• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું …

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 8 mins read
A A
0
લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

Load More

Parliament Session : લોકસભાના વિશેષ સત્રમાં આખરે મહિલા અનામત બિલ પસાર થઈ ના શક્યું. મહિલા અનામત અને સીમાંકન માટે આજે (17 એપ્રિલ) લોકસભામાં બંધારણીય સુધારા (Constitution Amendment Bill) વિધેયક પર મતદાન કરાયું હતું, પરંતુ બે તૃતિયાંશ બહુમતી ના મળતા આ બિલ પસાર થઈ શક્યું નથી. હવે બિલ મુદ્દે અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

સરકારે મહિલાઓના નામે યુક્તિનો ઉપયોગ કર્યો : રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘સુધારા બિલ પડી ગયું છે. તેમણે (કેન્દ્ર સરકાર) બંધારણને તોડવા માટે મહિલાઓના નામે ગેરબંધારણીય યુક્તિનો ઉપયોગ કર્યો હતો. ભારતે તે જોયું છે. INDIA ગઠબંધને તેને અટકાવ્યું છે. બંધારણનો વિજય થયો.’

આ આપણા દેશમાં લોકશાહી માટે એક મોટી જીત છે: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, ‘આ મહિલા અનામત અંગે નહીં પરંતુ લોકશાહી વિશે હતું. અમે ક્યારેય સીમાંકનને મહિલા અનામત સાથે જોડવા માટે સંમત થઈ શકીએ નહીં. આ બિલ પસાર થાય તે શક્ય નહોતું. આ આપણા દેશમાં લોકશાહી માટે એક મોટી જીત છે. જે લોકોએ હાથરસ, ઉન્નાવ અને મણિપુરમાં કોઈ કાર્યવાહી કરી ન હતી તેઓ મહિલા વિરોધી માનસિકતા વિશે વાત કરી રહ્યા છે?’

દેશની મહિલાઓ માફ નહીં કરે : પૂનમ માડમ

ભાજપના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે, ‘વર્ષ 2023માં એ નક્કી કરવામાં આવ્યું હતું કે 2029ની સામાન્ય ચૂંટણીઓ સુધીમાં સમગ્ર દેશમાં મહિલા અનામત બિલ લાગુ કરવામાં આવશે. જ્યારે સરકાર આ બિલ લઈને આવી, ત્યારે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળના ઈન્ડિ (INDI) ગઠબંધને આનો સંપૂર્ણ વિરોધ કર્યો અને બિલને પસાર થતું અટકાવ્યું. દેશની મહિલાઓ રાહુલ ગાંધી અને ઈન્ડિ ગઠબંધનને ક્યારેય માફ નહીં કરે… તેઓએ દેશની મહિલાઓ સાથે મોટો અન્યાય અને વિશ્વાસઘાત કર્યો છે…’

મહિલા અનામત બિલને વિપક્ષે સાથ ના આપ્યો: કિરેન રિજિજૂ

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, આ મહિલાઓના સન્માન અને અધિકાર આપવાથી જોડાયેલું ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ બિલ હતું. તેના પર પરિણામ આવ્યા છે. વિપક્ષે તેમાં સાથ ના આપ્યો. ખુબ દુઃખની વાત છે. તમે એક ઐતિહાસિક મોકો ગુમાવી દીધો. મહિલાઓને સન્માન અને અધિકારી આપવાનું અમારું અભિયાન શરૂ રહેશે અને અમે તેમને અધિકાર અપાવીની રહીશું.

સપા કે વિપક્ષે મહિલા અનામતનો વિરોધ નથી કર્યો: અખિલેશ યાદવ

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ‘જે અમારો પક્ષ છે, તેને અમે બિલકુલ સ્પષ્ટ કરી દીધો છે. લાગે છે કે ગાડીઓ અટકી રહી છે, લાગે છે કે પ્રયાસમાં કોઈ કમી રહી ગઈ હોય. અમે મહિલા અનામતના પક્ષમાં છીએ. મહિલાઓને અનામત મળે, તેમને સુરક્ષા મળે, તેમનું સન્માન વધે, તેમને સ્થાન મળે અને લોકશાહીમાં તેમને જે સ્થાન મળવું જોઈતું હતું અમે તેના પક્ષમાં છીએ. સમાજવાદી પાર્ટી અથવા વિપક્ષમાં કોઈએ પણ મહિલા અનામતનો વિરોધ નથી કર્યો. પરંતુ તેમની સાથે જે મહિલાઓના હક-અધિકારને જ છીનવવા ઈચ્છતા હતા, તો લક્ષ્મણ રેખા વિપક્ષે એવી ખેંચી કે તેઓ તેના પાર ના કરી શક્યા.’

