• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાધનાની સિદ્ધિ માટે સ્થાન, સમય અને હેતુ મહત્વના: પૂ. પંકજભાઈ વ્યાસ

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સાધનાની સિદ્ધિ માટે સ્થાન, સમય અને હેતુ મહત્વના: પૂ. પંકજભાઈ વ્યાસ
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

Load More

શૈક્ષણિક મંચની નવમી સંગોષ્ઠિ ફોરમ એવોર્ડ અને અધ્યાત્મ સંવાદ સાથે સંપન્ન
ભાવનગર

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ હવે શિક્ષણની એક અલગ પરિપાટી ધરાવતી શૈક્ષણિક સંસ્થા તરીકેનો વિશ્વાસ મજબૂત કરી રહી છે. છેલ્લાં પાંચ વર્ષથી થઈ રહેલાં વિભિન્ન વિવિધ પ્રકલ્પોમાં શિક્ષકોને પ્રોત્સાહન,ગુણવત્તા સુધાર અને સંવાદથી શ્રેષ્ઠતાની સફર જેવા હેતુઓ લઈને આ સંસ્થા કાર્યરત છે.

દર છ મહિને યોજાતી શૈક્ષણિક સંગોષ્ઠિનો નવમો મણકો આદિજાતિ વિસ્તારમાં તેની સંવેદનાને સ્પર્શવા ધરમપુરના ઊંડાણના ચાસ માંડવા ગામમાં યોજાઈ ગયો. ગુજરાતભરના વિવિધ જિલ્લાઓના સમર્પિત શિક્ષણ સાધકો અનેક આવાગમનની સમસ્યાઓ હોવા છતાં પહોંચ્યા ત્યાં હતા.

તારીખ 20 ના રોજ શ્રી મહેશભાઈ ટંડેલના નેતૃત્વમાં કંરજવેરી પ્રાથમિક શિક્ષણ વિદ્યાલયની મુલાકાત કરીને એ સંસ્થાના શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.21 માર્ચના રોજ સવારે પક્ષીવિદ શ્રી પરેશભાઈ રાવલ સાથે સૌએ પક્ષી દર્શન કર્યું હતું.ત્યાર પછી સવારના ઉદ્ઘાટન સત્ર અને સ્વ. આલાબાપુ સાંડસુર ફોરમ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર કાર્યક્રમને સંબોધિત કરતા જાણીતા ભાગવતાચાર્ય પૂ. પંકજભાઈ વ્યાસે કહ્યું કે કોઈપણ સાધના પછી તે કર્મ સાધના હોય તો પણ ભલે અને અન્ય કોઈ માર્ગ હોય તો પણ ભલે તેમાં સિદ્ધિ મેળવવા દરેક વ્યક્તિએ સ્થાન, સમય અને હેતુને મહત્વ આપવું જોઈએ.અહીં પુરસ્કાર પામેલા પાંચ મહાનુભાવો આ સિદ્ધિ સુધી પહોંચ્યા છે તેથી આજે આપણે તેની આરતી ઉતારી છે.શ્રી શ્યામજીભાઈ દેસાઈના પુસ્તક ‘અધ્યાત્મ અને શિક્ષણ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આજે વિવિધ એવોર્ડ એનાયત થયાં જેમાં માંગરોળ જૂનાગઢના સમર્પિત અધ્યાપક કે જેમણે 40 વર્ષ સુધી શિક્ષણના ક્ષેત્રમાં અને સેવાના ક્ષેત્રમાં પોતાની જાતને આહુત કરી છે તેવા શ્રી પ્રશાંતભાઈ ચ્હાવાલાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અર્પણ થયો.જોડિયાની માધ્યમિક કન્યા વિદ્યાલયમાં કાર્યરત શ્રી મમતાબેન જોશી વીરનગરની પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દેવકુબેન બોરીચા તથા સારસા ખેડાના શ્રી કિરીટભાઈ ચૌહાણ અને ભાવનગર પરવડીના શ્રી પરેશભાઈ હીરાણીને સ્વ આલાબાપુ સાંડસુર ફોરમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

જેમાં રોકડ રકમ, સૂત્ર માલા,પ્રશસ્તિપત્ર અને શાલ અર્પણ કરવામાં આવ્યા હતાં.વ્યાસ સત્રમાં “મહાભારતની પાત્રસૃષ્ટિ અને મૂલ્ય શિક્ષણ” એ વિષય ઉપર પ્રા.કુમાર જૈમિનિ શાસ્ત્રીએ વ્યાખ્યાન આપ્યું હતું.

