• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિદેશી ફંડોએ રૂ.10,717 કરોડના શેરો ફૂંક્યા : સેન્સેક્સ 1470 પોઈન્ટ ગબડીને 74564 | Foreign funds dump…

satyasamachar by satyasamachar
March 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિદેશી ફંડોએ રૂ.10,717 કરોડના શેરો ફૂંક્યા : સેન્સેક્સ 1470 પોઈન્ટ ગબડીને 74564 | Foreign funds dump…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

ઈરાનના વળતાં આક્રમક પ્રહારે યુદ્વ વધુ ભયાવહ બનવાના એંધાણ

મુંબઈ : ઈરાનના નવા સુપ્રિમ લીડરે ઈઝરાયેલ અને અમેરિકાના પડકારીને અમેરિકી યુદ્વ જહાજો પર વળતાં આક્રમક પ્રહારો કરતાં અને બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન ટૂંક સમયમાં સરેન્ડર કરશે એવા દાવાને લઈ યુદ્વ આગામી દિવસોમાં ભયાવહ બનવાની શકયતા અને એના કારણે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ૧૦૦ ડોલરની સપાટી કુદાવી જતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો તૂટીને ૯૨.૩૭ની નવી નીચી સપાટીએ ખાબકી જતાં ભારતની હાલત કફોડી બનવાના સ્પષ્ટ સંકેતે ફંડોએ આજે શેરોમાં નવો કડાકો બોલાવી દીધો હતો. વિદેશી ફંડો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે એક દિવસમાં રૂ.૧૦,૭૧૭ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી કરતાં કડાકો બોલાઈ ગયો હતો. ઓટોમોબાઈલ શેરો અને બેંકિંગ શેરો પર મંદીવાળાઓએ મોટી પકડ મેળવી લીધી હોય એમ સતત ગાબડાં પાડવામાં આવ્યા હતા. 

યુદ્વ શરૂ થયા બાદ ૯ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની સંપતિમાં રૂ.૩૩.૬૮ લાખ કરોડનું જંગી ધોવાણ

હેલ્થકેર-ફાર્મા, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ઓઈલ-ગેસ સહિત તમામ સેક્ટરલ શેરોમાં હેમરિંગ થયું હતું. અનેક શેરો પત્તાના મહેલની માફક તૂટતાં જોવાયા હતા. સેન્સેક્સ ૧૪૭૦.૫૦ પોઈન્ટ તૂટીને ૭૫૦૦૦ની સપાટી ગુમાવી અંતે ૭૪૫૬૩.૯૨ અને  નિફટી ૫૦ સ્પોટ ૪૮૮.૦૫ પોઈન્ટ તૂટીને ૨૩૧૫૧.૧૦ બંધ રહ્યા હતા. આમ એક સપ્તાહમાં સેન્સેક્સ ૪૩૫૦ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. યુદ્વ શરૂ થયાના ૧૪ દિવસ અને આ દરમિયાન શેર બજારોમાં ૯ ટ્રેડિંગ સત્ર-દિવસમાં શેરોમાં રોકાણકારોની સંપતિનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૩.૬૮ લાખ કરોડ ધોવાઈને આજે રૂ.૪૨૯.૮૨ લાખ કરોડ રહી ગયું હતું.

ઓટો ઈન્ડેક્સ ૧૮૨૧ પોઈન્ટ તૂટયો : ભારત ફોર્જ રૂ.૧૦૩, ઉનો મિન્ડા રૂ.૫૪, મારૂતી રૂ.૪૨૭ તૂટયા

