![]()
Vadodara Corporation : વડોદરા પાલિકા તંત્ર દ્વારા વન ડે વન રોડ કાર્યક્રમ હેઠળ વોર્ડ નં.12માં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખિસકોલી સર્કલથી વિશ્વામિત્રી બ્રિજ સુધીના વિસ્તારમાંથી દબાણ શાખાની ટીમે જુદી જુદી સોસાયટીઓમાં રસ્તાના માર્જિનમાં બનાવેલા 25 જેટલા ઓટલા સહિત દુકાન આગળ બનાવેલા અને ફળફળાદીના 15 જેટલા શેડ તોડીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. એવી જ રીતે વોર્ડ નં. 4-6માં સંગમ ચાર રસ્તાથી કિશનવાડી-ગધેડા માર્કેટ સુધીના ગેરકાયદે હંગામી દબાણો, પાણી પીણીની લારીઓ ગલ્લા, ફળફળાદીના શેડ હટાવીને વધુ એક ટ્રક માલ સામાન કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા એક દિવસ એક રોડ કાર્યક્રમ હેઠળ સાફ સફાઈ દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 12માં ખિસકોલી સર્કલથી વિશ્વામિત્રી બ્રિજ સુધીના રોડ રસ્તામાં નડતરરૂપ તથા માર્જિનની જગ્યામાં બનાવેલા ઓટલાઓ સહિત ફળફળાદીના કાચા શેડ તોડીને રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. રોડ રસ્તાની આજુબાજુની સોસાયટીઓ દ્વારા માર્જિનની જગ્યામાં બનાવેલા 25 જેટલા ઓટલા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ ઉપરાંત ફળફળાદીના 15 કેટલા શેડનો પણ સફાયો કરીને ગેરકાયદે દબાણો હટાવી રોડ રસ્તા ખુલ્લા કરીને પાલિકા તંત્ર દ્વારા ત્રણ ટ્રક સામાન કબ્જે કરવામાં આવ્યો હતો.
આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 4-6 માં સંગમ ચાર રસ્તાથી કિશનવાડી ગધેડા માર્કેટ સુધીના વિસ્તારમાંથી ગેરકાયદે લારી ગલ્લાના દબાણો દૂર કરીને વધુ એક ટ્રક સામાન કબજે કર્યો હતો.












