• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, August 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

મુંબઈ : ઈરાનને યુદ્વમાં પરાસ્ત કર્યાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અને બેથી ત્રણ અઠવાડિયામાં મોટા હુમલા કરી યુદ્વનો અંત લાવવાના નિવેદન સામે ઈરાનના શાસનના વળતાં  પ્રહારમાં ટ્રમ્પના દાવાને ખોખલા ગણાવી ઈરાન યુદ્વ માટે સજ્જ હોવાના અહેવાલો વચ્ચે આજે સપ્તાહના અંતે ભારતીય શેર બજારોમાં મેગા વોલેટીલિટી જોવાઈ હતી. યુદ્વનો અંત નજીક હોવાના  અમુક વર્ગના અનુમાન છતાં એક તરફ ક્રુડ ઓઈલના ભાવ ફરી વધી આવ્યા સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સટ્ટાકીય તોફાન અટકાવવા લીધેલા લિમિટના પગલાંના કારણે આજે રૂપિયો ઝડપી મજબૂત થતાં અને કેન્દ્ર સરકારે વિવિધ ઉદ્યોગોને કાચામાલની અછતથી રક્ષણ આપવા વિવિધ કેમિકલ્સ અને પેટ્રોકેમ ઉત્પાદનોની આયાતને શૂન્ય કસ્ટમ ડયુટીની ત્રણ મહિનાની રાહત આપતાં પોઝિટીવ અસરે બજારે આજે યુ-ટર્ન લીધો હતો. ફંડોએ આઈટી-સોફ્ટવેર ફ્રન્ટલાઈન શેરોની આગેવાનીમાં ઘટયા બજારને  મજબૂત સપોર્ટ આપ્યો હતો. સેન્સેક્સ આરંભિક ૧૫૮૮.૫૧ પોઈન્ટના કડાકે નીચામાં ૭૧૫૪૫.૮૧ સુધી આવ્યા બાદ ઘટયામથાળેથી આઈટી શેરોમાં તેજીના સથવારે ઝડપી રિકવર થઈ છેલ્લા અડધા કલાકમાં મોટી વોલેટીલિટીએ ઘટયામથાળેથી ૧૭૭૩.૭૪ પોઈન્ટ રિકવર થઈ અંતે આગલા બંધની તુલનાએ ૧૮૫.૨૩ પોઈન્ટ વધીને ૭૩૩૧૯.૫૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ૪૯૬.૮૫ પોઈન્ટના કડાકે નીચામાં ૨૨૧૮૨.૫૫ સુધી આવ્યા બાદ ઘટયામથાળેથી ૫૩૦.૫૫ પોઈન્ટ રિકવર થઈ અંતે આગલા બંધની તુલનાએ ૩૩.૭૦ પોઈન્ટ વધીને ૨૨૭૧૩.૧૦ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૬૯૧ પોઈન્ટ ઉછળ્યો : લેટેન્ટ વ્યુ, ઝેગલ, એચસીએલ, ટીસીએસ, કોફોર્જ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોએ આજે બજારને મજબૂત યુ-ટર્ન આપીને પોઝિટીવ ઝોનમાં લાવી દીધું હતું. લેટેન્ટ વ્યુ રૂ.૫૧.૩૦ વધીને રૂ.૩૧૧.૯૫, ઝેગલ રૂ.૧૭.૮૫ વધીને રૂ.૨૩૪.૯૫, કોફોર્જ રૂ.૫૯.૭૫ વધીને રૂ.૧૨૧૩.૫૫, સોનાટા સોફ્ટવેર રૂ.૧૧ વધીને રૂ.૨૩૧.૯૫, ઈમુદ્રા રૂ.૧૮.૬૫ વધીને રૂ.૪૧૧, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૨૨.૯૫ વધીને રૂ.૬૯૭.૦૫, સિએન્ટ રૂ.૨૫.૧૦ વધીને રૂ.૮૦૫.૭૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૭ વધીને રૂ.૧૪૦૧.૮૫, ટાટા એલેક્સી રૂ.૧૧૪.૩૦ વધીને રૂ.૪૨૪૨.૫૦, ટેક મહિન્દ્રા રૂ.૩૭.૪૫ વધીને રૂ.૧૪૪૧.૫૦, સાસ્કેન રૂ.૨૯.૧૫ વધીને રૂ.૧૧૮૩.૭૫, હેક્ઝાવેર રૂ.૧૧.૦૫ વધીને રૂ.૪૪૩.૬૫, ઈન્ફોસીસ રૂ.૨૪.૨૦ વધીને રૂ.૧૩૦૦.૪૫, ટીસીએસ રૂ.૪૩.૩૫ વધીને રૂ.૨૪૫૧.૬૫, માસ્ટેક રૂ.૨૯.૯૫ વધીને રૂ.૧૫૦૭.૭૦  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૯૧.૩૨ પોઈન્ટ ઉછળીને ૨૯૨૮૮.૧૭ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં સતત ધોવાણ : એક્યુટાસ રૂ.૨૧૬ તૂટયો : એસ્ટર ડીએમ, બાયોકોન, એપીએલ તૂટયા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ફંડોએ સતત બીજા દિવસે ઓફલોડિંગ કરતાં નરમાઈ રહી હતી. એક્યુટાસ રૂ.૨૧૬ તૂટીને રૂ.૨૧૧૦.૯૫, એસ્ટર ડીએમ રૂ.૨૯.૦૫ તૂટીને રૂ.૬૫૮.૯૦, બાયોકોન રૂ.૧૨.૬૦ તૂટીને રૂ.૩૫૨.૫૫, એપીએલ લિ. રૂ.૨૦.૩૦ તૂટીને રૂ.૬૫૫.૯૫, ટોરન્ટ ફાર્મા રૂ.૧૧૯.૪૫ તૂટીને રૂ.૩૯૮૯.૧૦, કોરોના રૂ.૪૪.૭૦ તૂટીને રૂ.૧૪૯૮.૯૦, જેબી કેમિકલ રૂ.૫૪.૨૫ ઘટીને રૂ.૧૯૫૬.૩૦, એમ્ક્યોર રૂ.૪૦.૪૦ તૂટીને રૂ.૧૫૪૮.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૧૨.૭૧ પોઈન્ટ ઘટીને ૪૧૩૭૧.૬૩  બંધ રહ્યો હતો. 

