલની સ્વિટ્ઝરલેન્ડ વાટાઘાટ કેટલી આગળ વધે છે એના પર વિશ્વની અત્યારે નજર મંડાયેલી છે. બન્ને પક્ષો એકબીજાને ધમકી ઉચ્ચારતા રહીને ડિલ મામલે શું થશે એની વિશ્વને અનિશ્ચિતતામાં રાખી રહ્યા છે. જેને લઈ આગામી સપ્તાહમાં પણ બજારની ચાલ બે-તરફી અફડાતફડીની બની રહેવાની શકયતા રહેશે. ઘર આંગણે અલ-નીનોને કારણે ચોમાસું વિલંબમાં પડયું હોવાથી અને આ વખતે નબળા ચોમાસાની આગાહીએ ચિંતામાં મૂક્યા છે. જેથી ચોમાસાની પ્રગતિ પર પણ બજારની નજર રહેશે. ફોરેન ફંડોના રોકાણ પ્રવાહને આકર્ષવા સરકાર દ્વારા લેવાઈ રહેલા પ્રોત્સાહક પગલાંથી સપ્તાહના અંતે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળવાની અપેક્ષા બંધાઈ છે. પરંતુ હજુ વૈશ્વિક ડેવલપમેન્ટ પર નજર વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૭૮૮૮થી ૭૫૭૭૭ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૪૩૩૩થી ૨૩૬૬૬ વચ્ચે અથડાતાં જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : CARE RATING LTD.

બીએસઈ (૫૩૪૮૦૪), એનએસઈ (CARERATING) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, કેર રેટિંગ લિમિટેડ(CARE RATING LIMITED), ભારતની એક અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી છે. કંપની વિવિધ ક્રેડિટ રેટિંગ પ્રદાન કરે છે, જે કોર્પોરેટસને તેમની વિવિધ જરૂરિયાતો માટે મૂડી એકત્ર કરવામાં મદદ કરે છે અને રોકાણકારોને ક્રેડિટ જોખમ અને તેમના પોતાના જોખમ વળતરની અપેક્ષાઓના આધારે જાણકાર રોકાણ નિર્ણય લેવામાં મદદ કરે છે. કેર એજ એક નોલેજ-આધારિત વિશ્લેષણાત્મક ગુ્રપ છે, જે ક્રેડિટ રેટિંગ્સ, એનાલિટિક્સ, કન્સલ્ટિંગ અને સસ્ટેનેબિલિટીમાં સર્વિસિઝ પૂરી પાડે છે. વર્ષ ૧૯૯૩માં સ્થાપિત, પેરેન્ટ કંપની કેર રેટિંગ્સ લિમિટેડ (કેર એજ રેટિંગ્સ) ભારતની બીજી સૌથી મોટી રેટિંગ એજન્સી છે,જે વિવિધ ક્ષેત્રોમાં રેટિંગ કંપનીઓનો વિશ્વસનીય ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને બીએફએસઆઈ અને ઈન્ફ્રા જેવા ઉચ્ચ વૃદ્વિ ક્ષેત્રોમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. 

પ્રોડક્ટ્સ : (એ) રેટિંગ્સ : કંપનીઓ માટે ક્રેડિટ રેટિંગ એજન્સી. તે મોરિશિયસ અને નેપાળમાં નફાકારક કામગીરી ધરાવે છે. (બી) એડવાઈઝર અને રિસર્ચ : વિશ્વસનીય, ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન અને વિશ્લેષણ પ્રદાન કરે છે. (સી) રિસ્ક સોલ્યુશન્સ : જોખમ અને પાલન ઉકેલો પ્રદાન કરવામાં ૧૫થી વધુ વર્ષનો અનુભવ. (ડી) બ્રાન્ટ નામ : કેર એજ.

