• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માતર વિધાનસભામાં મતદાર યાદીમાંથી 12,500 થી વધુ નામો કમી કરાયાનો આક્ષેપ : તંત્રની કામગીરી સામે શંકા |…

satyasamachar by satyasamachar
February 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માતર વિધાનસભામાં મતદાર યાદીમાંથી 12,500 થી વધુ નામો કમી કરાયાનો આક્ષેપ : તંત્રની કામગીરી સામે શંકા |…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

Load More

– નડિયાદ અને ખેડા જિલ્લામાં મતદાર યાદીમાંથી હજારો નામો કમી થતા લઘુમતી સમાજમાં રોષ 

– કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરાઈ : ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ફોર્મ 7 ભરીને વાંધા ઉઠાવ્યા છતા તંત્રએ કોઈ પણ ચકાસણી કર્યા વગર મતાધિકાર પર તરાપ માર્યોના આક્ષેપ 

નડિયાદ : ખેડા જિલ્લામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા બાદ પ્રસિદ્ધ થયેલી યાદીમાં લઘુમતી સમાજના હજારો મતદારોના નામ કોઈપણ પૂર્વ જાણકારી વગર કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપથી મોટો વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને માતર વિધાનસભા હેઠળના રતનપુર અને આસપાસના ગામોમાં વ્યવસ્થિત ષડ્યંત્રના રચીને ત્રાહિત વ્યક્તિઓ દ્વારા વાંધા અરજીઓ અપાવીને નામો કમી કરાવાયા હોવાના આક્ષેપ સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે.

ખેડા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા આગેવાનો અને સામાજિક કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગત ૩૦ જાન્યુઆરી સુધી વાંધા અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા ચાલી હતી, પરંતુ ૫ ફેબુ્રઆરીના રોજ જ્યારે આખરી વિગતો સામે આવી ત્યારે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. માતર વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં અંદાજે ૧૨,૫૦૦ જેટલા મતો કાઢી નાખવામાં આવ્યા છે. જેમાં રતનપુર ગામમાં ૧૪૦૦, સંધારણામાં ૬૦૦ અને મેલેજમાં ૯૦૦ જેટલા મતોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં સૌથી ગંભીર બાબત એ છે કે, જે લોકો વર્ષોેથી ત્યાં રહે છે અને જેમના પરિવારના સભ્યો પંચાયતના પ્રતિનિધિઓ છે, તેમના નામ પણ ગાયબ છે. બીએલઓ દ્વારા ત્રણ મહિના સુધી ઘરે-ઘરે જઈને કરવામાં આવેલી મહેનત બાદ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ફોર્મ નંબર ૭ ભરીને સામૂહિક રીતે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. આ વાંધા રજૂ કરનારા લોકો તે ગામના પણ નથી, છતાં તંત્રએ કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વગર હજારો લોકોના મતાધિકાર પર તરાપ મારી છે, તેવો આક્ષેપ કરાયો છે. આ મામલે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં નહીં આવે અને કસૂરવારો સામે ફોજદારી કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

બહારના લોકોએ રતનપુરના મતદારો સામે વાંધા ઉઠાવ્યા

રતનપુર ગામના ૫ વોર્ડના કુલ ૫૦૬ મતદારોના નામો કમી કરવા માટે ફોર્મ નંબર ૭ ભરીને વાંધા રજૂ કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે, આ વાંધા રજૂ કરનાર વ્યક્તિઓ રતનપુરના નાગરિકો નથી પરંતુ સોખડા, રઘુ, સાયલા અને બામણગામ જેવા અન્ય ગામોના રહેવાસી છે. જે લોકો રતનપુરની ભૌગોલિક સ્થિતિથી વાકેફ નથી તેમણે કયા આધારે આટલી મોટી સંખ્યામાં વાંધા રજૂ કર્યા તે તપાસનો વિષય છે. આ ત્રાહિત્ વ્યક્તિઓએ તંત્રને ગેરમાર્ગે દોરી ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોવાનો પણ આવેદનમાં ઉલ્લેખ છે.

વર્ષ 2002 થી નોંધાયેલા મતદારોના નામ પણ કમી

ચૂંટણી પંચના આદેશ મુજબ કોઈપણ આધાર વગર રજૂ કરાયેલા વાંધા તાત્કાલિક રદ કરવાના હોય છે, તેમ છતાં રતનપુરમાં વર્ષ ૨૦૦૨થી જેમના નામ યાદીમાં હતા તેવા કાયદેસરના મતદારોના નામ પણ કમી કરી દેવાયા છે, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઇન પોર્ટલનો દૂરુપયોગ કરીને ખોટી રીતે ફોર્મ ભરી સરકારી તંત્ર પર કામનું ભારણ વધારવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ રાજકીય ઈશારે કે હોદ્દેદારોના દબાણ હેઠળ કામગીરી થઈ હોવાની શંકા વ્યક્ત કરી ચૂંટણી અધિકારીને તટસ્થ તપાસ કરવા વિનંતી કરાઈ છે.

પૂર્વ પ્રમુખ અને સરપંચોના પરિવારના નામ ગાયબ

વહીવટી તંત્રની બેદરકારીની ચર્ચાઓ ત્યારે થાય છે, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓના પરિવારના સભ્યો જ મતાધિકારથી વંચિત રહી ગયા. માતરના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અયુબખાન પઠાણના બૂથમાં જ ૩૧૭ નામો કમી થયા છે. આ ઉપરાંત વર્તમાન સરપંચ અને પૂર્વ ઇન્ચાર્જ સરપંચોના પરિવારના નામ પણ યાદીમાંથી બાકાત છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, આ માત્ર વહીવટી ભૂલ નથી પરંતુ એક ચોક્કસ વર્ગના મતો ઘટાડવા માટેનું સુનિયોજિત ષડ્યંત્ર છે, જેમાં તંત્રના અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાય છે.

Next Post
પાટડી આઇટીઆઇ નજીક ટેન્કરની અડફેટે આધેડ બાઇક ચાલકનું મોત | Middle aged bike rider dies after being hi…

પાટડી આઇટીઆઇ નજીક ટેન્કરની અડફેટે આધેડ બાઇક ચાલકનું મોત | Middle aged bike rider dies after being hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

ઓખા, સંજીવ રાજપૂત, એબીએનએસ: કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય (ઉત્તર ગુજરાત) એ 19 સપ્ટેમ્બર 2026 ના રોજ સીજી બીચ ઓખા ખાતે...

Read more

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In