• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ જોવાશે | Sensex to close at 83922 above 83088 in Budget…

satyasamachar by satyasamachar
February 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ જોવાશે | Sensex to close at 83922 above 83088 in Budget…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

Load More

સેન્સેક્સ ૮૧૪૪૪ સપોર્ટ અને નિફટી ૨૫૦૬૬ ટેકાની સપાટી

મુંબઇ : વૈશ્વિક બજારોમાં ઈક્વિટી બાદ કોમોડિટીઝ બજારોમાં થઈ રહેલી અસાધારણ ઐતિહાસિક ઉથલપાથલે અનેક ખેલાડીઓ, ઈન્વેસ્ટરોને આવાચક કરી મૂક્યા છે.  ટ્રમ્પ દ્વારા યુ.એસ. ફેડરલ રિઝર્વના નવા ચેરમેન તરીકે એરિક વાર્સની પસંદગી થતાં અને ટ્રમ્પ વ્યાજ દરને એક ટકા સુધી લાવવા મક્કમ હોઈ આગામી દિવસોમાંઅમેરિકામાં મોટા રેટ કટની ધારણાએ ચાંદી, સોનામાં તેજીનો સટ્ટો વિખેરાતો જોવાયો છે. અલબત હજુ ટ્રમ્પ અને તેમના ભાવિ પગલાંને કળવા મુશ્કેલ હોઈ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા સાથે  ઉથલપાથલ ચાલુ રહેવાની પૂરી શકયતા છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રવિવારે ૧લી ફેબુ્રઆરીના રજૂ થનારા કેન્દ્રિય બજેટમાં પોઝિટીવ જોગવાઈઓના સંજોગોમાંઈક્વિટી બજારોમાં તેજીનો સંચાર થવાની અપેક્ષા રહેશે. અલબત આ જો અને તો તેમ જ વૈશ્વિક પરિબળોએ વૈશ્વિક બજારોની ઉથલપાથલ વચ્ચે આગામી બજેટ સપ્તાહમાં નિફટી ૨૫૦૬૬ના સપોર્ટે ૨૫૫૭૭ ઉપર બંધ થતાં ૨૫૮૪૪ અને સેન્સેક્સ ૮૧૪૪૪ની ટેકાની સપાટીએ ૮૩૦૮૮ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૩૯૨૨ જોવાઈ શકે છે. રવિવારે બજેટ નિમિતે બીએસઈ અને એનએસઈ શેર બજારોમાં સવારે ૯-૧૫ વાગ્યાથી બપોરે ૩-૩૦ વાગ્યા સુધી ટ્રેડિંગ ચાલુ રહેનાર છે. 

અર્જુનની આંખે : UNIPARTS INDIA LTD.

