બજારમાં ખરીદીનો ધમધમાટ, સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન રોઝ,બુકે,ચોકલેટ એસોર્ટ બોક્સ,આઇ લવ યુ બાર, કપલ બાર, ફ્રેન્ડશીપ બેલ્ટ,એન્ટિક વેડિંગ જવેલરી,સૌથી વધુ બેંટો કેકની માંગ
જૂનાગઢ, : પ્રેમની અભિવ્યક્તિના અવસર ગણાતા વેલેન્ટાઇન સપ્તાહનો આવતીકાલથી પ્રારંભ થશે.યુવાઓ અને નવયુગલો દ્વારા સરપ્રાઈઝ ઉજવણીની તૈયારી શરૂ કરી છે.સપ્તાહ દરમિયાન ગુલાબ, ગિફ્ટ આર્ટીકલ, કાપડ એન્ટિક જ્વેલરી સહિતની ચીજોની ખરીદીનો ધમધમાટ રહેશે અનેક સ્થળોએ સરપ્રાઈઝ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.આવતીકાલે રોઝ ડે નિમિત્તે રોઝ બુકે અને ચોકલેટની અવનવી વેરાયટીઓની ખરીદી કરવામાં આવી હતી.
આગામી 14 ફેબ્આરીના વેલેન્ટાઈન ડે ઉજવાશે. ફેબ્આરી માસના બીજા સપ્તાહને વેલેન્ટાઇન વીક તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસોની પ્રેમી પંખીડા આતુરતાથી રાહ જોતા હોય છે. દરેક દિવસનું અલગ અલગ મહત્વ રહેલું છે. જેથી કોલેજીયન યુવાઓ નવયુગલો તથા મિત્ર વર્તુળ દ્વારા સપ્તાહ દરમિયાન દરરોજ અલગ અલગ દિવસની ઉજવણી દ્વારા પ્રેમનો એકરાર કરાશે.આવતીકાલે વેલેન્ટાઈન વીકનો પ્રથમ દિવસ રોઝ ડે નિમિત્તે જૂનાગઢના ફૂલોના વેપારીના જણાવ્યા મુજબ વેલેન્ટાઈન વીક અંતર્ગત ગુલાબના ફૂલ મુખ્યત્વે બેંગ્લોરથી અને તાલુકા વિસ્તારોમાંથી આવે છે.વેલેન્ટાઇન વીક અંતર્ગત ગુલાબની કિંમતમાં ૧૦ ટકાનો વધારો થયો છે. જોકે યુવા હૈયાઓને પ્રેમની અભિવ્યક્તિ આડે ભાવ વધારો આવતો નથી.હાલ લગ્ન ગાળો હોય જેથી પ્રસંગમાં આવનાર મહેમાનોને પણ ગુલાબનું ફૂલ આપી તથા સ્ટેજ પર ગુલાબની પાંખડીઓ ઉડાડી ઉજવણી થશે. પ્રેમની અભિવ્યક્તિ દર્શાવવા ચોકલેટની વધુ માંગ છે.રોઝ ડે નિમિત્તે રોઝ ફલેવર ચોકલેટ,કેક અને રોઝ લગાવેલ ડિઝાઇનિંગ બુકેની અવનવી થીમની માંગ છે. બ્યુટી પાર્લર ચલાવતી મહિલાના જણાવ્યા મુજબ મહિલાઓમાં ગુલાબ લગાવેલ નેકલેસની માંગ છે. સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં મેસેજ અને રીલના બદલે વેલેન્ટાઈન વીકની ઉજવણી સરપ્રાઈઝ પાર્ટી દ્વારા કરવામાં આવશે.
આવતીકાલે વેલેન્ટાઈન વીકના પ્રથમ દિવસે શનિવારે રોઝ ડે પ્રપોઝ ડે, રવિવારે પ્રપોઝ , સોમવારે ચોકલેટ, મંગળવારે ટેડી ડે, બુધવારે પ્રોમિસ ડે, ગુરુવારે હગ ડે, શુક્રવારે કિસ ડે, અને અંતિમ દિવસે શનિવારે વેલેન્ટાઈન ડે મનાવવામાં આવશે. કપલ, હાર્ટ, કિસિંગ થીમ, ડાર્ક, લોલીપોપ બુકે, ટેડી ચોકલેટ, લવ બાર પ્રિઝમ અને ચોકલેટ ઉપરાંત હાલ સૌથી વધુ બેન્ટો કેક ચોકલેટની માંગ અને કેકમાં અલગ અલગ વેરાયટી તૈયાર કરવામાં આવી છે. દંપતી અને નવયુગલો ચોકલેટ એસોર્ટ બોક્સ, આઇ લવ યુ બાર, કપલ બાર, ફ્રેન્ડશીપ બેલ્ટ, રોઝ બુકે, એન્ટિક વેડિંગ જવેલરી, ડ્રેસ મટીરીયલ, મોબાઈલ અને ઇલેક્ટ્રીક આઈટમ, સહિતની ચીજોની ખરીદી થશે. વેલેન્ટાઇન વીકનો પ્રારંભ થતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટમા પણ યુવાઓને આકર્ષવા નવા સુશોભન અને શણગાર જોવા મળશે.
















