• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાલિતાણા-સુરત વચ્ચે ટ્રેન શરૃ કરવા રજૂઆત | Proposal to start train between Palitana Surat

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹7,000 તો સોનામાં ₹2,600 થી વધુનો કડાકો | Gold Silver Price Cr…

ગુજરાતના 3 જિલ્લામાં અઢીથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જાણો આજની લેટેસ્ટ આગાહી | Heavy Pre Monsoon R…

Load More

Gujarat High Court: સુરત જિલ્લાના માંડવીના છ વ્યક્તિ સામે નોંધાયેલી FIR અને તે પછીની કાર્યવાહી રદ કરવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે. જેમાં એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે દાખલ કરાયેલી આ અરજીમાં અરજદારોએ રજૂઆત કરી છે કે, પરિવારના એક સભ્ય સાથે જોડાયેલા અલગ વિવાદ બાદ તેઓને “વેરભાવ અને પૂર્વઆયોજિત” રીતે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.

માંડવી ધર્મપરિવર્તન વિવાદ

આ કેસની શરૂઆત 16 મે 2025ના રોજ એક મહિલા દ્વારા ડૉક્ટર અંકિતભાઈ ચૌધરી વિરુદ્ધ નોંધાવવામાં આવેલી FIRથી થઈ હતી, જેમાં છેતરપિંડીથી શારીરિક સંબંધ બાંધવા(કલમ 69, BNS) અને ગુનાઇત ધમકી (કલમ 351(3), BNS)ના આરોપો લગાવાયા હતા. મુખ્ય આરોપીને આગોતરા જામીન મળ્યા અને ચાર્જશીટ દાખલ થયા બાદ, પોલીસે ફરિયાદીના પૂરક નિવેદનના આધારે “વધુ તપાસ” શરૂ કરી હતી. આ તપાસને અંતે ડૉક્ટરના પરિવારના સભ્યો, જેમાં તેમના માતા-પિતા, બહેનો અને કૌટુંબિક મિત્રોનો સમાવેશ થાય છે, તેમની સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003ની ગંભીર કલમો 4(1), 4(2) અને 4(C)(1)નો ઉમેરો કરવામાં આવ્યો હતો.

સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અરજી

અરજદાર માતા, પિતા, બહેનોની દલીલ છે કે, તપાસ અધિકારીએ અતિઉત્સાહમાં આવીને બે અલગ-અલગ દિશાઓમાં ‘એક નિષ્ફળ સંબંધનો આરોપ’ અને ત્યારબાદ કરાયેલો ‘ધર્મપરિવર્તનનો દાવા’ને એક તપાસમાં ભેગા કરી દીધા છે, જે માત્ર સમગ્ર પરિવારને હેરાન કરવા માટે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, એડવોકેટે ધ્યાન દોર્યું હતું કે આ કાયદાની કલમ 6 મુજબ જરૂરી એવી જિલ્લા મેજિસ્ટ્રેટની અનિવાર્ય પૂર્વ મંજૂરી મેળવવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યું છે, જેના કારણે સમગ્ર પ્રક્રિયા કાયદેસર રીતે રદબાતલ ઠરે છે.

અરજીમાં મુખ્યત્વે હાઈકોર્ટને વિનંતી કરવામાં આવી છે કે, આ FIR અને તે સંબંધિત તમામ કાર્યવાહી રદ કરવામાં આવે. જેમાં 12 અને 15 ડિસેમ્બર 2025ના ન્યાયિક આદેશોનો પણ સમાવેશ થાય છે, જેના દ્વારા ધર્મપરિવર્તનના આરોપો ઉમેરવાની મંજૂરી અપાઈ હતી. આ સાથે જ, અરજીનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી માંડવી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી વધુ તપાસ અને અન્ય કાર્યવાહી પર સ્ટે(રોક) લગાવવાની માગ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: આયુર્વેદિક ડૉક્ટરોના વિરોધ અને આચાર સંહિતા લાગ્યા બાદ જાગી સરકાર, નકલી ડૉક્ટરો સામે કાર્યવાહીની ‘લોલીપોપ’ આપી?