બીએસઈ (૫૪૩૬૮૯), એનએસઈ (UNIPARTS) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૧૦૦ ટકા ડેટ-દેવા મુક્ત, યુનીપાર્ટસ ઈન્ડિયા લિમિટેડ(UNIPARTS INDIA LIMITED),મજબૂત કેશ ફ્લો ધરાવતી અને સાત વૈશ્વિક સવલતો સાથે આવક અને લાંબાગાળાની સ્થિરતા પૂરી પાડે છે, જેમાં રૂ.૨૮૩ કરોડ નાણાકીય રોકાણો છે. યુનિપાર્ટસ એ એન્જિનિયર્ડ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સની ભારત સ્થિત વૈશ્વિક ઉત્પાદક-એમએનસી છે. આ ગુ્રપ ઓફ-હાઈવે માર્કેટ માટે સિસ્ટમ્સ અને કોમ્પોનન્ટસની અગ્રણી સપ્લાયર છે અને ત્રણ દેશોમાં ૯ સ્થળોથી કાર્યરત પોતાના ઉત્પાદનોની વિશ્વભરમાં ૨૫ દેશોથી વધુમાં પહોંચ ધરાવે છે. કંપની એગ્રીકલ્ચર, કન્સ્ટ્રકશન ફોરેસ્ટ્રી અને માઈનીંગ (સીએફએમ) તેમ જ આફટર માર્કેટ સેક્ટરો માટે સિસ્ટમ્સ અને કોમ્પોનન્ટસની અગ્રણી સપ્લાયરો પૈકી એક વૈશ્વિક મેન્યુફેકચરર છે. કંપની ઉચ્ચ ગુણવતાના અને ક્રિટિકલ પ્રોડક્ટસ અને કોમ્પોનન્ટસ ઓફ હાઈવે વ્હીકલ્સ (ઓએચવી) ઉદ્યોગ જેમાં પ્રીસિઝન એન્જિનિયર્ડ પ્રોડક્ટસ અને એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સકમ્પલિટ એસેમ્બલી અને પ્રોડક્ટ કોન્સેપ્ચ્યુલાઈઝેશન, પ્રોટોટાઈપિંગ, પરીક્ષણ, ડેવલપમેન્ટ અને ેસેમ્બલીથી લઈને કસ્ટમાઈઝેડ પેકેજિંગ અને ડિલિવરી સહિતનો સમાવેશ થાય છે.

પ્રોડ્કટ પોર્ટફોલિયોમાં ૩-પોઈન્ટ લિન્કેજ સિસ્ટમ્સ (૩પીએલ) અને પ્રીસિઝન મશીન્ડ પાર્ટસ (પીએમપી)ના મુખ્ય ઉત્પાદન વર્ટિકલ્સ અને પાવર ટેક ઓફ, ફેબ્રિકેશન અને હાઈડ્રોલિક સિલિન્ડરો અથવા તેના કોમ્પોનન્ટસના સંલગ્ન ઉત્પાદન વર્ટિકલ્સનો સમાવેશ થાય છે. કંપની ડયુઅલ-શોર ઈન્ટિગ્રેટેડ મેન્યુફેકચરિંગ, વેરહાઉસિંગ અને સપ્લાય ચેઈન મેનેજમેન્ટ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સ પર આધારિત ગ્લોબલ બિઝનેસ મોડલ દ્વારા ઓએચવી સેગ્મેન્ટ, જેમાં ઓઈએમ અને આફ્ટરમાર્કેટ રિટેલ સ્ટોર ચેઈન્સનો સમાવેશ થાય છે. ૧૨૫થી વધુ ગ્રાહકો, ૨૦થી વધુ વર્ષોથી લાંબાગાળાના ઘણા પ્રમુખ ગ્રાહકો સાથેના સંબંધો, ચોખ્ખા નફાના ૭૩.૧ ટકા ડિવિડન્ડ ચૂકવણી, ૨૫થી વધુ દેશોમાં વેચાણ થકી પહોંચ ધરાવે છે. ૨૫૦થી વધુ એન્જિનિયર્સ-ટેકનિકલ ડિપ્લોમા ધારકો સાથે કંપની તેની ઉત્પાદન સુવિધાઓ ISO 9001:2015 ISO અને કેટલાક એકમો 14001:2015 સર્ટિફાઈડ ધરાવે છે.

કૃષિ-એગ્રીકલ્ચર : યુનિપાર્ટસ ગુ્રપ વૈશ્વિક સ્તરે ટ્રેકટર માટે ૩-પોઈન્ટ લિકેજ સિસ્ટમ્સનું અગ્રણી ઉત્પાદક છે. કૃષિ સેગ્મેન્ટમાં ઓફર કરવામાં આવતાં ઉત્પાદનોમાં ૩-પોઈન્ટ લિકેજ સિસ્ટમ, એસેમ્બલી, પ્રીસિઝન મશીન્ડ પાર્ટસ (પીએમપી), પાવર ટેક-ઓફ (પીટીઓ) કોમ્પોનન્ટસ, ફોર્જિંગ્સ અને હાઈડ્રોલિક સિલિન્ડર સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. આ ગુ્રપ હાલમાં ભારત અને યુ.એસ.માં ઉત્પાદન બેઝ સાથે તેના કૃષિ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડે છે, જે યુ.એસ. અને યુરોપમાં ત્રણ વેરહાઉસિંગ સ્થાનો ધરાવતા તેના સુસ્થાપિત ગ્લોબલ બિઝનેસ મોડલ દ્વારા એકીકૃત રીતે પૂરક છે.

