• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, July 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

satyasamachar by satyasamachar
July 21, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Load More

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન પીએસયુ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) એ આજે ‘ભારતગેસ લાઇટ ઝિપ’ નામની પ્રીમિયમ ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સેવા લોન્ચ કરી છે, જે તાત્કાલિક નવું કનેક્શન (Instant New Connection) અને એક્સપ્રેસ ડિલિવરી (Express Delivery) દ્વારા ગ્રાહકોના અનુભવને નવી વ્યાખ્યા આપવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી છે.

આ પ્રોડક્ટનું લોન્ચિંગ બીપીસીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય ખન્નાના હસ્તે, ડિરેક્ટર (માર્કેટિંગ) શ્રી શુભંકર સેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

‘ભારતગેસ લાઇટ ઝિપ’ બીપીસીએલની આગામી પેઢીની ગ્રાહક-કેન્દ્રિત એલપીજી સોલ્યુશન્સનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં હળવા વજનના કોમ્પોઝિટ ભારતગેસ લાઇટ સિલિન્ડરના તમામ ફાયદાઓને ડિજિટલ આધારિત પ્રીમિયમ સર્વિસ મોડલ સાથે જોડવામાં આવ્યા છે, જે ઝડપ, સુવિધા અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ પર કેન્દ્રિત છે.

આ પ્રસંગે બીપીસીએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય ખન્નાએ જણાવ્યું હતું કે, “ભારતગેસ લાઇટ ઝિપ બીપીસીએલની ગ્રાહક-કેન્દ્રિત નવીનતાની યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આજના સમજદાર ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ સેવા અદ્યતન કોમ્પોઝિટ સિલિન્ડર ટેક્નોલોજીને પ્રીમિયમ સર્વિસ અનુભવ સાથે જોડે છે, જેથી વધુ સુવિધા પ્રાપ્ત થાય અને સાથે સાથે ભારતગેસની સર્વોચ્ચ સલામતી અને વિશ્વસનીયતા જળવાઈ રહે.

બીપીસીએલમાં અમે સતત એવી નવીન સેવાઓ વિકસાવી રહ્યા છીએ, જે ટેક્નોલોજી અને ઓપરેશનલ શ્રેષ્ઠતાના માધ્યમથી ગ્રાહકોના રોજિંદા જીવનને વધુ સરળ બનાવે.

હું અમારા ભારતગેસ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ડિલિવરી કર્મચારીઓના અમૂલ્ય યોગદાનને પણ અભિનંદન આપું છું. તેમની નિષ્ઠા અને સમર્પણને કારણે લાખો પરિવારોનો બીપીસીએલ પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે, ખાસ કરીને તાજેતરના પડકારજનક સમયમાં. સાથે મળીને અમે ગ્રાહકોને ભવિષ્યને અનુકૂળ અને નવીન ઊર્જા સોલ્યુશન્સ પૂરા પાડતા રહીશું, જે તેમના અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે અને લાંબા ગાળાનું મૂલ્ય સર્જશે.”

બીપીસીએલના ડિરેક્ટર (માર્કેટિંગ) શ્રી શુભંકર સેનએ જણાવ્યું હતું કે, “બીપીસીએલમાં નવીનતાનું મુખ્ય ધ્યેય હંમેશા ગ્રાહકો માટે અર્થપૂર્ણ મૂલ્યનું સર્જન રહ્યું છે. ભારતગેસ લાઇટ ઝિપ આ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જે વધુ સુરક્ષિત, હળવા અને સ્માર્ટ એલપીજી સોલ્યુશનને ડિજિટલ-ફર્સ્ટ સર્વિસ અનુભવ સાથે રજૂ કરે છે.

ગ્રાહકોની અપેક્ષાઓ સતત બદલાઈ રહી છે અને તેથી હવે અમારું ધ્યાન માત્ર પ્રોડક્ટ પહોંચાડવા પૂરતું નથી, પરંતુ અનુકૂળ, પારદર્શક અને વિશ્વસનીય એન્ડ-ટુ-એન્ડ એનર્જી સોલ્યુશન્સ પ્રદાન કરવા પર છે.

100 ટકા ડિજિટલ બુકિંગ, OTP આધારિત ડિલિવરી ઓથેન્ટિકેશન અને ‘ઝીરો કા દમ’ ગુણવત્તા ખાતરી કાર્યક્રમ જેવી પહેલ દ્વારા અમે દરેક તબક્કે ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. ભારતગેસ લાઇટ પ્રીમિયમ એ નવીનતા, સલામતી અને શ્રેષ્ઠ સેવા દ્વારા ભારતના ઘરોમાં એલપીજી અનુભવને નવી ઊંચાઈએ લઈ જવાનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.”

પ્રીમિયમ એલપીજી અનુભવ

ભારતગેસ લાઇટ ઝિપ ખાસ એવા ગ્રાહકો માટે વિકસાવવામાં આવી છે, જેઓ સુવિધા, ઝડપ અને આધુનિક સેવા ધોરણોને મહત્ત્વ આપે છે. આ સેવા બે મુખ્ય વિશેષતાઓ પર આધારિત છે:

તાત્કાલિક નવું કનેક્શન (Instant New Connection): સરળ અને ઝડપી પ્રક્રિયા દ્વારા તરત જ નવું એલપીજી કનેક્શન મેળવવાની સુવિધા.

એક્સપ્રેસ ડિલિવરી (Express Delivery): એલપીજી સિલિન્ડરની ઝડપી ડિલિવરી દ્વારા વધુ સારો ગ્રાહક અનુભવ.

