• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો

satyasamachar by satyasamachar
June 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પોરબંદરમાં મેડિકલ કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમ યોજાયો
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારીનું આહ્વાન કર્યું

૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યુવાશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ.: ડૉ મનસુખ માંડવિયા

પોરબંદર, તા. ૧૩ : કેન્દ્રીય શ્રમ, રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી  મનસુખભાઈ માંડવીયા એ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, પોરબંદર ખાતે આયોજિત ‘વિકસિત ભારત યુવા કનેક્ટ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ તકે વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

વિદ્યાર્થીઓને સંબોધતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા પેઇન્ટિંગ્સમાં એવિએશન, એસ્ટ્રોનોમી, સામાજિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ જેવા ક્ષેત્રોમાં વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતનું સ્વપ્ન સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમણે યુવાશક્તિના ઉત્સાહ, દીર્ઘદ્રષ્ટિ અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાનના ‘અમૃતકાળ’ના  સંકલ્પનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આગામી ૨૫ વર્ષ દેશના વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે. વિકસિત ભારતના નિર્માણ માટે દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે પારદર્શકઅને સમાન અધિકારો ધરાવતા સમાજના નિર્માણ માટે જનભાગીદારીને અનિવાર્ય ગણાવી હતી.

કાર્યક્રમ દરમિયાન ડૉ. માંડવિયાએ પોરબંદર-મુંબઈ હવાઈ સેવા ટૂંક સમયમાં ફરી શરૂ થવાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એવિએશન મંત્રાલય સાથેની સફળ ચર્ચા બાદ આગામી ૨૫મી તારીખથી અમદાવાદ-પોરબંદર-મુંબઈ હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.

ભારતીય સંસ્કૃતિ, વારસો અને વૈજ્ઞાનિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશ ગુલામીની માનસિકતામાંથી બહાર આવી આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યો છે. નવી સંસદ, કર્તવ્યપથ, નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા તથા માતૃભાષાના સન્માન જેવા નિર્ણયો તેની સાબિતી છે. તેમણે ધોળાવીરા, સોમનાથના બાણસ્તંભ, પ્રાચીન જળસંચય પદ્ધતિઓ અને ભારતીય સ્થાપત્ય કળાના ઉદાહરણો આપતાં યુવાનોને પોતાના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને સમજવા અપીલ કરી હતી.

વધુમાં, તેમણે કોવિડ-૧૯ મહામારી દરમિયાન ભારતે દર્શાવેલી વૈજ્ઞાનિક ક્ષમતા અને આરોગ્ય ક્ષેત્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભારતીય વૈજ્ઞાનિકો, આરોગ્યકર્મીઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ નેતૃત્વના કારણે ભારતે ટૂંકા ગાળામાં સ્વદેશી રસી વિકસાવી વિશ્વ સમક્ષ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. આ દિશામાં સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘માય ભારત’ ડિજિટલ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ૨.૨૦ કરોડથી વધુ યુવાનો જોડાયા છે. કરિયર માર્ગદર્શન, સ્વયંસેવી પ્રવૃત્તિઓ, સામાજિક સેવા અને મેન્ટરશિપ જેવી સુવિધાઓ દ્વારા યુવાનોને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા તથા ભવિષ્યના એક લાખ યુવા નેતાઓ તૈયાર કરવાનો સરકારનો સંકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના યુવાનોના વિચારો સીધા વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે આગામી ઓગસ્ટ મહિનાથી ‘વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ’ અંતર્ગત વિશેષ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાના આધારે પસંદ કરાયેલા યુવાનોને મહિલા સશક્તિકરણ, પર્યાવરણ, ડિજિટલ ટેક્નોલોજી અને અંતરિક્ષ ક્ષેત્ર જેવા વિવિધ વિષયો પર બ્લોગ અને પ્રેઝન્ટેશન રજૂ કરવાની તક મળશે. આ પ્રક્રિયામાંથી શ્રેષ્ઠ ૩,૦૦૦ યુવાનોને દિલ્હી ખાતે ભારત મંડપમમાં વડાપ્રધાન સાથે સીધો સંવાદ કરવાનો તથા વિકસિત ભારત @૨૦૪૭ માટે પોતાના નવતર વિચારો રજૂ કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થશે.

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ અને અન્ય મહાનગરોની સમકક્ષ આધુનિક તબીબી સુવિધાઓ હવે રાજકોટ, ભાવનગર અને પોરબંદર જેવા પ્રાદેશિક કેન્દ્રોમાં પણ ઉપલબ્ધ બની રહી છે.

કોરોના કાળના પડકારજનક સમયને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે તત્કાલીન આરોગ્ય મંત્રી તરીકે ડૉ. મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ ભારતીય વૈજ્ઞાનિકોએ રેકોર્ડ સમયમાં સ્વદેશી વેક્સિન વિકસાવી હતી. ભારતે ૧૪૦ કરોડથી વધુ નાગરિકોને નિઃશુલ્ક રસી પૂરી પાડવાની સાથે વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં વેક્સિન પહોંચાડીને વૈશ્વિક સ્તરે ‘વેક્સિન હબ’ તરીકે આગવી ઓળખ ઉભી કરી છે. અને વિદ્યાર્થીઓને માનવસેવા અને રાષ્ટ્રસેવામાં સમર્પિત થવા આહ્વાન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોસ્ટર અને નિબંધ સ્પર્ધા દ્વારા ‘વિકસિત ભારત’ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉપરાંત મેડિકલ કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, ભાજપ પ્રદેશ યુવા મોરચાના કુલદીપ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલ કોટેચા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ હર્ષ ગોહિલ, સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજશાખા સહિતના આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Next Post
લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…

લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In