કેર એજ એક નોલેજ-બેઝડ એનાલિટીકલ ગુ્રપ છે, જે ક્રેડિટ રેટિંગ્સ, એનાલિટિક્સ, કન્સલ્ટિંગ અને સસ્ટેનેબિલિટીમાં સર્વિસિઝ પૂરી પાડે છે. ૧૯૯૩માં સ્થાપિત, પેરન્ટ કંપની કેર રેટિંગ્સ લિમિટેડ (કેર એજ રેટિંગ્સ) બીજી સૌથી મોટી રેટિંગ એજન્સી છે. કેર એજ રેટિંગ્સની સંપૂર્ણ માલિકીની સબસીડિયરીઓમાં (૧) કેર એનાલિટિક્સ એન્ડ એડવાઈઝરી પ્રાઈવેટ લિમિટેડ (૨) કેર ઈએસજી રેટિંગ્સ લિમિટેડ અને (૩) કેર એજ ગ્લોબલ આઈએફએસસી લિમિટેડ. કેર એજ અન્ય આંતરરાષ્ટ્રીય સબસીડિયરીઓમાં મોરિશિયસમાં કેર રેટિંગ્સ (આફ્રિકા) પ્રાઈવેટ લિમિટેડ, કેર રેટિંગ્સ સાઉથ આફ્રિકા (પીટીવાય) લિમિટેડ અને કેર રેટિંગ્સ નેપાળ લિમિટેડનો સમાવેશ છે. રેટિંગ બિઝનેસમાંથી ૮૯ ટકા, નોન-રેટિંગ બિઝનેસમાંથી ૧૧ ટકા આવક મેળવે છે. રેટિંગ સેગ્મેન્ટમાં વાર્ષિક ૧૬ ટકા વૃદ્વિ અને નોન-રેટિંગ બિઝનેસમાંથી ૩૦ ટકા વાર્ષિક વૃદ્વિ નોંધાવી છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ચોથા ત્રિમાસિક અને પૂર્ણ વર્ષના પરિણામો પર ટિપ્પણી કરતાં, કેર એજના મેનેજિંગ ડિરેકટર અને ગુ્રપ સીઈઓ મેહુલ પંડયાએ જણાવ્યું હતું કે, કર બાદનો નફો, વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૮ ટકા અને ૨૪ ટકા વધ્યો છે. આ કામગીરી કંપનીની ફ્રેન્ચાઈઝની અંતર્ગત શકિત અને સતત સુધારાઓને પ્રતિબિંબિત કરે છે. કોન્સોલિડેટ લેવલે, કામગીરીમાંથી આવકમાં વાર્ષિક ધોરણે ૧૮ ટકાની વૃદ્વિ મેળવી છે. જેમાં વૈવિધ્યિકરણમાં વધારો થયો છે, જેમાં નોન-રેટિંગ્સ અને વિદેશી રેટિંગ બિઝનેસોમાં વૃદ્વિ અને નફાકારકતામાં અર્થપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ઓપરેટિંગ કામગીરી મજબૂત રહી છે. સ્ટેન્ડએલોન ધોરણે ઈબીટા ૨૧ ટકા વધ્યો છે અને ઈબીટા માર્જિનમાં ૪૮ ટકાએ સુધારો થયો છે. વર્ષ દરમિયાન જોવા મળેલી ગતિ ચોથા ત્રિમાસિકમાં પણ ચાલુ રહી, આવક અને નફાકારકતામાં સતત વૃદ્વિ સાથે, બિઝનેસોમાં શિસ્તબદ્વ અમલીકરણ અને ઓપરેટિંગ લીવરેજને પ્રતિબિંબિત કરે છે. બિઝનેસ વૃદ્વિ સાથે, કંપનીએ વિશ્લેષ્ણાત્મક અને ટેકનોલોજી ક્ષમતાઓને મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. ડેટા પ્રોસેસિંગ, મોનિટરિંગ અને વિશ્લેષણાત્મક કાર્યપ્રવાહમાં અદ્યતન વિશ્લેષણ અને એઆઈ-સક્ષમ સાધનોના વધતા ઉપયોગથી કાર્યક્ષમતા, સુસંગતતા અને ટર્નઅરાઉન્ડ સમયમાં વધારો થયો છે. જ્યારે કંપનીની ક્રેડિટ મૂલ્યાંકન પ્રક્રિયાઓની મજબૂતાઈને મજબૂત બનાવવામાં આવી છે. કંપની તેની ફ્રેન્ચાઈઝીને સ્કેલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રતિબદ્વ અને ઉચ્ચ-કેલિબર ટીમ દ્વારા સમર્થિત અને લાંબા ગાળાના પરિપેક્ષ્ય દ્વારા માર્ગદર્શન હેઠળ, કંપની સ્વતંત્ર વિશ્લેષણાત્મક આંતરદ્રષ્ટિના વિશ્વસનીય પ્રદાતા તરીકે ભૂમિકાને મજબૂત કરતી વખતે શેરધારકો માટે કાયમી મૂલ્ય બનાવવા માટે કંપનીની મહત્વકાંક્ષામાં દ્રઢ છે. ડિરેકટર બોર્ડે અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. શેર દીઠ રૂ.૧૪ (રૂ.૧૦ ફેસ વેલ્યુ) નક્કી કર્યું છે.જે સાથે વર્ષ માટે જાહેર કરાયેલું કુલ ડિવિડન્ડ રૂ.૨૨ પ્રતિ શેર થશે.