મહિલાઓ સાથે વિશ્વાસઘાત : બાંસુરી સ્વરાજ

ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે, ‘આજે વચનો પૂરા કરવાનો દિવસ હતો. આજે નારી શક્તિ વંદન અધિનિયમ લાગુ કરવાનો દિવસ હતો; એવું લાગે છે કે કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર ઈન્ડિ ગઠબંધન પર માત્ર રાજકીય સ્વાર્થ હાવી થઈ ગયો છે. તેઓએ મહિલાઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેમનો ભરોસો તોડ્યો છે…’

મહિલાઓની આશા તૂટી : પ્રિયંકા ચતુર્વેદી

મહિના અનામત બિલ પાસ ન થતા શિવસેના યુબીટીના નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મહિલા બિલ પાસ ન થવું તે ભારતની તે મહિલાઓ માટે દુઃખદ દિવસ છે, જેમણે સંસદ કે વિધાનસભામાં પોતાની જગ્યા બનાવવાની આશા રાખી હતી.

અમે તેઓને ધિક્કારીએ છીએ : અઠાવલેના વિપક્ષ પર પ્રહાર

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, ‘મને લાગે છે કે, કોંગ્રેસ અને વિપક્ષ મહિલા અનામતની વિરોધી છે. આ લોકતંત્ર માટે ખૂબ મોટું નુકસાન છે. કોંગ્રેસ અને વિપક્ષે આવું રાજકારણ કરી મહિલાઓને મળતા અનામત બિલનો વિરોધ કર્યો, બિલને નાપાસ કરવાનું કામ કર્યું. અમે તેઓને ધિક્કારીએ છીએ. એનડીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓની સાથે છે.’

મોટી કિંમત ચુકવવી પડશે : ગિરિરાજ સિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, ‘એ ફરી સાબિત થયું કે, કોંગ્રેસ અને INDIA ગઠબંધને મહિલા બિલને નીચે પાડવાનું કામ કર્યું છે, જે દેશની પ્રજા અને નારી શક્તિએ પણ જોયું છે. તેઓએ તેમના ચહેરા પણ જોયા છે. આવનારા દિવસોમાં તેઓએ મોટી કિંમત ચુકવવી પડશે.’

કેન્દ્ર સરકારે કશું જ આપવું ન હતું : ઈમરાન મસૂદ

કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે કહ્યું કે, ‘ભાજપ મહિલાઓને અનામત આપવા નથી માંગતી, માત્ર કાર્યક્રમ કરવા માંગે છે. આ ભાજપનું ઇવેન્ટ મેનેજમેન્ટ હતું, જે નિષ્ફળ ગયું છે. કાલથી તેઓ પૂતળા દહન કરતા જોવા મળશે. તેમને આપવું કશું જ નહોતું, માત્ર વાતો જ કરવી હતી. એ જ બધું થયું છે.’

#WATCH | Delhi | Congress MP Imran Masood says, “BJP’s event management has failed. They never wanted to give reservation.” pic.twitter.com/a0ASEQgDRm

— ANI (@ANI) April 17, 2026

મહિલા અનામત બિલની વિરુદ્ધમાં 230 મત પડ્યા

ઉલ્લેખનીય છે કે, મહિલા અનામત બિલ મુદ્દે 528 સભ્યોએ મતદાન કર્યું છે. આ પૈકી તરફેણમાં 298 મત પડ્યા છે, જ્યારે 230 સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો છે. આ સાથે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મતદાનના પરિણામોની સત્તાવાર જાહેરાત કરીને બિલના પરાજયની પુષ્ટિ કરી હતી. જ્યારબાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભાને આવતીકાલ (શનિવાર) સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. હવે લોકસભા શનિવારે સવારે 11 વાગ્યે ફરી મળશે.

Next Post
‘હું પ્લેબૉય બની ગયો હતો…’, મુંબઈના અયાન અહેમદના લવ ટ્રેપમાં નવા ચોંકાવનારા ખુલાસા | Amravati Horr…

‘હું પ્લેબૉય બની ગયો હતો...’, મુંબઈના અયાન અહેમદના લવ ટ્રેપમાં નવા ચોંકાવનારા ખુલાસા | Amravati Horr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…
GUJARAT

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

US Iran peace deal: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો આખરે અંત આવ્યો છે અને બંને દેશો વચ્ચે...

Read more

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In