ક્રુડ ઓઈલની આગ જલદ બની રહી હોઈ દેશમાં એલપીજી સહિતના પુરવઠા સ્થિતિ સાનુકૂળ હોવાના સરકારના દાવા છતાં લોકોમાં ચિંતાને લઈ અછતની પરિસ્થિતિ સર્જવામાં આવી રહ્યાના અને આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવોમાં તીવ્ર વધારો અનિવાર્ય બનવાની આશંકાએ ઓટો ઉદ્યોગમાં મંદીના પાટીયા ઝુલવા લાગ્યા હતા. ઓટો શેરોમાં અવિરત અસાધારણ કડાકો બોલાતો જોવાયો હતો. અશોક લેલેન્ડ રૂ.૭.૫૫ ઘટીને રૂ.૧૭૦.૭૦, અપોલો ટાયર રૂ.૧૭.૩૦ ઘટીને રૂ.૪૦૦.૪૦, હીરો મોટોકોર્પ રૂ.૧૯૧.૨૫ તૂટીને રૂ.૫૨૦૪.૩૫, બોશ રૂ.૧૦૮૪.૯૦ તૂટીને રૂ.૩૦૧૯૫.૮૦, મારૂતી સુઝુકી રૂ.૪૨૭.૬૫ ઘટીને રૂ.૧૨,૫૮૮.૪૫, આઈશર મોટર્સ રૂ.૨૨૯.૬૫ ઘટીને રૂ.૬૭૪૫.૨૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૦.૧૫ તૂટીને રૂ.૩૧૪.૩૦, બજાજ ઓટો રૂ.૨૮૫.૩૦ તૂટીને રૂ.૮૮૭૯.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૨૦.૮૧ પોઈન્ટ તૂટીને ૫૩૮૭૬.૭૯ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોની હાલત વધુ કફોડી બની : બેંકેક્સ ૧૫૧૪ પોઈન્ટ તૂટયો : યુનિયન બેંક, પીએનબી તૂટયા

બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે કોર્પોરેટ લોનો સહિતમાં ડિફોલ્ટરોનું જોખમ વધવાના અને બેંકોની મોટી લોનો એનપીએ બનવાના એંધાણે ફંડો, ખેલાડીઓની બેંકિંગ શેરોમાં સતત ધૂમ વેચવાલી રહી હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૨૦ તૂટીને રૂ.૧૭૩.૯૦, પીએનબી પરૂ.૪.૯૦ તૂટીને રૂ.૧૧૧.૭૦,  કેનેરા બેંક રૂ.૫.૫૦ ઘટીને રૂ.૧૩૪.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩૮.૫૫ ઘટીને રૂ.૧૦૪૬.૮૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૨.૨૩ ઘટીને રૂ.૬૨.૫૭, એક્સિસ બેંક  રૂ.૩૬.૫૦ ઘટીને રૂ.૧૧૯૭.૨૫, બેંક ઓફ બરોડા રૂ.૮.૦૫ ઘટીને રૂ.૨૮૧.૧૦ રહ્યા હતા.બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૫૧૩.૮૦ પોઈન્ટ તૂટીને ૬૦૪૬૨.૮૮ બંધ રહ્યો હતો.

એસએમસી ગ્લોબલ, ઉગ્રો કેપિટલ, કેનફિન હોમ, આઈડીબીઆઈ, આદિત્ય બિરલા એએમસી તૂટયા

ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં ધૂમ વેચવાલી થઈ હતી. એસએમસી ગ્લોબલ રૂ.૭.૫૦ તૂટીને રૂ.૬૩.૩૪, ઉગ્રો કેપિટલ રૂ.૬.૬૦ ઘટીને રૂ.૮૯.૮૫, કેનફિન હોમ રૂ.૫૯.૫૦ તૂટીને રૂ.૮૧૫.૧૫, આઈડીબીઆઈ બેંક રૂ.૬.૬૦ ઘટીને રૂ.૯૨.૨૦, આદિત્ય બિરલા એએમસી રૂ.૬૫.૫૫ તૂટીને રૂ.૯૩૪.૬૫, જે એન્ડ કે બેંક રૂ.૬.૩૫ ઘટીને રૂ.૧૨૧.૨૫, નોર્થન આર્ક રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૨૨૧.૧૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૬.૧૦ તૂટીને રૂ.૩૩૦.૨૦ રહ્યા હતા.

