• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેન્સેક્સ ઈન્ટ્રા-ડે તળીયેથી 1856 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 939 વધીને 75503 | Sensex closed 939 points …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Load More

ઈરાન યુદ્વ મોરચે ગમે  તે ઘડીએ સમજૂતીની અટકળો 

મુંબઈ : ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્વ વિશ્વના ઓઈલ-ગેસના પુરવઠા સાથે અન્ય ચીજોના આયાત-નિકાર વેપારને ઠપ્પ કરી દેનારૂ કટોકટીનું બની રહ્યું હોઈ યુદ્વમાં સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસ થકી થતાં જહાજોના વહનને અટકાવી દેનાર ઈરાનના પ્રતિકાર માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશોને મદદે આવવા આજીજી કરવા લાગતાં, પરંતુ નાટો દેશો આ મામલે હજુ અસંમત હોઈ નાટો સંગઠનમાં તડાં વચ્ચે ગમે  તે ઘડીએ યુદ્વ મામલે સમજૂતીની અટકળો થવા લાગતાં આજે શેરોમાં છેલ્લા બે કલાકમાં મંદીના ખેલાડીઓએ મોટું શોર્ટ કવરિંગ કર્યું હતું. ફંડો, ખેલંદાઓની ઓટોમોબાઈલ, બેંકિંગ, મેટલ-માઈનીંગ, એફએમસીજી શેરોમાં પોઝિશન કવર થતી જોવાઈ હતી. જો કે કેપિટલ ગુડઝ-પાવર, ઓઈલ-ગેસ અને હેલ્થકેર શેરોમાં સતત વેચવાલીનું દબાણ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ આજે આરંભમાં ઘટયા મથાળેથી ઝડપી રિકવરી જોવાઈ હતી. સેન્સેક્સ આજે એક તબક્કે ઘટીને ૭૩૯૪૯.૭૬ સુધી આવ્યા બાદ ઘટયામથાળેથી ૧૮૫૫.૫૧ પોઈન્ટના ઉછાળે  ઉપરમાં ૭૫૮૦૫.૨૭ સુધી જઈ અંતે આગલા બંધની  તુલનાએ ૯૩૮.૯૩ પોઈન્ટ વધીને ૭૫૫૦૨.૮૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ એક તબક્કે ૨૩૦૦૦ની સપાટી ગુમાવી નીચામાં ૨૨૯૫૫.૨૫ સુધી આવ્યા  બાદ ઘટયામથાળેથી ૫૪૬.૭૫ પોઈન્ટ ઉછળી ઉપરમાં ૨૩૫૦૨ સુધી જઈ અંતે આગલા બંધની તુલનાએ ૨૫૭.૭૦ પોઈન્ટ ઉછળીને ૨૩૪૦૮.૮૦ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૬૬૨ પોઈન્ટ રિકવર થયો : અપોલો ટાયર, મહિન્દ્રા, બજાજ ઓટો, હીરો ઝડપી વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પાછલા દિવસોમાં સતત મંદીના હેમરિંગે કડાકો બોલાઈ ગયા બાદ આજે ઘટાડે શોર્ટ કવરિંગ થતાં રિકવરી જોવાઈ હતી. અપોલો ટાયર રૂ.૧૩.૫૫ વધીને રૂ.૪૧૩.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૪.૫૦ વધીને રૂ.૩૦૩૫.૭૦, બજાજ ઓટો રૂ.૧૯૮.૮૦ વધીને રૂ.૯૦૭૮.૬૫, હીરો મોટોકોર્પ રૂ.૭૨.૭૦ વધીને રૂ.૫૨૭૭.૦૫, મારૂતી સુઝુકી રૂ.૧૬૪.૮૫ વધીને રૂ.૧૨,૭૫૩.૩૦, ભારત ફોર્જ રૂ.૨૧.૩૦ વધીને રૂ.૧૬૯૬.૯૦, આઈશર મોટર્સ રૂ.૭૯.૭૫ વધીને રૂ.૬૮૨૫, બોશ રૂ.૧૮૪.૨૦ વધીને રૂ.૩૦,૩૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૬૧.૮૮ પોઈન્ટ વધીને ૫૪૫૩૮.૬૭ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૬૫૩ પોઈન્ટ વધ્યો : એચડીએફસી બેંક, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ પાછલા દિવસોમાં ફંડો, ખેલંદાઓની મોટી શોર્ટ પોઝિશન આજે આંશિક કવર થતી જોવાઈ હતી. એચડીએફસી બેંક રૂ.૨૩.૫૦ વધીને રૂ.૮૪૦.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૯.૭૫ વધીને રૂ.૧૦૬૬.૫૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૮.૭૦ વધીને રૂ.૧૨૭૩, એક્સિસ બેંક રૂ.૧૭.૫૦ વધીને રૂ.૧૨૧૪.૭૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૦.૫૦ વધીને રૂ.૮૨૪.૯૫ રહ્યા હતા. જ્યારે પૈસાલો રૂ.૪.૧૯ વધીને રૂ.૩૫.૨૭, સીએસબી બેંક રૂ.૨૫.૪૫ વધીને રૂ.૩૫૭.૫૦, સિટી યુનિયન બેંક રૂ.૧૧.૧૫ વધીને રૂ.૨૪૨.૮૫, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૬૨૭.૬૦ વધીને રૂ.૧૬,૨૨૬.૩૫, આધાર હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૮.૫૦ વધીને રૂ.૪૭૮.૮૫, પેટીએમ રૂ.૩૭.૬૫ વધીને રૂ.૧૦૧૪.૨૫, પૂનાવાલા ફિન રૂ.૧૫.૬૦ વધીને રૂ.૪૨૩.૩૫, કેનફિન હોમ રૂ.૨૬.૭૦ વધીને રૂ.૮૪૧.૮૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૫૩.૪૩ પોઈન્ટ વધીને ૬૧૧૧૬.૩૧ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ વધતાં ઓઈલ માર્કેટિંગ શેરોમાં ધોવાણ : અદાણી ગેસ, આઈઓસી, એચપીસીએલ ઘટયા