નાણાકીય વર્ષ ૨૦૨૬માં બેંક ધિરાણ ઉપાડમાં વૃદ્વિ ૧૬.૧ ટકા રહી, જે પાછલા વર્ષના ૧૧ ટકાની તુલનાએ વધુ રહી છે. મોટા ઉદ્યોગોમાં ધિરાણ વિસ્તરણ (કુલ ઔદ્યોગિક ધિરાણમાં ૬૭ ટકા હિસ્સો) ગત વર્ષના ૬.૯ ટકાથી વધીને ૮.૯ ટકા રહ્યું છે. સર્વિસિઝમાં ધિરાણ વૃદ્વિ ૧૯ ટકા જોવા મળી છે, જે એક વર્ષ અગાઉ ૧૨ ટકાની વૃદ્વિ રહી હતી. ભારતના પીએમઆઈઝ હજુ પણ વિસ્તરણ ક્ષેત્રમાં મજબૂત રીતે યથાવત છે. રેટિંગ સેગ્મેન્ટમાં ૧૭ ટકાની મજબૂત વૃદ્વિ નોંધાવી હોવા છતાં રેટિંગ સિવાયના સેગ્મેન્ટની કોન્સોલિડેટેડ આવકમાં હિસ્સો ૧૧ ટકા છે. આઉટરીચ પ્રવૃતિઓ : નાણાકીય વર્ષ ૨૦૨૬ : સારાંશ : રિપોર્ટસ પબ્લિશ ૨૫ ટકા વધીને ૪૧૬, વેબીનાર્સ ૧૦.૭ ટકા વધીને ૩૧, નોલેજ શેરિંગ ને સ્પીકર ફોરમ ૧૪૮ ટકા વધીને ૩૧૫, મીડિયા કવરેજ ૩૯ ટકા વધીને ૯૪૮૬, ટીવી ઈન્ટરવ્યુ ૩૧ ટકા વધીને ૩૪ અને વ્યક્તિગત ઈન્ટરેકશન અને મીડિયામાં ક્વોટ્સ ૪૬ ટકા વધીને ૨૨૧૧ રેકોર્ડ રહ્યો છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : કુલ આવક રૂ.૪૦૨ કરોડ મેળવીને કરવેરા પૂર્વે નફો રૂ.૧૯૨ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૩૪.૮૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૪૦  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૫.૬૯ હાંસલ કર્યા હતા.

(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : કુલ આવક  ૧૭.૬૬ ટકા વધીને રૂ.૪૭૩ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૨૨.૩૯ ટકા વધીને રૂ.૨૩૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૩૬.૫૭ ટકા થકી ચોખ્ખો નફો  ૨૩.૫૭ ટકા વધીને રૂ.૧૭૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫૬.૮૩ હાંસલ કર્યા છે.

(૩) ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૬થી માર્ચ ૨૦૨૬ : કુલ આવક ૧૯.૨૬ ટકા વધીને રૂ.૧૩૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૨૨.૨૪ ટકા વધીને રૂ.૭૨ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪૧.૧૦ ટકા થકી ચોખ્ખો નફો ૨૩.૨૪ ટકા વધીને રૂ.૫૩ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૭.૫૧ નોંધાવી છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત કુલ આવક રૂ.૫૬૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૯૧ કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૩૯ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૧૮ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૨.૫૫  અપેક્ષિત છે.

(૫) શેર હોલ્ડિંગ પેટર્ન : એફઆઈઆઈઝ પાસે ૨૩.૨૫ ટકા, ડીઆઈઆઈ પાસે ૩૧.૨૮ ટકા, એચએનઆઈ પાસે ૨૫.૮૮ ટકા અને રિટેલ શેરધારકો પાસે ૧૯.૪૯ ટકા છે.

