• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

satyasamachar by satyasamachar
June 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ | Foreign l…

જામનગર નજીક સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રકનું ટાયર ફાટતાં પલ્ટી, મજૂર યુવાનનું કરુણ મોત | In a st…

બરાનપુરા વોર્ડ 13-14માં ગેરકાયદે બનેલા ઓટલા, શેડનો સફાયો | Vadodara: Illegally constructed sheds dem…

Load More

WPI Inflation: અમેરિકા ઈરાન વચ્ચે ભલે શાંતિ કરારની ડીલ ફાઈનલ થઈ ગઈ હોય પરંતુ છેલ્લા સાડા ત્રણ મહિનાથી હોર્મુઝમાં ચાલતા ઘમસાણને કારણે ભારતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દેશમાં સામાન્ય જનતા અને ગ્રાહકો પર મોંઘવારીનો મોટો બોજ આવી પડ્યો છે. મે મહિનાના જથ્થાબંધ મોંઘવારી દર (WPI) ના આંકડા જાહેર થઈ ગયા છે અને આ આંકડા અત્યંત ચિંતાજનક છે. મે મહિનામાં થોક મોંઘવારી (WPI) વધીને 9.68 ટકા પર પહોંચી ગઈ છે. આ પહેલા એપ્રિલમાં આ 8.26 ટકા પર હતી. મે મહિનામાં મોંઘવારી 43 મહિનામાં સૌથી વધુ છે. સપ્ટેમ્બર 2022માં આ 10.70 ટકા પર પહોંચી ગઈ હતી. 

હજુ પણ મોંઘવારી વધી શકે!

કોમર્સ મિનિસ્ટ્રીએ આજે એટલે કે 15 જૂને થોક મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે. મોંઘવારી વધવાનું કારણ રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ અને ફ્યુઅલના ભાવ વધવા છે. આ સિવાય અનાજ અને તેલ પણ મોંઘા થયા છે. વાસ્તવમાં, અમેરિકા અને ઈરાન વચ્ચે સાડા ત્રણ મહિનાથી તણાવ છે. જો પરિસ્થિતિ સામાન્ય નહીં થાય તો મોંઘવારી હજુ વધી શકે છે.

રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધ્યા

રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ (પ્રાઇમરી આર્ટિકલ્સ)ની મોંઘવારી 3.78 ટકાથી વધીને 4.99 ટકા થઈ ગઈ.

ખાવા-પીવાની વસ્તુઓ (ફૂડ ઇન્ડેક્સ)ની મોંઘવારી 3.11 ટકાથી વધીને 4.49 ટકા પર પહોંચી ગઈ છે.

ફ્યુઅલ અને પાવરનો થોક મોંઘવારી દર 24.89 ટકાથી વધીને 30.33 ટકા થઈ ગયો છે.

મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો થોક મોંઘવારી દર 6.68 ટકાથી વધીને 7.48 ટકા રહ્યો.

હોલસેલ મોંઘવારીના 4 ભાગ

પ્રાઇમરી આર્ટિકલ, જેનું વેટેજ 22.62 ટકા છે. ફ્યુઅલ એન્ડ પાવરનું વેટેજ 13.15 ટકા અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનું વેટેજ સૌથી વધુ 64.23 ટકા છે. પ્રાઇમરી આર્ટિકલના પણ ચાર ભાગ છે.

-ફૂડ આર્ટિકલ્સ જેવા કે અનાજ, ઘઉં, શાકભાજી

-નોન ફૂડ આર્ટિકલમાં ઓઇલ સીડ્સ (તેલીબિયાં) આવે છે

-મિનરલ્સ (ખનિજો)

-ક્રૂડ પેટ્રોલિયમ

મે મહિનામાં રિટેલ મોંઘવારી 3.93 ટકા રહી

મે મહિનામાં રિટેલ મોંઘવારી વધીને 3.93 ટકા પર પહોંચી ગઈ, જે એપ્રિલમાં 3.48 ટકા હતી. છેલ્લા 5 મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે છૂટક મોંઘવારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ટાર્ગેટ 4 ટકાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે.

હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)ની સામાન્ય માણસ પર અસર

થોક મોંઘવારી લાંબા સમય સુધી વધેલી રહેવાથી મોટાભાગના પ્રોડક્ટિવ સેક્ટર પર તેની ખરાબ અસર પડે છે. જો થોક મૂલ્ય ખૂબ લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહે છે, તો પ્રોડ્યુસર્સ (ઉત્પાદકો) તેનો બોજ કન્ઝ્યુમર્સ (ગ્રાહકો) પર નાખી દે છે. સરકાર માત્ર ટેક્સ દ્વારા જ WPIને કંટ્રોલ કરી શકે છે. જેમ કે  ક્રૂડમાં તીવ્ર વધારાની સ્થિતિમાં સરકારે ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જો કે, સરકાર ટેક્સમાં ઘટાડો એક મર્યાદામાં જ ઓછો કરી શકે છે. WPIમાં વધુ વેટેજ મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવી ફેક્ટરી સાથે જોડાયેલી વસ્તુઓનું હોય છે.

મોંઘવારી કેવી રીતે માપવામાં આવે છે?

ભારતમાં બે પ્રકારની મોંઘવારી હોય છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજી થોક મોંઘવારી હોય છે. રિટેલ મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો તરફથી ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત હોય છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહે છે. જ્યારે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)નો અર્થ એ કિંમતોથી થાય છે, જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલ કરે છે. મોંઘવારી માપવા માટે અલગ-અલગ વસ્તુઓને સામેલ કરવામાં આવે છે. જેમ કે થોક મોંઘવારીમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો હિસ્સો 63.75 ટકા, પ્રાઇમરી આર્ટિકલ જેવા કે ફૂડ 22.62 ટકા અને ફ્યુઅલ એન્ડ પાવર 13.15 ટકા હોય છે. જ્યારે, રિટેલ મોંઘવારીમાં ફૂડ અને પ્રોડક્ટની ભાગીદારી 45.86 ટકા, હાઉસિંગની 10.07 ટકા અને ફ્યુઅલ સહિત અન્ય વસ્તુઓની પણ ભાગીદારી હોય છે.

Next Post
અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s…

અંકિતા ભંડારી મર્ડર કેસ: ઓડિયો વિવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની ધરપકડ | former bjp mla s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ | Foreign l…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ | Foreign l…

જામનગર નજીક સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રકનું ટાયર ફાટતાં પલ્ટી, મજૂર યુવાનનું કરુણ મોત | In a st…

જામનગર નજીક સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રકનું ટાયર ફાટતાં પલ્ટી, મજૂર યુવાનનું કરુણ મોત | In a st…

બરાનપુરા વોર્ડ 13-14માં ગેરકાયદે બનેલા ઓટલા, શેડનો સફાયો | Vadodara: Illegally constructed sheds dem…

બરાનપુરા વોર્ડ 13-14માં ગેરકાયદે બનેલા ઓટલા, શેડનો સફાયો | Vadodara: Illegally constructed sheds dem…

પેટ્રોલ-CNG ભાવધારાની ઈફેક્ટ: તા. 1લીથી રિક્ષા ભાડામાં રૂ. 10નો ઝીંકાયો વધારો | Vadodara: Effect of …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ | Foreign l…
GUJARAT

જામનગર શહેરના દી-પ્લોટ 45 વિસ્તારમાં પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી દારૂ,...

Read more

જામનગર નજીક સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ટ્રકનું ટાયર ફાટતાં પલ્ટી, મજૂર યુવાનનું કરુણ મોત | In a st…

બરાનપુરા વોર્ડ 13-14માં ગેરકાયદે બનેલા ઓટલા, શેડનો સફાયો | Vadodara: Illegally constructed sheds dem…

પેટ્રોલ-CNG ભાવધારાની ઈફેક્ટ: તા. 1લીથી રિક્ષા ભાડામાં રૂ. 10નો ઝીંકાયો વધારો | Vadodara: Effect of …

અધિક માસની સોમવતી અમાસે મહાદેવ મંદિરો ભક્તોના હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા | Huge rush at Vadoda…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In