![]()
શહેરના ઠેકરનાથ સ્માશાન પાસે મા દશામાની પૌરાણિક દેરી મ્યુનિ.કોર્પોરેશનની દબાણશાખાની ટીમે તોડી પાડતા વિવાદ સર્જાયો છે.
વોર્ડ નંબર પમાં આવેલ ઠેકરનાથ સ્માશાન પાસે વર્ષો જૂની મા દશામાની દેરી આવેલી છે. સ્થાનિકો દ્વારા દેરીનું બાંધકામ કરાતા મ્યુનિ. કોર્પોરેશનની દબાણ શાખાની ટીમે પાણીગેટ પોલીસના બંદોબસ્ત સાથે આ બાંધકામ તોડી પાડતા ભારે હોબાળો થયો હતો. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ જતા માહોલ તંગ બન્યો હતો.
સ્થાનિક ભાજપના કાઉન્સિલર અને આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા અને મ્યુનિ.અધિકારીનો ઉધડો લીધો હતો. કાઉન્સિલરનું કહેવું હતું કે સંકલનમાં સરદાર એસ્ટેટના દબાણો તોડવા રજૂઆત કરી છે, એજબડી મીલ આસપાસ દબાણો છે તે દેખાતા નથી અને કાઉન્સિલરોને વિશ્વાસમાં લીધા વગર કાર્યવાહી કરવામાં આવી છે.
તો બીજી તરફ મ્યુનિ. અધિકારીનું કહેવું અધિકારીનું કહેવું છે કે સુપ્રિમ કે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નવા ધાર્મિક સ્થાનો બનશે નહિ અને સ્થળ – સ્થિતિમાં ફેરફાર કરાશે નહિ, જે અનુસંધાને મંદિરનું નવેસરથી બાંધકામ થતા કાર્યવાહી કરાઈ છે.
સ્થાનિક રહિશોનું કહેવું છે કે આ દેરી ૧૫ વર્ષ પૌરાણિક છે. મ્યુનિ.કોર્પોરેશને ભક્તોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનું કૃત્ય આચર્યું છે.