કન્સ્ટ્રકશન અને ફોરેસ્ટ્રી : યુનિપાર્ટસ ગુ્રપ મોબાઈલ ઉપકરણ બજાર અને કન્સ્ટ્રકશન માર્કેડટમાં પ્રીસિઝન મશીન્ડ પાર્ટ (પીએમપી) અને હાઈડ્રોલિક સિલિન્ડર સોલ્યુશન માટે સપ્લાયર છે. આ માર્કેટ ઉત્તર અમેરિકા અને ભારતમાં ઉત્પાદન ક્ષમતાઓથી સજ્જ છે અને ગુ્રપની વૈશ્વિક સર્વિસિઝ ડિસ્ટ્રીબ્યુશન ક્ષમતા દ્વારા સારી રીતે સમર્થિત છે, જેમાં યુ.એસ. અને યુરોપમાં ત્રણ વેરહાઉસિંગ હબનો સમાવેશ થાય છે. યુનિપાર્ટસ ગુ્રપ ૨૦૦૭માં હાઈડ્રોલિક ક્ષેત્રમાં પ્રવેશ્યું અને ભારતમાં ઉત્પાદન ક્ષમતા અને અનુભવ ધરાવે છે.

આફટરમાર્કેટ : યુ.એસ. અને ઈયુમાં અગ્રણી આફટર માર્કેટ ડિસ્ટ્રીબ્યુટરો સાથે લાંબાગાળાના સંબંધો. આ વ્યવસાયિક વર્ટિકલને સર્વિસ આપવા માટે ઉત્પાદનોનું ઉત્પાદન નોઈડા અને લુધિયાણા ખાતેના ઉત્પાદન કેન્દ્રો પર કરવામાં આવે છે. કંપનીના ઉત્પાદનોમાં ૩-પોઈન્ટ લિન્કેજ પાર્ટસ અને મશીન ફોર્જિંગ અને ફેબુ્રકેશનનો ઉપયોગ વિવિધ કૃષિ એપ્લિકેશન માટે થાય છે. સર્વિસિઝમાં કસ્ટમાઈઝ્ડ પેકેજિંગ અને લેબલિંગનો સમાવેશ થાય છે. યુનિપાર્ટસ ગુ્રપ અને તેના વિવિધ ઓઈએમ અને આફટરમાર્કેટ ગ્રાહકોને ૩-પોઈન્ટ લિન્કેજ (ટીપીએલ) સિસ્ટમ્સનો ઉત્પાદક અને સપ્લાયર છે. આ ગુ્રપ સ્ટાન્ડર્ડ પ્રકાર, ટેલિસ્કોપિક પ્રકાર, ક્વિક કપ્લર અને ફ્રેમ કપ્લર પ્રકાર જેવા ટીપીએલની વિવિધતા પ્રદાન કરે છે. પ્રીસિઝન મશીન પાર્ટસ (પીએમપી) અને ફેબ્રિકેશન. યુનિપાર્ટસ પાસે ફોર્જિંગ, મશીનિંગ, વેલ્ડિંગ, હીટ ટ્રીટમેન્ટ, સરફેસ ફિનિશ, લોજિસ્ટિક્સ, ગુણવતા અને ટેસ્ટિંગ, ડિઝાઈનિંગ અને વેલિડેશન માટે ક્ષમતાઓ છે. કંપની વૈશ્વિક ૩પીએલ ટ્રેકટર બજારમાં ૧૬.૬૮ ટકા અને વિશ્વવ્યાપી પીએમપી બજારમાં કન્સ્ટ્રકશન, ફોરેસ્ટ્રી અને માઈનીંગ (સીએફએમ) સાધનોના સેગ્મેન્ટમાં ૫.૯૨ ટકા બજાર હિસ્સો ધરાવે છે.