બપોર બાદ યોજાયેલા વાલ્મિકી સત્રમાં મોટાપોન્ડા કોલેજના અધ્યાપક ડોક્ટર આશા ગોહિલે અધ્યાત્મ શિક્ષણ અને કર્મ એ વિષય પર અને પ્રજ્ઞેશભાઈ રાઠોડ એ “અધ્યાત્મ અને વિજ્ઞાન”એ વિષય પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.

શિક્ષણ સંસ્થાઓની પરિક્રમા કરવાનો પણ ઉપક્રમ આ માધ્યમથી રહ્યો છે. જેમાં આ સ્થળથી મહારાષ્ટ્ર માત્ર સાત કિલોમીટર દૂર છે પરંતુ તેનાથી બીજા સાત કિલોમીટર દૂર નામના મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ગુહુ ગામની અનુદાનિત પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલયની મુલાકાત યોજવામાં આવી હતી.

વનવાસી કલ્યાણ સમિતિના માધ્યમથી સંચાલિત આ સંસ્થા અતિ જરૂરિયાતમંદ એવા બાળકો માટે સંજીવની રૂપ કામ કરી રહી છે. પહેલા બીજા ધોરણમાં ભણતી બાળકીઓ છાત્રાલયમાં રહેતી જોઈને ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું. વિદ્યાર્થી સભા અને શિક્ષક સભાનું આયોજન તેના પ્રધાનાચાર્ય શ્રી સુનિલ ગાવીત દ્વારા થયું હતું.

રાત્રી બેઠકમાં બગસરાના પૂ હંસ ગીરી બાપુએ અધ્યાત્મ અને જીવન પર સુંદર વાતો કરી હતી. 22 ની સવારની તુલસી સત્ર બેઠકમાં ‘માનસ: માનવ સર્જનનું મેનેજમેન્ટ’ વિષય પર રામચરિત માનસની ઉપયોગીતા શ્રી તખુભાઈ સાંડસુર દ્વારા સિદ્ધ કરવામાં આવી હતી.

ભગવદ્ ગીતા અને શિક્ષણ પર જાણીતા પ્રેરક પ્રવક્તા ડો. ધર્મેન્દ્ર કનાલાએ સુંદર રજૂઆત કરી હતી. વિવિધ સત્રોના સંચાલક તરીકે લોકસાહિત્યકાર શ્રી ભગવદ્ દાન ગઢવી, શ્રી વિમલભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ અને સુશ્રી દીપીકાબેન વાણીયાએ જવાબદારી ઉઠાવી હતી.

બે દિવસની સંગોષ્ઠિની આભાર વિધિ શ્રી શ્યામજીભાઈ દેસાઈએ કરી હતી.સ્થાનિક આયોજન પત્રકાર, શિક્ષણવિદ શ્રી મહેશભાઈ ટંડેલ કરી રહ્યા હતાં.સમગ્ર આયોજન સંકલન અને વ્યવસ્થા શ્રી તખુભાઈ સાંડસુરે કરી હતી.કાર્યક્રમ સંયોજક શ્રી હરેશભાઈ સોડવડીયા તથા લીલાબેન ઠાકરડાએ પણ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની જવાબદારીઓ ઉઠાવી હતી.આશ્રમ સંચાલકો શ્રી પિયુષભાઈ ધાનાણી તથા પૂ દેવ સ્વામી પણ વ્યવસ્થામાં સહભાગી હતાં.

Next Post
રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ…

રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint
GUJARAT

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

 વડોદરા,પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી આપવામાં આવતા પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે. વાડી ખાનગા મહોલ્લો માસૂમ એપાર્ટમેન્ટમાં...

Read more

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

બે વર્ષ પહેલા ખરીદેલા ૨૦૦ તરાપા ભંગારની હાલતમાં | 200 rafts purchased two years ago are in a dilapid…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In