બેંકિંગ શેરોમાં ઘટાડે ફંડોનું કવરિંગ : એચડીએફસી બેંક, કોટક બેંક, એક્સિસ બેંકમાં ઘટાડે આકર્ષણ

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ઘટાડે ફંડોએ  ફરી કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. એચડીએફસી બેંક રૂ.૮.૯૫ વધીને રૂ.૭૫૧.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨.૧૦ વધીને રૂ.૩૫૮.૧૫, પીએનબી રૂ.૧૦૪.૫૦, એક્સિસ બેંક રૂ.૫.૩૦ વધીને રૂ.૧૧૯૮.૧૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩.૫૦ વધીને રૂ.૧૨૧૬.૦૫ રહ્યા હતા. આ સાથે પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૧૦.૯૦ વધીને રૂ.૪૪૪૦.૯૦, એમસીએક્સ રૂ.૧૧૬.૪૦ વધીને રૂ.૨૬૭૧.૩૫, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૧૩૫.૦૫ વધીને રૂ.૩૧૭૮.૯૫, પ્રુડેન્ટ એડવાઈઝર્સ રૂ.૭૬.૬૫ વધીને રૂ.૨૨૭૮.૯૫, કર્ણાટક બેંક રૂ.૭.૫૫ વધીને રૂ.૨૨૬, અરમાન સિક્યુરિટીઝ રૂ.૪૬.૩૦ વધીને રૂ.૧૪૨૫.૩૫, આઈસીઆઈસીઆઈ એએમસી રૂ.૮૨.૬૫ વધીને રૂ.૨૯૭૧.૦૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૨૬.૩૧ પોઈન્ટ વધીને ૫૮૦૦૯.૩૧ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરો ફરી રિવર્સ ગીયરમાં : બાલક્રિષ્ન ઈન્ડ. રૂ.૫૮, આઈશર રૂ.૧૭૮, હીરો રૂ.૧૧૧ તૂટયા

