• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડાલા પાટિયા પાસે આઈશરની અડફેટે બાઈક સવાર પિતા અને બે પુત્રોના મોત | Father and two sons riding a bi…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડાલા પાટિયા પાસે આઈશરની અડફેટે બાઈક સવાર પિતા અને બે પુત્રોના મોત | Father and two sons riding a bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Load More

– અમદાવાદના વાસણાથી લીંબાસી ખાતે કાપડની દુકાને જઈ રહેલા પિતા-પુત્રોને અકસ્માત નડયો

– અકસ્માતોનું કેન્દ્ર બનેલો વડાલા ગેસ પ્લાન્ટ સામેનો હાઈવે કટ બંધ કરવામાં નહીં આવતા વાહનચાલકોમાં રોષ : હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યાં હોવાના આક્ષેપો

નડિયાદ : ખેડા નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. રવિવારે સવારના સમયે વડાલા પાટિયા કટ પાસે એક આઈશર ટ્રકે મોટર સાયકલને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોટર સાયકલ પર સવાર એક પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પિતા અને અન્ય એક પુત્રનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજતા શાહ પરિવાર પર આભ તૂટી પડયું છે.

અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા નવલભાઈ મણીભાઈ શાહ અને તેમના બે પુત્રો જયકુમાર અને જીનેશકુમાર મોટરસાયકલ પર સવાર થઈને લીંબાસી ખાતે આવેલી પોતાની કાપડની દુકાને જવા નીકળ્યા હતા. સવારના આશરે ૧૦ઃ૪૫ વાગ્યાના અરસામાં જ્યારે તેઓ વડાલા પાટિયા કટ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યાં હતા, ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ જતી આઈશર ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટર સાયકલને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, મોટર સાયકલ પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા. જેમાં જયકુમારને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે નવલભાઈ શાહ અને જીનેશકુમારને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ખેડા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ નવલભાઈ અને જીનેશકુમારની હાલત વધુ નાજુક જણાતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન નવલભાઈ અને જીનેશકુમાર બંનેએ દમ તોડયો હતો. અકસ્માતની જાણ થતા મૃતકના પિતરાઈ ભાઈ પરેશકુમાર હિંમતલાલ શાહ સહિતના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ મામલે પરેશકુમારે ખેડા ટાઉન પોલીસ મથકે આઈશર ટ્રકના ચાલક હસીબુરહેમાન મજીબુરહેમાન કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખેડા અને બારેજા વચ્ચેના નેશનલ હાઈવે પર છેલ્લા ૨૪ કલાકમાં અલગ અલગ ચાર અકસ્માતોમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ખાસ કરીને વડાલા ગેસ પ્લાન્ટ સામે આવેલો હાઈવે કટ અકસ્માતોનું કેન્દ્ર બની ગયો છે. અગાઉ પણ આ સ્થળે અનેક જીવલેણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ જોખમી કટ બંધ કરવામાં ન આવતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યાં હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.

સ્થાનિક રહીશોની માંગ છે કે, આ કટને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અથવા ત્યાં ટ્રાફિકના નિયમન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. જો વહેલી તકે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હજુ પણ વધુ જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડા ટાઉન પોલીસે આ મામલે આઈશર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે મૃતક પરિવાર અને વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનો કબજે કરી કાર્યવાહી તેજ કરી છે.

Next Post
લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f…

લીંબડીમાં અમદાવાદના યુવકની હત્યા કરનાર આરોપી સંબંધી જ નીકળ્યો | The accused who killed a young man f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

Read more

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In