• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાદો ફોન, ટેકનોલોજીથી દૂરી, નંબર પ્લેટ વગરનું વાહન, તેમ છતાં કેવી રીતે ઝડપાયો બનાવટી સાધુ બની ઠગાઇ ક…

satyasamachar by satyasamachar
June 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાદો ફોન, ટેકનોલોજીથી દૂરી, નંબર પ્લેટ વગરનું વાહન, તેમ છતાં કેવી રીતે ઝડપાયો બનાવટી સાધુ બની ઠગાઇ ક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

Fake Baba Cheating Case: વહેલી સવારે કોઈ વૃદ્ધ શાંતિથી મંદિરે જતા હોય અને રસ્તામાં કોઈ ‘પહોંચેલા સિદ્ધ બાબા’ અથવા ‘નાગા સાધુ’ હોવાનો દાવો કરીને તેમના મનની વાત જાણી લે એવું બને ખરું! બસ, અંધશ્રદ્ધાનો આવો જ વેપાર કરીને લોકો પાસેથી સોનું પડાવતો 30થી 34 વર્ષનો સાવનનાથ ઉર્ફે સંજુનાથ મદારી આખરે પોલીસના હાથે ઝડપાયો છે. વન્યજીવ સંરક્ષણના કાયદા કડક બનતાં સાપના ખેલ બતાવવાનો બાપ-દાદાનો પરંપરાગત વ્યવસાય બંધ થઈ ગયો હતો. આથી, આ શખ્સે મજૂરી કર્યા વિના પોતાના મોજશોખ પૂરા કરવા માટે મદારી વિદ્યાની હાથચાલાકી અને વાકછટાનો ઉપયોગ કરી લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું. ગુનો કરતી વખતે કોઈ પણ ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડવા અને વાહન પર નંબર પ્લેટ ન રાખવા જેવી ચાલાકીઓ વાપરવા છતાં, ઝોન-7 LCBની ટીમે બાતમીદારો અને સોનીઓના સંપર્કની મદદથી આ રીઢા ગુનેગારને પકડી પાડ્યો છે. તેની ધરપકડ સાથે જ નરોડા સહિત રાજ્યના અન્ય 5 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ સફળતાપૂર્વક ઉકેલાયો છે.

દહેગામના ગણેશપુરાનો વતની, પૂર્વજો મદારીનો ખેલ કરતાં

પકડાયેલો આરોપી સાવનનાથ ઉર્ફે સંજુનાથ મદારી મૂળ દહેગામના ગણેશપુરાનો વતની છે. આ ગુનાઓ કરવા પાછળનો તેનો મુખ્ય હેતુ કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વિના વૈભવી જીવન જીવવાનો હતો. ભૂતકાળમાં તેના પૂર્વજો સાપના ખેલ બતાવી રોજીરોટી કમાતા હતા, પરંતુ કાયદાકીય કડકાઈને કારણે ધંધો બંધ થતાં તેણે ટૂંકા રસ્તે પૈસા કમાવવા માટે વારસાગત મળેલી હાથચાલાકી અને અદભૂત વાકછટાનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું.

ભોગ બનનારને કેવી રીતે ટાર્ગેટ કરવામાં આવતા?

આ ઠગ ખાસ કરીને 45 કે 50 વર્ષથી વધુ ઉંમરના એવા વૃદ્ધોને નિશાન બનાવતો હતો જેઓ વહેલી સવારે મંદિરે જતા હોય. ભોગ બનનારાઓમાં સૌથી વધુ મહિલાઓ અને ત્યારબાદ પુરુષોનો સમાવેશ થતો હતો, કારણ કે આ ઉંમરના લોકો સવારે સોનાના દાગીના પહેરીને નીકળતા હોય છે અને તેમને ધાર્મિક વાતોમાં સરળતાથી ભોળવી શકાતા હતા.

છેતરપિંડીની સાયકોલોજિકલ પદ્ધતિ

લોકોનો વિશ્વાસ જીતવા માટે તે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવતો હતો. રસ્તામાં તે પહેલાં મંદિર જવાનો માર્ગ પૂછતો અને પછી “તમારે બે સંતાન છે?” જેવા સામાન્ય પ્રશ્નો પૂછીને પોતે સિદ્ધ પુરુષ હોવાનો દાવો કરતો. તે ભાવુક થઈને કહેતો કે, “તમે પરિવાર માટે ખૂબ મહેનત કરો છો પણ તમને ઘરમાં કોઈ સમજતું નથી.” આ સાંભળીને ભાવુક બનેલા વૃદ્ધો તેની વાતમાં આવી જતા અને તેના પર પૂરો ભરોસો કરી લેતા.

