• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…

satyasamachar by satyasamachar
March 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગલીમાંથી મારે ટ્રક કાઢવી છે તમારી રીક્ષા નડે છે..!! વૃદ્ઘાને વિશ્વાસમાં લઈ શખ્સ રીક્ષા લઈ રફુચક્કર |…

વડોદરામાં તીવ્ર દુર્ગંધની ફરિયાદો બાદ જીપીસીબી એક્શનમાં : પીસીસી એરિયાની ઉદ્યોગોને એડવાઈઝરી જારી કરી…

અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ | LPG Shortag…

Load More

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં કડાણા ડેમના વિસ્થાપિતોને ફાળવવામાં આવેલી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની વહીવટી તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડેમલી ગામમાં દબાણો હટાવ્યા બાદ હવે તંત્રનું બુલડોઝર બામરોલી (બુઝર્ગ) ગામ તરફ વળ્યું છે, જ્યાં 50 જેટલા દબાણકારોને 7 દિવસમાં મકાનો અને કબજો ખાલી કરવા અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે.

55 વર્ષ જૂનો જમીન વિવાદ અને સુપ્રીમ કોર્ટનો આદેશ

આ વિવાદના મૂળિયાં પાંચ દાયકા જૂના છે. કડાણા ડેમ બનતી વખતે જે ખેડૂતોની જમીન ડૂબાણમાં ગઈ હતી, તેઓને અંદાજે 55 વર્ષ પહેલા શહેરાના ડેમલી અને બામરોલી ગામે જમીન ફાળવવામાં આવી હતી. જો કે, આ જમીનો પર અન્ય શખસોએ વર્ષોથી કાચા-પાકા મકાનો અને ખેતી કરી ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા, કોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરી પાસે રિપોર્ટ માંગ્યો હતો અને વિસ્થાપિતોને તાત્કાલિક જમીનનો કબજો સોંપવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચો: ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિરોધ પ્રદર્શન

ડેમલીમાં 30 જેટલા દબાણો દૂર 

વહીવટી તંત્ર દ્વારા પાંચમી માર્ચથી 13મી માર્ચ દરમિયાન 27 વિસ્થાપિતોને જમીન સોંપવાનું આયોજન કરાયું હતું. તંત્ર દ્વારા અગાઉ ડેમલી ગામમાં આશરે 30 જેટલા કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બામરોલી (બુઝર્ગ) ગામમાં કડાણા ડેમના અસરગ્રસ્તોની જમીન પર કબજો જમાવી બેઠેલા 50 લોકોને નોટિસ આપીને સાત દિવસની મહેતલ અપાઈ છે. હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.

પરિવારોમાં ચિંતા અને કરુણ દ્રશ્યો

તંત્રની નોટિસ બાદ બામરોલી ગામમાં કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વર્ષોથી અહીં વસવાટ કરતા પરિવારો હવે પોતાની ઘરવખરી અને કિંમતી સામાન ઘરની બહાર કાઢી રહ્યા છે. સ્થાનિક શામળભાઈ ચારણે જમાવ્યું કે, ‘અમે 65-70 વર્ષથી, અમારી ચોથી પેઢીથી અહીં રહીએ છીએ. જો આ આશરો છીનવાઈ જશે તો અમારો 20 સભ્યોનો સંયુક્ત પરિવાર ક્યાં જશે? અમારી પાસે અન્ય કોઈ રહેઠાણ નથી. સરકાર આ બાબતે માનવીય અભિગમ અપનાવે તે જરૂરી છે.’

આગામી દિવસોમાં મોટા ઓપરેશનની શક્યતા

તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વિસ્થાપિતોને તેમની હક્કની જમીન પરત અપાવવી અનિવાર્ય છે. આગામી દિવસોમાં પાકા મકાનો તોડી પાડવા માટે તંત્ર દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવશે, જેના કારણે વર્ષોથી રહેતા પરિવારોમાં ભારે ફાળ પડી છે.

Next Post
આકરી ગરમીના કારણે 12 દિવસમાં મધ્ય ગુજરાતની વીજ માગમાં 400 મેગાવોટનો વધારો | MGVCL’s power demand inc…

આકરી ગરમીના કારણે 12 દિવસમાં મધ્ય ગુજરાતની વીજ માગમાં 400 મેગાવોટનો વધારો | MGVCL's power demand inc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગલીમાંથી મારે ટ્રક કાઢવી છે તમારી રીક્ષા નડે છે..!! વૃદ્ઘાને વિશ્વાસમાં લઈ શખ્સ રીક્ષા લઈ રફુચક્કર |…

ગલીમાંથી મારે ટ્રક કાઢવી છે તમારી રીક્ષા નડે છે..!! વૃદ્ઘાને વિશ્વાસમાં લઈ શખ્સ રીક્ષા લઈ રફુચક્કર |…

વડોદરામાં તીવ્ર દુર્ગંધની ફરિયાદો બાદ જીપીસીબી એક્શનમાં : પીસીસી એરિયાની ઉદ્યોગોને એડવાઈઝરી જારી કરી…

વડોદરામાં તીવ્ર દુર્ગંધની ફરિયાદો બાદ જીપીસીબી એક્શનમાં : પીસીસી એરિયાની ઉદ્યોગોને એડવાઈઝરી જારી કરી…

અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ | LPG Shortag…

અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ | LPG Shortag…

ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગલીમાંથી મારે ટ્રક કાઢવી છે તમારી રીક્ષા નડે છે..!! વૃદ્ઘાને વિશ્વાસમાં લઈ શખ્સ રીક્ષા લઈ રફુચક્કર |…
GUJARAT

Vadodara : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર અયોધ્યા નગરમાં રહેતા શકુંતલાબેન ભરતભાઈ માછીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે...

Read more

વડોદરામાં તીવ્ર દુર્ગંધની ફરિયાદો બાદ જીપીસીબી એક્શનમાં : પીસીસી એરિયાની ઉદ્યોગોને એડવાઈઝરી જારી કરી…

અમદાવાદ: ગેસ સિલિન્ડરની અછતને પગલે મણિનગરમાં સ્વામિનારાયણ ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ | LPG Shortag…

ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિર…

મોંઘા પેટ્રોલ-ડીઝલને કારણે ગુજરાતીઓનો સ્માર્ટ નિર્ણય, ડિલિવરી બોય અને યુવાનોમાં ઈ-વ્હિકલનો ક્રેઝ વધ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In