મેટલ ઈન્ડેક્સ ૧૮૯૦ ખાબક્યો : જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો, નાલ્કો, હિન્દ. ઝિંક, ટાટા સ્ટીલ તૂટયા

મેટલ-માઈનીંગ ક્ષેત્રે પણ ફરી વિશ્વભરમાં ઔદ્યોગિક મંદીના એંધાણે મેટલની માંગમાં ધરખમ ઘટાડાની શકયતાએ આજે મેટલ શેરોમાં ફરી મોટાપાયે હેમરિંગ થયું હતું. જિન્દાલ સ્ટીલ રૂ.૮૨.૩૫ તૂટીને રૂ.૧૧૪૨.૮૦, હિન્દાલ્કો રૂ.૬૦.૪૦ તૂટીને રૂ.૯૦૯.૪૫, નાલ્કો રૂ.૨૨.૩૫ તૂટીને રૂ.૩૮૬.૯૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૩૧.૧૦ ઘટીને રૂ.૫૫૨.૮૫, લોઈડ્સ મેટલ રૂ.૬૩.૭૦ ઘટીને રૂ.૧૧૪૧.૯૦, ટાટા સ્ટીલ રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૧૮૩.૪૦ , વેદાન્તા રૂ.૩૦.૪૦ ઘટીને રૂ.૬૮૯.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૮૮૯.૫૩ પોઈન્ટ તૂટીને ૩૭૨૬૮.૭૨ બંધ રહ્યો હતો. 

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ મંદીનો  મોટો વેપાર કર્યો : કેઈન્સ રૂ.૨૨૩, જયોતી સીએનસી રૂ.૪૪ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર કંપનીઓના શેરોમાં ફંડોએ આજે મંદીનો મોટો વેપાર કર્યાની ચર્ચા હતી. કેઈન્સ રૂ.૨૨૨.૭૫ તૂટીને રૂ.૩૪૭૫.૫૦, જયોતી સીએનસી રૂ.૪૩.૯૫ તૂટીને રૂ.૭૧૫.૯૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૮૨.૯૫ ઘટીને રૂ.૮૯૭૨.૬૫, એસ્ટ્રલ રૂ.૮૫.૯૫ ઘટીને રૂ.૧૬૧૧.૦૫, મઝગાંવ ડોક રૂ.૧૧૯.૪૦ તૂટીને રૂ.૨૩૨૮.૫૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૩૨.૩૫ ઘટીને રૂ.૭૫૫.૬૫, કોચીન શિપ રૂ.૫૮.૪૫ ઘટીને રૂ.૧૩૮૬.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૦૮૪.૪૭ પોઈન્ટ તૂટીને ૬૭૬૨૦.૨૦ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલ ફરી ૧૦૦ ડોલર પાર : ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ : અદાણી ગેસ, પેટ્રોનેટ ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ૧૦૦ ડોલરની સપાટીએ પહોંચતાં દેશમાં ઓઈલ રિફાઈનરીઓ માટે નેગેટીવ પરિબળ સાથે પેટ્રોલ, ડિઝલના ભાવ વધારો અનિવાર્ય બનવાના સંકેતે આજે ફંડોએ  ઓઈલ-ગેસ શેરોમાં ધરખમ વેચવાલી કરી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૪૩ ઘટીને રૂ.૫૬૩.૯૦, એચપીસીએલ રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૩૬૮.૯૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૧૦.૩૫ તૂટીને રૂ.૨૮૬.૨૫, આઈઓસી રૂ.૩.૬૫ ઘટીને રૂ.૧૫૬.૫૦, બીપીસીએલ રૂ.૭.૧૫ ઘટીને રૂ.૩૧૯.૧૦ રહ્યા હતા.

હેલ્થકેર કંપનીઓમાં પેનીક સેલિંગ : એસએમએસ ફાર્મા, વોખાર્ટ, નાટકો ફાર્મા, થેમીસ, મોરપેન તૂટયા

હેલ્થકેર-ફાર્મા કંપનીઓના શેરોમાં આજે ફંડોની સાથે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પેનીક સેલિંગ કર્યાની ચર્ચા હતી. અનેક ફાર્મા કંપનીઓની નિકાસોને ફટકો પડવાની સાથે ફાર્મા ઉદ્યોગ માટે કાચામાલની અછતની પરિસ્થિતિ સર્જાવાના અહેવાલોએ પણ ફંડો વેચવાલ બન્યા હતા. એસએમએસ ફાર્મા રૂ.૩૨.૮૫ તૂટીને રૂ.૩૭૦.૧૦, વોખાર્ટ રૂ.૮૮.૭૫ તૂટીને રૂ.૧૨૧૧.૪૫, શિલ્પા મેડી રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૩૧૩.૨૦, નાટકો ફાર્મા રૂ.૫૯.૭૫ ઘટીને રૂ.૯૫૬.૫૫, સાંઈ લાઈફ રૂ.૫૭.૭૦ ઘટીને રૂ.૯૫૨.૫૫, થેમીસ મેડી રૂ.૪.૭૧ તૂટીને રૂ.૭૮.૧૨, મોરપેન લેબ રૂ.૨.૧૪ તૂટીને રૂ.૩૮.૧૫, એમ્ક્યોર રૂ.૭૬.૮૦ તૂટીને રૂ.૧૪૩૭.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૮૯૯.૪૭ પોઈન્ટ ખાબકીને ૪૨૭૮૭.૫૯ બંધ રહ્યો હતો. 