(૬) બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૨૩૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૫૪, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૮૭, માર્ચ ૨૦૨૬ના રૂ.૩૨૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૪૦૦

(૭) ડિવિડન્ડ :  વર્ષ ૨૦૨૨માં ૧૭૦  ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૭૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૮૦  ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૮૦ ટકા, વર્ષ ૨૦૨૬માં ૨૨૦ ટકા

(૮) શેર દીઠ કમાણી-ઈપીએસ : માર્ચ ૨૦૨૩ના રૂ.૩૫, માર્ચ ૨૦૨૪ના રૂ.૪૦, માર્ચ ૨૦૨૫ના રૂ.૪૯, માર્ચ ૨૦૨૬ના રૂ.૫૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૭૨

(૯) ઈબીટા માર્જિન : માર્ચ ૨૦૨૨ના ૩૨ ટકા, માર્ચ ૨૦૨૩ના ૩૪ ટકા, માર્ચ ૨૦૨૪ના ૩૪ ટકા, માર્ચ ૨૦૨૫ના ૩૯ ટકા, માર્ચ ૨૦૨૬ના ૪૨ ટકા

(૧૦) ઈબીટા : માર્ચ ૨૦૨૨ના રૂ.૮૦ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૯૯ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૧૨ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૫૫ કરોડ, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૯૭ કરોડ

(૧૧) કામકાજમાંથી આવક : માર્ચ ૨૦૨૨ના રૂ.૨૧૯ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૪૮ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૩૨ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૪૦૨ કરોડ, માર્ચ ૨૦૨૬ના રૂ.૪૭૩ કરોડ

(૧૨) ડિવિડન્ડ પે-આઉટ રેશીયો : માર્ચ ૨૦૨૨ના ૬૭ ટકા, માર્ચ ૨૦૨૩ના ૮૯ ટકા, માર્ચ ૨૦૨૪ના ૫૩ ટકા, માર્ચ ૨૦૨૫ના ૩૯ ટકા, માર્ચ ૨૦૨૬ના ૩૯ ટકા, ટીટીએમ ૧૮ ટકા

(૧૩) કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ૧૦ વર્ષમાં પાંચ ટકા, પાંચ વર્ષમાં ૧૪ ટકા, ત્રણ વર્ષમાં ૧૯ ટકા

(૧૪) કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ૧૦ વર્ષમાં ચાર ટકા,પાંચ વર્ષમાં ૧૪ ટકા, ત્રણ વર્ષમાં ૨૭ ટકા, ટીટીએમ ૨૫ ટકા

(૧૫) શેર ભાવ સીએજીઆર વૃદ્વિ : ૧૦ વર્ષમાં પાંચ ટકા, પાંચ વર્ષમાં ૧૮ ટકા, ત્રણ વર્ષમાં ૩૫ ટકા, ટીટએમ ૧૪ ટકા નેગેટીવ

(૧૬) ઈક્વિટી પર વળતર : ૧૦ વર્ષમાં ૧૯ ટકા, પાંચ વર્ષમાં ૧૬ ટકા, ત્રણ વર્ષમાં ૧૮ ટકા, પાછલા વર્ષમાં ૨૦ ટકા

(૧૭) આરઓસીઈ :  વર્ષ ૨૦૨૨માં ૧૬ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૯ ટકા, વર્ષ ૨૦૨૪માં ૨૧ ટકા, વર્ષ ૨૦૨૫માં ૨૫ ટકા, વર્ષ ૨૦૨૬માં ૨૬ ટકા

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ૧૦૦ ટકા ડેટ ફ્રી, કેર રેટિંગ લિમિટેડ, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત શેર દીઠ કમાણી રૂ.૭૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૦૦ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર રૂ.૧૭૧૯ ભાવે, ફાઈનાન્શિયલ રેટિંગ ઉદ્યોગના સરેરાશ ૩૨ના પી/ઈ સામે ૨૩ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
GUJARAT

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

મુંબઈ : પશ્ચિમ એશીયામાં યુદ્વના વાદળો અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીથી વિખેરાતાં જોવાઈ રહ્યા હતા. પરંતુ અનપ્રેડિક્ટેબલ ટ્રમ્પ વિશ્વ શાંતીને...

Read more

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

દેશમાં સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોન અને કારના વેચાણમાં ઝડપથી વધારો | Sales of second hand smartphones and…

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂ.18,880 કરોડ ટ્રાન્સફર કરાયા | Rs 18 880 crore transferred under PM Ki…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In