ઈરાન યુદ્વની આગ મિડલ ઈસ્ટમાં વિસ્ફોટક બની રહી હોઈ વિશ્વના ઓઈલ-ગેસના પુરવઠાની અનિશ્ચિતતાના પરિણામે ક્રુડ ઓઈલના ભાવ વધી આવી ૧૦૦ ડોલરની સપાટી પાર થતાં ફંડોની ઓઈલ માર્કેટિંગ પીએસયુ શેરોમાં વેચવાલી વધી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૩૭.૯૦ તૂટીને રૂ.૫૨૬, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૭.૩૦ ઘટીને રૂ.૧૪૯.૨૦, બીપીસીએલ રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૩૦૪.૯૫, એચપીસીએલ રૂ.૧૩.૪૫ ઘટીને રૂ.૩૫૫.૫૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૯.૮૫ ઘટીને રૂ.૪૬૦.૪૦, ઓએનજીસી રૂ.૫.૩૫ ઘટીને રૂ.૨૬૦.૪૦, ગેઈલ રૂ.૧.૭૫ ઘટીને રૂ.૧૪૬.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૬૧૬.૫૦ પોઈન્ટ ઘટીને ૨૬૨૪૭.૬૦ બંધ રહ્યો હતો.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭૫ હજાર કરોડ વધીને રૂ.૪૩૦.૫૭ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે શોર્ટ કવરિંગની ઝડપી રિકવરીના પરિણામે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૭૫ હજાર કરોડ વધીને રૂ.૪૩૦.૫૭ લાખ કરોડ રહી હતી.