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ફરી ૭થી ૮ ટકા વધી આવતાં અને  ઘર આંગણે પ્રીમિયમ પેટ્રોલ, ડિઝલના ભાવમાં તીવ્ર વધારા સાથે આગામી દિવસોમાં યુદ્વની અનિશ્ચિતતા ચાલુ રહેવાના સંજોગોમાં ક્રુડ ઓઈલની આયાતને ફટકો પડવાના સંજોગોમાં ભાવ વધુ વધવાની શકયતાએ ઓટોમોબાઈલ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૮.૭૫ તૂટીને રૂ.૨૦૬૫, આઈશર મોટર્સ રૂ.૧૭૮.૩૦ તૂટીને રૂ.૬૬૪૭.૩૫, હીરો મોટોકોર્પ રૂ.૧૧૦.૭૫ તૂટીને રૂ.૫૦૧૩.૪૦, એમઆરએફ રૂ.૨૭૮૪.૦૫ તૂટીને રૂ.૧,૨૬,૪૪૬.૦૫, ઉનો મિન્ડા રૂ.૨૦.૪૦ ઘટીને રૂ.૧૦૨૪.૫૦, બજાજ ઓટો રૂ.૧૩૯.૪૫ તૂટીને રૂ.૮૭૫૯.૫૫, ભારત ફોર્જ રૂ.૨૬ ઘટીને રૂ.૧૬૪૨.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૪૭.૯૭ પોઈન્ટ ઘટીને ૫૩૨૩૩.૮૬ બંધ રહ્યો હતો. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી : પીજી ઈલેક્ટ્રો, અંબર, ડિક્સન, એશીયન પેઈન્ટ, બ્લુ સ્ટાર ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોએ  આજે હળવા થવાનું પસંદ કરતાં વેચવાલી જોવાઈ હતી. પીજી ઈલેક્ટ્રો રૂ.૨૬.૩૫ ઘટીને રૂ.૪૫૪.૫૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૮૨.૬૦ ઘટીને રૂ.૬૨૮૧.૫૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૨૮.૭૦ ઘટીને રૂ.૯૯૨૨, એશીયન પેઈન્ટ રૂ.૫૪.૬૫ ઘટીને રૂ.૨૧૬૯.૩૫, બ્લુ સ્ટાર રૂ.૨૭.૪૫ ઘટીને રૂ.૧૫૨૯.૧૫, વોલ્ટાસ રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૧૨૩૫.૮૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૬૫.૮૬ પોઈન્ટ ઘટીને ૪૩૩૨૦.૧૭ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ઘટાડે આકર્ષણ : લોઈડ્સ મેટલ રૂ.૪૨ વધીને રૂ.૧૩૯૦ : જિન્દાલ સ્ટેનલેસ, વેદાન્તા વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં  પણ આજે આરંભિક કડાકા બાદ ઘટાડે ફંડો લેવાલ રહ્યા હતા. લોઈડ્સ મેટલ રૂ.૪૧.૯૦ વધીને રૂ.૧૩૯૦.૦૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૭૧૭.૭૫, વેદાન્તા રૂ.૧૦.૪૦ વધીને રૂ.૬૮૭.૮૦, હિન્દાલ્કો રૂ.૧૨.૬૦ વધીને રૂ.૯૧૭.૨૦, નાલ્કો રૂ.૨.૦૫ વધીને રૂ.૪૦૧.૭૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૩૩.૭૩ પોઈન્ટ વધીને ૩૭૮૧૫.૬૬ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલના ભાવ ૮ ટકા ઉછળતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ : એચપીસીએલ, રિલાયન્સ ઘટયા

ટ્રમ્પ દ્વારા ઈરાન પર બેથી ત્રણ અઠવાડિયામાં મોટા હુમલા કરીને યુદ્વનો અંત લાવવાનું નિવેદન કરવામાં આવતાં વિશ્વ બજારમાં ક્રુડના ભાવ ફરી ૮ ટકા જેટલા ઉછળી આવતાં ફંડોએ આજે સાવચેતીમાં ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી કરી હતી. એચપીસીએલ રૂ.૯.૮૫ ઘટીને રૂ.૩૨૬.૧૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૨ ઘટીને રૂ.૧૪૬.૧૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮ ઘટીને રૂ.૧૩૫૦.૮૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૨૫ ઘટીને રૂ.૨૫૪.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૯૫.૯૩ પોઈન્ટ ઘટીને ૨૫૬૫૨.૭૬ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું ઘટાડે વેલ્યુબાઈંગ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૬૪૯ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ આજે ઘટાડે પસંદગીના શેરોમાં ફંડો, ખેલંદાઓનું વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૮૭ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૪૯ અને ઘટનારની સંખ્યા ૧૫૮૯ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૯૯૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૭૨૦૮ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૯૯૩૧.૧૩  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૦,૬૨૬.૫૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦,૫૫૭.૬૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૭૨૦૮.૪૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૧૮,૪૨૧.૨૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૨૧૨.૮૬કરોડની વેચવાલી કરી હતી.

Next Post
સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.

સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In