ટાર્ગેટ વ્યક્તિનો સંપૂર્ણ વિશ્વાસ જીતવા માટે તે ‘ત્રણ તબક્કાની પરીક્ષા’નું નાટક કરતો

પ્રથમ તબક્કો

પૂજાના બહાને એક રૂપિયાનો સિક્કો આપીને દાનમાં ચપ્પલ માંગતો અને “હું તો માત્ર તમારી પરીક્ષા કરતો હતો” કહીને ચપ્પલ પરત આપી દેતો.

બીજો તબક્કો

શર્ટ કે અન્ય કોઈ કિંમતી વસ્તુ માંગીને તરત જ પાછી આપી દેતો, જેથી સામેવાળી વ્યક્તિને તેના પર પાકો ભરોસો બેસી જાય.

ત્રીજો તબક્કો

જ્યારે ભોગ બનનાર વ્યક્તિ અંધશ્રદ્ધામાં સંપૂર્ણ ગળાડૂબ થઈ જાય, ત્યારે તે શરીર પર પહેરેલા સોનાના દાગીના માંગી લેતો અને તે લઈને રફુચક્કર થઈ જતો.

ગુનાની મોડસ ઓપરેન્ડી

ગુનો કરીને ભાગવા માટે તેની વ્યૂહરચના એકદમ સ્પષ્ટ હતી. તે હંમેશા પોતાના એક્ટિવા કે નાની હેચબેક કાર પર સવાર રહેતો અને વાહન ચાલુ જ રાખતો, જેથી દાગીના હાથમાં આવતાં જ તરત જ ભાગી શકાય. કેટલીકવાર તે કારની અંદર સંપૂર્ણ નગ્ન અવસ્થામાં ‘નકલી નાગા સાધુ’ બનીને બેસતો અને તેનો ડ્રાઈવર લોકો સાથે વાતચીત કરતો. ગુનો કરતી વખતે આસપાસ કોઈ CCTV કેમેરા ન હોય તેનું તે ખાસ ધ્યાન રાખતો હતો.

પોલીસ પકડથી બચવા ટેકનોલોજીથી અંતર રાખતો

પોલીસ પકડથી બચવા માટે તે કોઈ પણ પ્રકારની ડિજિટલ ફૂટપ્રિન્ટ છોડતો ન હતો. સ્માર્ટફોનને બદલે તે માત્ર સાદો કીપેડ વાળો ફોન જ વાપરતો હતો, જેમાં કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ ન હતું. આ ફોનથી તે માત્ર પોતાની પત્ની સાથે જ સંપર્કમાં રહેતો હતો. આ ઉપરાંત, તે મોટાભાગે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરતો અને જો પોલીસ પીછો કરે તેવી શંકા જાય તો ઓળખ છુપાવવા માટે જૂનું વાહન વેચીને તરત જ બીજું વાહન ખરીદી લેતો હતો. સોનું વેચવા માટે પણ તે બહુ ચાલાકી વાપરતો. જે વિસ્તારમાં ગુનો કર્યો હોય, તેનાથી બિલકુલ વિપરીત કે દૂરના વિસ્તારમાં જઈને જ સોનું વેચતો જેથી કોઈને શંકા ન જાય. તે પોતાની પાસે જરૂર પૂરતી રોકડ રાખીને બાકીનું સોનું બજારમાં વેચી મારતો અને તેમાંથી જ મોજશોખ કરતો હતો.

આ પણ વાંચો: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ

પોલીસે કેવી રીતે ઝડપી પાડ્યો?

આ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ઝોન-7 એલસીબીના 12 જવાનોની ટીમે સ્થાનિક સોનીઓ સાથે સંકલન સાધીને સઘન ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપી જ્યારે સોનું વેચવા જઈ રહ્યો હતો ત્યારે ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે માત્ર બે જ દિવસમાં નરોડાના બે ગુના ઉકેલી કાઢ્યા છે, જ્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે અગાઉ ગુજરાતના અન્ય પાંચ પોલીસ સ્ટેશનોમાં પણ વોન્ટેડ હતો.

Next Post
જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks…

જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો | Jamnagar: Man attacks...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In