![]()
વડોદરાઃ વડોદરામાં એન્ટ્રી પોઇન્ટ પર આવેલી દુમાડ ચેક પોસ્ટ પર ચાલતી લાલિયાવાડી બહાર આવતાં પગલાં લેવામાં આવ્યા છે.
દુમાડ ચેક પોસ્ટ પર સમા પોલીસ અને નડિયાદ એસઆરપી ગુ્રપ-૭ની ચેકપોસ્ટ આવેલી છે.ચેકપોસ્ટ દ્વારા ગુનેગારો તેમજ શંકાસ્પદ વાહનોને તપાસવા સહિતના કામ કરવાના હોય છે.
ગઇરાત્રે સમા પોલીસના એએસઆઇ દિપક જબ્બારસિંગ તેમની ટીમ સાથે ચેકપોસ્ટ પાસે હતા અને પોઇન્ટ પરના માણસોને તપાસતા હતા ત્યારે એસઆરપી જવાન વિક્રમ ભોઇ દારૃના નશામાં મળી આવ્યો હતો.તેે ઉભો રહી શકે કે વાત કરી શકે તેવી સ્થિતિમાં નહિ હોવાથી તેની સામે દારૃ પીધેલાનો કેસ કરી અટકાયત કરવામાં આવી હતી.
આ તબક્કે એએસઆઇ હરેશકુમાર ગઢવી પણ ગેરહાજર જણાઇ આવતાં ઉપરી અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો છે.









