![]()
પાદરા.પાદરા-જંબુસર હાઇવે પર વિશ્રામપુરા ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજતા વડુ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વિશ્રામપુરાના ઘાંચીવાળું ફળિયામાં રહેતા ભીખાભાઈ મણીભાઈ પરમાર (ઉ.વ. ૬૧) પોતાના ઘરેાૃથી સાયકલ લઈને પાદરા-જંબુસર હાઇવે પર આવેલી ઓમ સ્કૂલ સામે ચેતનભાઈ પટેલના ખેતર તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે પાછળાૃથી સાયકલને ટક્કર મારતા ભીખાભાઈને જમણા પગના અંગૂઠાના ભાગે તેમજ પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક સૃથળ પરાૃથી ફરાર ાૃથઈ ગયો હતો.
ઇજાગ્રસ્ત ભીખાભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તેમના પુત્ર વિજયભાઈ ભીખાભાઈ ચૌહાણે ફરિયાદ નોંાૃધાવતા વડુ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલકની તપાસ હાાૃથ ાૃધરી છે.















