![]()
– એક
સપ્તાહથી ખામી દુર કરાઇ નથી, ત્રણ પૈકી માત્ર
એક ટેબલ પર સર્જરી : દૈનિક 20ને બદલે 10 ઓપરેશન
જ કરી શકાય છે
સુરત,:
સુરત નવી સિવિલ
હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ જેવી સમકક્ષ હોવાની વાત વચ્ચે નવી સિવિલમાં ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અઠવાડિયાથી
વધુ સમયથી એ.સીમાં ટેકનિકલ ખામી સર્જાતા વિવિધ પ્રકારની સર્જરી ડીલે થઈ રહી હોવાથી
દર્દીઓ અને તેમના સંબંધીઓ હાલાકી વેઠી રહ્યા છે.
સુત્રો પાસેથી મળેલી
વિગત મુજબ દક્ષિણ ગુજરાત અને અન્ય રાજ્યો માંથી પ્રતિદિન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં
અંદાજિત ૩ હજાર ગરીબ અને મઘ્યમવર્ગના દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે આવે છે. તેવા
સમયે સિવિલ ખાતેની કિડની બિલ્ડિંગમાં આવેલા ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં ૮થી
વધુ દિવસથી એ.સીમાં ટેકનિકલ સર્જાઈ છે. જેના લીધે ઓપરેશન થિયેટરમાં બે ટેબલ ઉપર ઓપરેશન
થતા બંધ થઇ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, હાલમાં માત્ર એક ટેબલ ઉપર અકસ્માત અને
ઈમરજન્સી દર્દીઓને સર્જરી ડોકટરો દ્રારા કરવામાં આવતી હોવાનું જાણવા મળે છે.
નોધનીય છે, કે, નવી
સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અગાઉ ૩ ટેબલ પર રોજના નાનીમોટી થઈને ૨૦
થી વધુ ડોકટરો દ્વારા સર્જરી કરવામાં આવતી હતી. પણ હાલમાં એક ટેબલ પર ૮ થી૧૦ સર્જરી
થતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એક તરફ
સુરત શહેરમાં ઉનાળાની ગરમીનો પારો વધી રહ્યો લોકો ત્રાહીમામ પોકારી રહ્યાં છે. ઓપરેશન
થિયેટરમાં એ.સીમાં ખામી સર્જાવાના રોજના ઓપરેશન ઓછા થવાના લીધે ઓપરેશન ડીલે થઈ રહ્યા
છે છતા સિવિલમાં એ.સી ઓફિસમાં બેસતા જવાબદાર અધિકારી આ અંગે ગંભીરતા દાખવતા નથી. સિવિલના અધિકારીએ કહ્યું હતું કે, ઓપરેશન થિયેટરમાંમાં એ.સી રીપેરિંગની કામગીરી
ચાલુ છે અને તે જલ્દી રીપેરીંગ થઈ જશે, આ સાથે
ત્યાં જરૃરી વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓને તકલીફ ન પડે તે માટે હાલમાં
સર્જરીના ઓપરેશન થિયેટરમાં ઓર્થોપેડિકના ઓપરેશન કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.