શું હતો સમગ્ર કેસ?

ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ, માંડવીમાં દવાખાનું ચલાવતા ડો. અંકિત રામજીભાઈ ચૌધરી(ઉં.વ. 30)એ પતિની સારવાર માટે આવતી એક મહિલાને કથિત રીતે નિશાન બનાવી હતી. જેમાં એવો આક્ષેપ છે કે, ડૉક્ટરે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તેણે મહિલા સામે એવી શરત મૂકી હોવાનું કહેવાય છે કે જો તે તેના આખા પરિવારનું ધર્મપરિવર્તન કરાવે તો જ તે તેની સાથે લગ્ન કરશે. આ ઘટનાઓ બાદ મહિલાએ 16 મે 2025ના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં ડૉ. અંકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન ડૉ. અંકિતના પિતા રામજીભાઈ ડુબલભાઈ ચૌધરી (ઉં.વ. 56)ની સંડોવણી પણ બહાર આવી હોવાનો દાવો કરાયો છે. એવો દાવો છે કે, રામજીભાઈ પીપલવાડા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય છે અને ખ્રિસ્તી ધર્મમાં ‘પાસ્ટર’ તરીકે પણ કાર્યરત છે. વધુમાં એવો પણ આક્ષેપ છે કે, વર્ષ 2014માં તેમણે ‘ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી, જેના તેઓ હાલ પ્રમુખ છે.

Next Post
અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાલિતાણા-સુરત વચ્ચે ટ્રેન શરૃ કરવા રજૂઆત | Proposal to start train between Palitana Surat

પાલિતાણા-સુરત વચ્ચે ટ્રેન શરૃ કરવા રજૂઆત | Proposal to start train between Palitana Surat

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹7,000 તો સોનામાં ₹2,600 થી વધુનો કડાકો | Gold Silver Price Cr…

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹7,000 તો સોનામાં ₹2,600 થી વધુનો કડાકો | Gold Silver Price Cr…

ગુજરાતના 3 જિલ્લામાં અઢીથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જાણો આજની લેટેસ્ટ આગાહી | Heavy Pre Monsoon R…

ગુજરાતના 3 જિલ્લામાં અઢીથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જાણો આજની લેટેસ્ટ આગાહી | Heavy Pre Monsoon R…

અચાનક કેમ તૂટ્યું શેરબજાર? સેન્સેક્સમાં 800 તો નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો | Share Market Cra…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાલિતાણા-સુરત વચ્ચે ટ્રેન શરૃ કરવા રજૂઆત | Proposal to start train between Palitana Surat
GUJARAT

ત્રણતાલુકાના હજારો લોકો ખાનગી બસોમાં મુસાફરી કરવા મજબૂર ગારિયાધારતાલુકાને પણ રેલ કનેક્ટિવિટીથી જોડવી જરૃરી પાલિતાણા –  યાત્રાધામપાલિતાણાથી સુરત વચ્ચે ડેઈલી ટ્રેન...

Read more

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹7,000 તો સોનામાં ₹2,600 થી વધુનો કડાકો | Gold Silver Price Cr…

ગુજરાતના 3 જિલ્લામાં અઢીથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, જાણો આજની લેટેસ્ટ આગાહી | Heavy Pre Monsoon R…

અચાનક કેમ તૂટ્યું શેરબજાર? સેન્સેક્સમાં 800 તો નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો કડાકો | Share Market Cra…

પંચમહાલ: પાવાગઢમાં વહેલી સવારે મોટી દુર્ઘટના, પથ્થર ગબડતાં બે શ્રદ્ધાળુના મોત, પાંચ લોકોનું રેસ્ક્યૂ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In