ભૌગોલિક આવકનું વિશ્લેષણ : નાણા વર્ષ ૨૦૨૫માં અમેરિકામાંથી ૫૪.૬ ટકા, યુરોપમાંથી ૨૩.૬ ટકા, જાપાનમાંથી ૪.૫ ટકા અને બાકીના વિશ્વમાંથી ૨.૪ ટકા મેળવી છે. 

એન્ડ-માર્કેટ દ્વારા આવક : ઓઈએમ પાસેથી ૮૦.૭ ટકા, આફટરમાર્કેટ ૧૯.૩ ટકા, એપ્લિકેશન દ્વારા આવકમાં કૃષિમાંથી ૬૩.૧ ટકા, સીએફએમ અને કન્સ્ટ્રકશન, ફોરેસ્ટ્રી, માઈનીંગમાંથી ૩૬.૯ ટકા મેળવી છે.

મેન્યુફેકચરીંગ સવલતો : કંપની ભારતમાં ૬ અને યુ.એસ.એ.માં એક ઉત્પાદન એકમો ધરાવે છે. જે ફોર્જિંગ, મશીનિંગ, હીટ ટ્રીટમેન્ટ અને વેલ્ડિંગ ક્ષમતાઓથી સજ્જ છે. જે ત્રણ વેરહાઉસ સુવિધાઓ પૈકી બે યુ.એસ.એ.માં અને એક જર્મનીમાં પણ ધરાવે છે. કંપની પાસે એક્ત્રિત ધોરણે વાર્ષિક ૬૭,૩૨૦ મેટ્રિક ટનની ક્ષમતા છે. નાણા વર્ષ ૨૦૨૫માં યુનિપાર્ટસે કન્સ્ટ્રકશન, મોટા એગ્રીકલ્ચર, નાના એગ્રી અને આફટરમાર્કેટમાં રૂ.૧૯૫ કરોડનો નવો બિઝનેસ મેળવ્યો છે. કંપની નવા ઓઈએમ સાથે બજાર હિસ્સો મેળવી રહી છે અને નવા ભૌગોલિક વિસ્તારો (એશીયા-પેસિફિક અને યુરોપ)માં વિસ્તાર કરી રહી છે.

મૂડી ખર્ચ યોજના : કંપનીની આવકના ૨.૫ ટકા મૂડીખર્ચની યોજના મુજબ દર વર્ષે રૂ.૩૦ કરોડથી રૂ.૪૦ કરોડની યોજના રહે છે. મૂડી ખર્ચ ઈન્ક્રીમેન્ટલ ક્ષમતાઓ માટે રહે છે, ગ્રીનફિલ્ડ વિસ્તરણ માટે નહીં.

સબસીડિયરીઓ : (૧) ગ્રીપવેલ ફાસ્ટનર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ-૧૦૦ ટકા સબસીડિયરી. (૨) ગ્રીપવેલ કોનાગ પ્રાઈવેટ ઈન્ડિયા લિમિટેડ-૧૦૦ ટકા સબસીડિયરી. (૩) યુનિપાર્ટસ યુ.એસ.એ. લિમિટેડ-૧૦૦ ટકા સબસીડિયરી. (૪) યુનિપાર્ટસ ઈન્ડિયા જીએમબીએચ જર્મની-૧૦૦ ટકા સબસીડિયરી. (૫) યુનિપાર્ટસ ઓલસેન ઈન્ક. યુ.એસ.એ.- ૧૦૦ ટકા સ્ટેપડાઉન સબસીડિયરી.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક રૂ.૯૬૪ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૧૪ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૧૩  ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૯.૫૦  હાંસલ કરી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૫ : ચોખ્ખી આવક ૫.૩૦ ટકા વધીને રૂ.૨૭૯ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૩૬ ટકા વધીને રૂ.૪૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨.૧૯ ટકા થકી ચોખ્ખો નફો ૩૬ ટકા વધીને રૂ.૩૪ કરોડ હાંસલ કરી શેર દીઠ-ઈપીએસ રૂ.૭.૬૪ નોંધાવી છે.

