પૈસાની બેન્ક વિશે સાંભળ્યું છે, બ્લડ બેન્ક વિશે સાંભળ્યું છે પરંતુ સેવા માટે વપરાતા માનવ કલાકો ની (Patriot Human Hours Bank) બેન્ક વિશે નથી સાંભળ્યું. પરંતુ હવે છેલ્લા 26 વર્ષો થી બાળકો માં મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને સંસ્કાર સિંચન નું કાર્ય કરતી વિવેક ક્લબ નાં સ્થાપના દિવસ- 27 ફેબ્રુઆરી, 2026 નાં રોજ “સેવાયોગ- સ્વરૂપે- “વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક”
(Global Patriot Human Hours Bank) નો વડોદરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.
“સેવાયોગ” રૂપી આ વિશિષ્ટ બેંક નો પ્રારંભ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ- વડોદરા ના સચીવ પૂજ્ય સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરજ બજાવી રહેલ ગુજરાત સરકાર નાં અધિક કલેક્ટર શ્રી નારાયણ માધુજી, ભારત સરકાર નાં ભુતપૂર્વ મુખ્ય માહિતી કમિશનર અને “સેવ ક્લચર સેવ ઈન્ડિયા” નાં સંસ્થાપક શ્રી ઉદય માહુકરજી, પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયાના સંસ્થાપક ડો કમલેશ શાહ તેમજ વિવેક ક્લબના સંસ્થાપક શ્રીમતી પલ્લવી શાહ દ્વારા ઓનલાઇન લોન્ચિંગ થી કરવામાં આવ્યો.
સેવાયોગ નાં ઓનલાઇન લોન્ચિંગના આ શુભ અવસરે ક્લબના સૌ પદાધિકારીઓ, સલાહકાર સમિતિના સભ્યો, ક્લબના કાર્યકર્તા મિત્રો તેમજ સૌ શુભેચ્છકો એ હાજરી આપી.
આ બેન્ક માં ખાતું ખોલાવનાર સૌ સભ્યો ની સેવાકીય પ્રવૃત્તિની નોંધ રાખવા અને “સેવાયોગ” નાં સફળ વ્યવસ્થાપન માટે ક્લબના જ સભ્ય શ્રી પિયુષભાઈ પંચાલ દ્વારા ખાસ એપ્લિકેશન તૈયાર કરવામા આવી છે જેનું નિર્દેશન કર્યા બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ વિશિષ્ટ બેને ખુલ્લી મુકવામાં આવી.
“SEVAYOG”- વૈશ્વિક રાષ્ટ્ર ભક્તિ નાં માનવ કલાકો ની બેન્ક- નાં ઓનલાઇન લોન્ચિંગ કાર્યક્રમનું સંચાલન શ્રી મંથન સોલંકી તેમજ ક્લબના પ્રદેશ મંત્રી શ્રી નિલેશ કનાડીયા દ્વારા કરવામાં આવ્યું.
દુનિયાનાં કોઈ પણ ભાગમાં સ્વૈચ્છિક રીતે માનવ સેવા નું કાર્ય કરવા ઈચ્છતી કોઈ પણ વ્યક્તિ આ એપ્લિકેશન માં રજીસ્ટ્રેશન કરી આ વિશિષ્ટ બેન્ક માં પોતાનું ખાતું ખોલાવી શકશે.
નક્કી કરેલ ક્ષેત્રમાં જેટલાં માનવ કલાકો ની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હશે તેનાં સ્થળ, તારીખ, સમય અને શક્ય હોય તો પ્રવૃત્તિ નાં ફોટા ની ખરાઇ કર્યા બાદ બેન્ક દ્વારા તેટલાં માનવ કલાકો સેવા સાધક નાં ખાતામાં જમા (credit) કરવામાં આવશે.
ભવિષ્ય માં જયારે ખાતા ધારક ને આવી સમય આધારિત મદદની જરૂરિયાત ઉભી થતાં બેન્ક નાં અન્ય ખાતાં ધારકો દ્વારા આ મદદ પૂરી પાડવામાં આવશે અને એ સમયે મદદ સ્વિકાર નાં ખાતામાંથી એટલાં માનવ કલાકો બાદ (debit)કરવામાં આવશે અને સેવા આપનાર ખાતાં ધારક નાં નામે એટલાં જ માનવ કલાકો જમા કરવામાં આવશે.
આ વિશે વધુ માહિતી બેંકની એપ્લિકેશન પર આપવામાં આવેલ છે
અહેવાલ : કિંજલ પંચાલ અમદાવાદ















