• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુવેન્દુ સરકારનો શુભારંભ : બંગાળમાં પહેલી વાર ભાજપનો ‘એકાધિકાર’ | Inauguration of Suvendu government…

satyasamachar by satyasamachar
May 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુવેન્દુ સરકારનો શુભારંભ : બંગાળમાં પહેલી વાર ભાજપનો ‘એકાધિકાર’ | Inauguration of Suvendu government…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

Load More

– પીએમ મોદીએ શપથગ્રહણ મંચ પરથી જનતાને ‘દંડવત’ કર્યા

– દિલિપ ઘોષ, અગ્નિમિત્રા પૌલ, અશોક કીર્તનિયા, ખુદીરામ ટુડુ, નીશિથ પ્રમાણિકે પણ મંત્રીપદના શપથ લીધા

– સર્વસમાવેશક સરકારની શરૂઆત સાથે બંગાળનું પુનનિર્માણ મોટી પ્રાથમિક્તા : મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ભાજપના ઐતિહાસિક વિજય પછી શનિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં સુવેન્દુ અધિકારીએ ભાજપના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે સ્વતંત્રતા બાદ બંગાળમાં પહેલી વખત ભાજપે એકલા હાથે ભગવા સરકાર બનાવતા સુવેન્દુ સરકારનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે ભાજપના પાંચ વરિષ્ઠ નેતાઓએ મંત્રીપદે શપથ લીધા હતા. શપથગ્રહણના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પરથી જનતાને દંડવત પ્રમાણ કરી તેમનો આભાર માન્યો હતો.

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં એક સમયે ડાબેરીઓના ગઢ અને પાછળથી તૃણમૂલ કોંગ્રેસના પ્રભુત્વ ધરાવતા ઐતિહાસિક પરેડ ગ્રાઉન્ડ મેદાનમાં શપથગ્રહણ સમારંભે બંગાળના રાજકારણમાં ભાજપના સૂર્યોદયની ઝાંકી દર્શાવી છે. આ શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ટોચના કેન્દ્રીય મંત્રીઓ, એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી. 

શપથગ્રહણ સમારંભના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાનો આભાર માનતા તેમને દંડવત પ્રમાણ કર્યા હતા અને કહ્યું કે, બંગાળની જનતાને મારો પ્રણામ. આ શપથગ્રહણ સમારંભ સાથે પશ્ચિમ બંગાળમાં ભાજપના પરિવર્તનનો નવો અધ્યાય શરૂ થયો છે.

રાજ્યપાલ આરએન રવિએ સુવેન્દુ અધિકારીને મુખ્યમંત્રીપદના શપથ અપાવ્યા હતા. તેમની સાથે આરએસએસ અને ભાજપના વરિષ્ઠ નેતા દિલિપ ઘોષ અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનિયા, ખુદીરામ ટુડુ તથા નીશિથ પ્રમાણિકે પણ મંત્રીપદના શપથ લીધા હતા. આ સાથે નવી સરકારમાં બ્રાહ્મણ, મહિલા, મતુઆ અને આદિવાસી સમુદાયનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે, જે રાજ્યમાં વ્યાપક સમાવેશક અભિગમનો સંકેત આપે છે. 

સુવેન્દુ અધિકારી બ્રાહ્મણ ચહેરો છે જ્યારે દિલિપ ઘોષ ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. કિર્તનિયા ભાજપના રાજકીય ગઢ મતુઆ સમાજ, ટુડુ આદિવાસી જંગલમહલ પ્રદેશ અને પ્રમાણિક ઉત્તર બંગાળની રાજબંશી વસતીનું પ્રતિનિધિત્વ ધરાવે છે. શનિવારે શપથ લેનારા પાંચમાંથી બે મંત્રી ઉત્તર બંગાળના અને ત્રણ દક્ષિણ બંગાળના છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના પહેલા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ઈતિહાસ રચ્યા પછી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના સરકારી કામકાજની શરૂઆત જોરસાંકો ઠાકુરવાડીમાં શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના કર્યા પછી કરશે. આજનો દિવસ માત્ર બંગાળ નહીં પરંતુ આખા દેશ માટે ઐતિહાસિક છે.

તેમણે ઉમેર્યું વડાપ્રધાન મોદીની ઈચ્છા મુજબ શપથગ્રહણ સમારંભ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જયંતિના દિવસે યોજાયો હતો. તેમની સરકારની સૌથી મોટી પ્રાથમિક્તા બંગાળનું પુનર્નિર્માણ હશે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સાંસ્કૃતિક ઓળખને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું નુકસાન થયું છે. હવે તેને સુધારવાની જરૂર છે.

પરેડ ગ્રાઉન્ડ પર શપથ ગ્રહણની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા મંચ પર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની તસવીરને શ્રદ્ધાંજલિ આપીને થઈ હતી. પીએમ મોદીએ બંગાળ ભાજપમાં ૯૮ વર્ષના સૌથી વરિષ્ઠ નેતા માખનલાલ સરકારના ચરણ સ્પર્શ કર્યા હતા અને શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. વધુમાં કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ પર શપથગ્રહણ સમારંભના મંચ પર બંગાળમાં પરિવર્તનની ઝાંકીમાં બંગાળી સંસ્કૃતિ અને આધ્યાત્મિક્તાના પ્રતીકોને વિશેષ સ્થાન અપાયું હતું. મંચ પર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની તસવીર સાથે અષ્ટભુજા સ્વરૂપમાં મહાકાલી અને ઐતિહાસિક-પૌરાણિક સમૃદ્ધિનું પ્રતીક દક્ષિણેશ્વર કાલી મંદિરના પ્રતિરૂપને સ્થાન અપાયું હતું.

Next Post
પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist…

પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત
GUJARAT

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

આણંદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત સંસ્થા બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ભાનુભાઈ આઈ. પટેલ એલિકોન હોલ, આણંદ...

Read more

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In