આઈટી શેરોમાં વૈશ્વિક બજારો પાછળ ફરી મોટું સેલિંગ : એનપીએસટી,  આરસિસ્ટમ્સ, ઓરિઓનપ્રો તૂટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં વૈશ્વિક બજારો પાછળ આજે ફંડો હેમરિંગ વધારતાં અનેક શેરોના ભાવો તૂટયા હતા. એનપીએસટી રૂ.૮૬.૨૦ તૂટીને રૂ.૮૯૫.૮૦, આરસિસ્ટમ્સ રૂ.૨૧ ઘટીને રૂ.૨૬૬.૭૫, ઓરિઓનપ્રો રૂ.૬૫.૪૫ તૂટીને રૂ.૮૫૫.૨૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૯.૪૫ ઘટીને રૂ.૫૫૫.૪૦, સાસ્કેન રૂ.૬૯.૪૫ ઘટીને રૂ.૧૦૦૭.૪૫, ક્વિક હિલ રૂ.૯.૮૦ ઘટીને રૂ.૧૪૫.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૯૬.૫૩ પોઈન્ટ તૂટીને ૨૮૧૫૧.૫૨ બંધ રહ્યો હતો.

ઘણી કંપનીઓના શેરો કાગળિયા થઈ જવાનો ફફડાટ : સ્મોલ, મિડ કેપમાં ધબડકો : ૩૪૩૯ શેરો નેગેટીવ બંધ

મહા મંદીના એંધાણ મળી રહ્યા હોય એમ આજે અનેક શેરોમાં કડાકો બોલાયો હતો. સ્મોલ, મિડ કેપના નામે પાછલા વર્ષોમાં અસાધારણ ચગી ગયેલા શેરો પૈકી ઘણી કંપનીઓના શેરો કાગળિયા બની જવાનો ફફડાટ બજારમાં ફેલાઈ ગયો હતો. જેથી ગભરાટમાં ધૂમ વેચવાલીએ માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૪૫થી વધીને ૩૪૩૯ અને વધનારની સંખ્યા ૧૫૯૮થી ઘટીને ૮૫૮ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૧૦૭૧૭ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૯૯૭૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૦,૭૧૬.૬૪ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૯૨૩.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨,૬૩૯.૮૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૯૯૭૭.૪૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૨૨,૭૦૭.૮૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૭૩૦.૪૨ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧૦.૨૪ લાખ કરોડ ધોવાઈ રૂ.૪૨૯.૮૨ લાખ કરોડ રહ્યું

યુદ્વ ભયાવહ બનવાના એંધાણે ફંડો, એચએનઆઈ ઈન્વેસ્ટરો સહિત ખેલંદાઓએ આજે શેરોમાં જાતેજાતમાં વેચવાલી કરતાં પડેલા વ્યાપક ગાબડાંના પરિણામે આજે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૧૦.૨૪ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૨૯.૮૨ લાખ કરોડ રહી હતી. છેલ્લા ૯ ટ્રેડિંગ સત્રમાં સંપતિમાં રૂ.૩૩.૬૮ લાખ કરોડનું જંગી ધોવાણ થયું છે.

Next Post
તું મારી બહેનને કેમ મેસેજ કરે છે કહીને લાકડીનાફટકા મારતા બેન્ક મેનેજરને પગે ફ્રેકચર | Ewe chon nemen…

તું મારી બહેનને કેમ મેસેજ કરે છે કહીને લાકડીનાફટકા મારતા બેન્ક મેનેજરને પગે ફ્રેકચર | Ewe chon nemen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In