હેલ્થકેર શેરો ડામાડોળ : શ્રી ગણેશ રેમેડિઝ, ઈન્ડોકો રેમેડિઝ, લૌરસ, યુનિકેમ, ફોર્ટિસ, લિન્કન ફાર્મા તૂટયા

ફાર્મા-હેલ્થકેર કંપનીઓ માટે પણ નિકાસ અટકવાના અને કાચામાલની અનિશ્ચિતતાને લઈ ફંડોએ શેરોમાં ફરી મોટી વેચવાલી કરતાં ઘણા શેરો ડામાડોળ થયા હતા. શ્રી ગણેશ રેમેડિઝ રૂ.૨૮.૦૫ તૂટીને રૂ.૪૭૧.૫૫, ઈન્ડોકો રેમેડિઝ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૧૮૮, લૌરસ લેબ રૂ.૪૨.૧૫ ઘટીને રૂ.૯૬૧.૫૦, યુનિકેમ લેબ. રૂ.૧૩ ઘટીને રૂ.૩૦૯.૨૦, લિન્કન ફાર્મા રૂ.૨૩.૩૫ ઘટીને રૂ.૫૮૦.૧૦, ફોર્ટિસ હેલ્થ રૂ.૩૪.૨૫ ઘટીને રૂ.૮૮૮, એફડીસી રૂ.૧૩ ઘટીને રૂ.૩૪૦, સુરક્ષા રૂ.૯ ઘટીને રૂ.૨૫૦, આરતી ફાર્મા રૂ.૨૨.૩૫ ઘટીને રૂ.૬૨૮.૪૫, કોપરાન રૂ.૩.૭૫ ઘટીને રૂ.૧૧૨.૮૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૮૨.૧૯ પોઈન્ટ ઘટીને ૪૨૩૦૫.૪૦ બંધ રહ્યો હતો.

ચોખાની નિકાસ અટકતાં એફએમસીજી શેરો તૂટયા : કેઆરબીએલ, બજાજ હિન્દુસ્તાન, ઝુઆરી ઈન્ડ. ઘટયા

એફએમસીજી શેરોમાં પણ આજે ફંડો વેચવાલ રહ્યા હતા. ભારતની ચોખાની નિકાસો મિડલ ઈસ્ટ સહિતમાં અટકતાં કંપનીઓના  બિઝનેસને ફટકો પડવાના અંદાજોએ આજે શેરોમાં વેચવાલી રહી હતી. કેઆરબીએલ રૂ.૧૭.૬૫ તૂટીને રૂ.૨૯૦.૬૫, બજાજ હિન્દુસ્તાન ૫૭ પૈસા ઘટીને રૂ.૧૫.૬૦, સુખજીત સ્ટાર્ચ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૧૬૦.૮૫, દ્વારકેશ સુગર રૂ.૧.૧૮ ઘટીને રૂ.૩૬.૬૮, ઝુઆરી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬.૪૫ ઘટીને રૂ.૨૩૨.૬૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨૫.૯૫ ઘટીને રૂ.૪૫૬૪.૬૦, ધામપુર સુગર રૂ.૩ ઘટીને રૂ.૧૧૫.૭૫, ટેસ્ટી બાઈટ રૂ.૧૩૫.૮૦ ઘટીને રૂ.૬૭૭૫ રહ્યા હતા.

ફંડોની સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૬૪૫ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં શોર્ટ કવરિંગની રિકવરી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ઈન્વેસ્ટરોની વેચવાલી સતત જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૧૦  અને વધનારની સંખ્યા ૧૪૯૦  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૯૩૬૫ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૨૫૯૪ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૯૩૬૫.૫૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૫૬૬.૫૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦૯૩૨.૦૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૧૨,૫૯૩.૩૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૨૫,૧૫૦.૪૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૫૫૭.૦૫ કરોડની વેચવાલી કરી હતી.

Next Post
ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ પડતર પ્રશ્ને 3 દિવસ કામથી અળગા રહેશે | Bhavnagar Anganwadi worke…

ભાવનગર જિલ્લામાં આંગણવાડી કર્મચારીઓ પડતર પ્રશ્ને 3 દિવસ કામથી અળગા રહેશે | Bhavnagar Anganwadi worke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

अपने गरबा ट्रैक ‘जय अम्बे’ से नवरात्रि के रंग में चार चांद लगाने के बाद, आयुष्मान खुराना और शरवरी अब...

Read more

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In