• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત-ઓમાન વચ્ચે CEPA લાગુ: 99 ટકા સામાન પર ઝીરો ડ્યુટી! જાણો કોને કોને મળશે લાભ | India Oman CEPA Tr…

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારત-ઓમાન વચ્ચે CEPA લાગુ: 99 ટકા સામાન પર ઝીરો ડ્યુટી! જાણો કોને કોને મળશે લાભ | India Oman CEPA Tr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

India-Oman CEPA Trade Deal : ભારત-ઓમાન વચ્ચે થયેલો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એટલે કે CEPA પહેલી જૂન એટલે કે આજથી સત્તાવાર રીતે લાગુ થઈ ગયો છે. આ માત્ર સોદો મુક્ત વ્યાપાર કરાર નથી, પરંતુ તેનાથી બંને દેશો વચ્ચે રોકાણ, નોકરીઓ, સેવાઓ અને વ્યૂહાત્મક સંબંધોને એક નવી ઊંચાઈ મળશે. ખાસ કરીને ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વર્તમાન તણાવને જોતા આ કરાર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર આ ડીલ અંગે ખુશી વ્યક્ત કરી છે.

બંને દેશો વચ્ચે 10.61 અબજ ડૉલરનો વેપાર

નાણાકીય વર્ષ 2024-25માં ભારત અને ઓમાન વચ્ચેનો કુલ વેપાર 10.61 અબજ ડૉલર સુધી પહોંચી ગયો છે, જે અગાઉના વર્ષે 8.94 અબજ ડૉલર હતો. આ વ્યાપારમાં ભારત તરફથી 4.06 અબજ ડૉલરની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે ઓમાનથી 6.55 અબજ ડૉલરની આયાત થઈ હતી. વેપારની સાથે આઈટી, ટેલિકોમ, ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ જેવા સર્વિસ સેક્ટરમાં પણ ભારતની આવક વર્ષ 2020ના 397 મિલિયન ડૉલરથી વધીને વર્ષ 2023માં 617 મિલિયન ડૉલર થઈ ગઈ છે.

ભારતના 99.38% નિકાસ સામાન પર હવે કોઈ ટેક્સ નહીં

આ કરારની સૌથી મોટી ખાસિયત એ છે કે, હવે ઓમાનના બજારમાં ભારતના લગભગ 99.38% સામાન પર કોઈ આયાત વેરો એટલે કે ડ્યુટી ચૂકવવી નહીં પડે. અગાઉ માત્ર 15.33% સામાનને જ આ પ્રકારનો લાભ મળતો હતો. હવે ટેક્સ ફ્રી એક્સેસ મળવાના કારણે ઓમાનના બજારમાં ભારતીય પ્રોડક્ટ્સ સસ્તી થશે અને અન્ય દેશોની સરખામણીમાં ભારતીય વેપારીઓ વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો : CM શુભેન્દુના દાવાથી TMC ફફડી, તાત્કાલીક કરી મોટી કાર્યવાહી

એન્જિનિયરિંગથી લઈને નાના ઉદ્યોગો માટે સોનેરી તક

ઓમાનનું આયાત બજાર 28 અબજ ડૉલરથી વધુનું છે. આ ડીલના કારણે ભારતના એન્જિનિયરિંગ સામાન, મશીનરી, દવાઓ, ખેતી ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફૂડ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને દાગીના ઉદ્યોગને સીધો ફાયદો થશે. આ ઉપરાંત ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSME સેક્ટરની હજારો ફેક્ટરીઓ માટે આ કરાર ગેમચેન્જર સાબિત થશે, જેનાથી દેશમાં ઉત્પાદન વધશે અને નવી રોજગારીની તકો ઊભી થશે.

ખેડૂતોના હિતોનું રક્ષણ

ભારત સરકારે વ્યાપાર વધારવાની સાથે દેશના ખેડૂતો અને સ્થાનિક ઉદ્યોગોની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે. આ અંતર્ગત ડેરી પ્રોડક્ટ્સ, ખાદ્ય તેલ, મધ, શાકભાજી, ફળો, ચા, કોફી અને મસાલા જેવા સંવેદનશીલ ઉત્પાદનોને આ કરારથી બહાર રાખવામાં આવ્યા છે, જેથી વિદેશથી આવતી સસ્તી વસ્તુઓના કારણે ભારતીય ખેડૂતોને કોઈ નુકસાન ન થાય.

મુશ્કેલ સમયમાં ઓમાન ભારતનો સાચો સાથી

ભૌગોલિક દ્રષ્ટિએ ઓમાનના બંદરો દરિયાઈ તણાવવાળા વિસ્તારોથી બહાર આવેલા છે. તાજેતરમાં જ્યારે ખાડી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ અને ભારતનો અન્ય દેશો સાથેનો વેપાર ઘટ્યો, ત્યારે ઓમાનથી થતી આયાતમાં 246%નો મોટો ઉછાળો આવ્યો હતો. ભારત પોતાની ઊર્જા સુરક્ષા માટે ઓમાન પર ઘણો નિર્ભર છે અને નાણાકીય વર્ષ 2025-26માં ભારતે ઓમાન પાસેથી 7.2 અબજ ડૉલરની કિંમતનું ક્રૂડ ઓઇલ, એલએનજી અને યુરિયા ખરીદ્યું છે. સંકટના સમયમાં પણ ઓમાન ભારત માટે એક સુરક્ષિત વેપારી માર્ગ સાબિત થયો છે.

ભારતીય પ્રોફેશનલ્સ માટે નોકરીની નવી તકો

આ કરાર માત્ર સામાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનાથી ભારતના આઈટી નિષ્ણાતો, એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, શિક્ષકો અને એકાઉન્ટન્ટ્સ જેવા વ્યાવસાયિકો માટે ઓમાનમાં નોકરી મેળવવાનું અને ત્યાં જઈને કામ કરવાનું કામ ઘણું સરળ બની જશે. વૈશ્વિક અનિશ્ચિતતાની વચ્ચે ભારતને આ કરાર દ્વારા એક વિશ્વાસુ અને મજબૂત આર્થિક ભાગીદાર મળ્યો છે.

આ પણ વાંચો : ભાજપનું ટેન્શન વધ્યું, માંડ-માંડ 1 બેઠક જીત્યા બાદ દિગ્ગજ નેતા નારાજ થયા, નવી પાર્ટી બનાવશે !

Next Post
અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિય…

અમદાવાદ: પરિણીતાના અશ્લીલ ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી તેના જ પતિને મોકલ્યા, રાણીપ પોલીસમાં ફરિય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In