(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક ૧૫ ટકા વધીને રૂ.૨૭૭  કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૮૩ ટકા વધીને રૂ.૫૧ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૪.૨૨  ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮.૭૨ હાંસલ કરી છે.

(૪) પ્રથમ છમાસિક એપ્રિલ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક રૂ.૫૭૦ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૦૬ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૪.૦૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૦  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૭.૭૩ હાંસલ કરી છે.

(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૧૨૬ કરોડ મેળવી અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૦૨ કરોડ અને નેટ પ્રોફિટ માર્જન-એનપીએમ ૧૩.૫૯ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૫૩ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૩.૯૦ અપેક્ષિત છે.

(૬) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક  રૂ.૧૩૦૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૪૧ કરોડ નોંધાવી, અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૩.૮૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૮૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૦ અપેક્ષિત   છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૧૦, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૨૩, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૨૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૬૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૨૦૦

શેર હોલ્ટિંગ પેટર્ન : પ્રમોટર પાસે ૬૬ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૫ ટકા, એફઆઈઆઈઝ પાસે ૨.૫ ટકા, એચએનઆઈઝ પાસે ૮.૫ ટકા અને  રિટેલ રોકાણકારો પાસે ૧૮ ટકા છે.

ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૪૩ ટકા, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૦૮ ટકા, વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૫૮ ટકા, વર્ષ ૨૦૨૫-૨૬માં ઈન્ટરીમ ૨૨૫ ટકા

ચોખ્ખા નફાના ડિવિડન્ડ પે-આઉટ રેશીયો : વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૬ ટકા, વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૪ ટકા, વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૮ ટકા, 

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)ભારતીય એમએનસી, યુનિપાર્ટસ ઈન્ડિયા લિમિટેડ, ટ્રેકટર્સ બેઝડ ઓટો એનસીલિયરી, ચોખ્ખા  નફાના ૭૮ ટકા ડિવિડન્ડ ચૂકવતી, પૂર્ણ વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૪૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૦૦ સામે શેર રૂ.૪૩૨ ભાવે ઉદ્યોગના સરેરાશ ૩૭ના પી/ઈ સામે ૧૦.૭૯ના પી/ઈએ  ટ્રેડ થઈ રહ્યો છે.

Next Post
ખેડા જિલ્લામાં 10 વર્ષમાં ખાનગીમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો | 5910 student…

ખેડા જિલ્લામાં 10 વર્ષમાં ખાનગીમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો | 5910 student...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…
GUJARAT

ભારતને મળશે સસ્તું પેટ્રોલ-ડીઝલ! પાકિસ્તાનને ઝટકો: UAEની ઓપેક છોડવાની જાહેરાતથી કોને કોને ફાયદો? | U…

UAE’s OPEC Exit : સંયુક્ત આરબ અમીરાતે ક્રૂડ ઓઇલ ઉત્પાદન કરતા દેશોના સંગઠન OPECમાંથી બહાર નિકળવાનો નિર્ણય લઈને સાઉદી અરેબિયા...

Read more

સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય: સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી…

Exit Poll 2026 Live: આસામમાં ભાજપની હેટ્રીકનું અનુમાન, એક્ઝિટ પોલના તારણ શરૂ, પશ્ચિમ બંગાળમાં કોની સ…

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…

બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં | west be…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In