આ ઉપરાંત ભારતગેસ લાઇટ કોમ્પોઝિટ સિલિન્ડરના તમામ વિશિષ્ટ લાભો યથાવત્ રહેશે:

સરળતાથી ઉપાડી શકાય તેવી હળવા વજનની ડિઝાઇનકાટમુક્ત (Corrosion-free) કોમ્પોઝિટ બોડી

પારદર્શક બોડી દ્વારા સિલિન્ડરમાં રહેલા એલપીજીનું સ્તર જોઈ શકવાની સુવિધા  વધુ સુરક્ષા આધુનિક અને આકર્ષક ડિઝાઇન ઉપયોગમાં વધુ સરળતા આધુનિક ભારત માટે વિશેષ ડિઝાઇન

ભારતગેસ લાઇટ ઝિપ ખાસ કરીને એવા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી છે, જેમ કે નોકરી કરતા વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને સતત સ્થળાંતર કરતા લોકો, જેઓ ઝડપ, સુવિધા, વિશ્વસનીયતા અને સરળ સેવા અનુભવને મહત્ત્વ આપે છે.

ભારતગેસ લાઇટ ઝિપ દ્વારા બીપીસીએલ નવીનતા અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ સેવા ગ્રાહકોને તાત્કાલિક ઉપલબ્ધતા, એક્સપ્રેસ ડિલિવરી અને શ્રેષ્ઠ સુવિધાનો અનોખો અનુભવ પ્રદાન કરે છે.

પ્રોડક્ટનું રોલઆઉટ

આજે ભારતગેસ લાઇટ ઝિપનું લોન્ચિંગ મુંબઈ બજારમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ 15 ઓગસ્ટ 2026 સુધીમાં દેશના 24 રાજ્યોના 100 શહેરોમાં આ સેવા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ દેશના અન્ય તમામ મુખ્ય શહેરોમાં પણ તેનું તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવશે, જેથી વધુમાં વધુ ગ્રાહકો આ પ્રીમિયમ સેવાનો લાભ મેળવી શકે.

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) વિશે

ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ ભારતની બીજી સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ એનર્જી કંપનીઓમાંની એક છે. કંપની ક્રૂડ ઓઈલ રિફાઇનિંગ તેમજ પેટ્રોલિયમ ઉત્પાદનોના માર્કેટિંગ સાથે ઓઈલ અને ગેસ ઉદ્યોગના અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બંને ક્ષેત્રોમાં કાર્યરત છે. કંપનીને મહારત્નનો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે, જેના કારણે તેને વધુ ઓપરેશનલ અને નાણાકીય સ્વાયત્તતા મળી છે.

મુંબઈ, કોચી અને બીના ખાતે આવેલી ભારત પેટ્રોલિયમની રિફાઇનરીઓની સંયુક્ત રિફાઇનિંગ ક્ષમતા આશરે 35.3 MMTPA છે. કંપની પાસે ઇન્સ્ટોલેશન્સ, ડેપો, ફ્યુઅલ સ્ટેશન્સ, એવિએશન સર્વિસ સ્ટેશન્સ અને એલપીજી ડિસ્ટ્રિબ્યુટર્સનું વિશાળ નેટવર્ક છે. તેના વિતરણ નેટવર્કમાં 25,300થી વધુ ફ્યુઅલ સ્ટેશન્સ, 1,000થી વધુ CNG સ્ટેશન્સ, 6,250થી વધુ LPG ડિસ્ટ્રિબ્યુટર્સ, 440થી વધુ લ્યુબ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ, 81 POL સ્ટોરેજ લોકેશન્સ, 56 LPG બોટલિંગ પ્લાન્ટ્સ, 81 એવિએશન સર્વિસ સ્ટેશન્સ, 5 લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટ્સ અને 6 ક્રોસ-કન્ટ્રી પાઇપલાઇન્સનો સમાવેશ થાય છે.

ભારત પેટ્રોલિયમ પોતાની વ્યૂહરચના, રોકાણો તેમજ પર્યાવરણીય અને સામાજિક લક્ષ્યોને એકીકૃત કરીને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. કંપનીએ 6,800થી વધુ ફ્યુઅલ સ્ટેશન્સ પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ટકાઉ ઊર્જા ક્ષેત્રે કંપની 2040 સુધીમાં સ્કોપ-1 અને સ્કોપ-2 ઉત્સર્જનમાં નેટ ઝીરો એનર્જી કંપની બનવાનું લક્ષ્ય ધરાવે છે.

‘Energising Lives’ના મુખ્ય ધ્યેય સાથે ભારત પેટ્રોલિયમ શિક્ષણ, જળ સંરક્ષણ, કૌશલ્ય વિકાસ, આરોગ્ય, સમુદાય વિકાસ, ક્ષમતા નિર્માણ અને કર્મચારી સ્વયંસેવકતા જેવા ક્ષેત્રોમાં વિવિધ સામાજિક પહેલો દ્વારા સમાજના વિકાસમાં યોગદાન આપી રહી છે. કંપનીનું વિઝન પ્રતિભા, નવીનતા અને ટેક્નોલોજીના આધારે વૈશ્વિક સ્તરે પ્રશંસનીય ઊર્જા કંપની બનવાનું છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

અમદાવાદ: ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને મહારત્ન પીએસયુ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) એ આજે ‘ભારતગેસ લાઇટ ઝિપ’ નામની પ્રીમિયમ...

Read more

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In