• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળીને 80015 | Sensex jumps 900 points to 80015
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

Load More

ઈરાનના ડે.વિદેશ મંત્રીના નિવેદનના નામે એક ટીવી ચેનલે શોર્ટ સેલરોની ગેમ કરી ?

મુંબઈ : ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાનું યુદ્વ વિનાશક બનતું જઈ  રહ્યું છે અને આ યુદ્વની આગની લપેટમાં મિડલ ઈસ્ટના અનેક દેશો આવી ગયા છે, ત્યારે પરિસ્થિતિનો લાભ લઈને શેર બજારોમાં ખેલાડીઓને ગેરમાર્ગે દોરીને લાભ લૂંટવાનો ખેલ ખેલાવા માંડયો છે. આજે-ગુરૂવારે ભારતીય શેર બજારોમાં ટ્રેડિંગની શરૂઆત વૈશ્વિક બજારો ખાસ અમેરિકાના બજારો પાછળ મજબૂતીએ થયા બાદ એક્સપાયરીના દિવસે બજારમાં ઈન્ડેક્સ બેઝડ ઓવરસોલ્ડ પોઝિશનને કવર કરાવવા અમુક વર્ગ કળા કરી ગયો હોવાની ચર્ચા હતી. અમેરિકાએ ગઈકાલે સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસથી વહન થતાં ક્રુડ ઓઈલ જહાજોને રક્ષણ આપવાની ખાતરી કર્યા બાદ અમેરિકી બજારોમાં રિકવરી પાછળ આજે એશીયાના બજારોમાં ખુલતાંમાં ધોવાણ અટકતું જોવાયું હતું. પરંતુ ફરી ઉછાળે વેચવાલીનું દબાણ આવતા અમુક વર્ગે ઈરાનના નામે શોર્ટ સેલરોનો ખેલ પાડયાની ચર્ચા હતી.

બપોરે ૨:૩૦ વાગ્યાના શોર્ટ સેલરોને ભયભીત કરાવી વેચાણ કપાવાયા અને ત્રણ વાગ્યા બાદ સ્પષ્ટતા બતાવી

ઈરાન યુદ્વ વચ્ચે આજે એક આર્થિક ન્યુઝ ચેનલ પર એવા અહેવાલ વહેતા કરાયા કે, ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રીએ અમેરિકા સાથે ઈરાન ન્યુક્લિયર પ્રોગ્રામ મામલે શરતી સમાધાન કરવા તૈયાર છે…આ અહેવાલે બજારમાં ઈન્ડેક્સ બેઝડ મોટી શોર્ટ પોઝિશન કપાવા લાગી રિલાયન્સ, લાર્સન સહિતના હેવીવેઈટ શેરોના સથવારે મોટું કવરિંગ થયા બાદ છેલ્લા અડધા કલાકમાં આ રિપોર્ટ અમેરિકા સાથે અગાઉ થયેલી વાટાઘાટ સમયના અહેવાલ હોવાની સ્પષ્ટતા કરીને શોર્ટ સેલરોને ડબ્બામાં લેવાયાની ચર્ચા હતી. બપોરે ૨:૩૦ વાગ્યા આસપાસ ઈરાનના સમાધાનના નિવેદન ફ્લેશ કરતાં રહીને  શોર્ટ સેલરનો ભયભીત કરાવી વેચાણ કપાવાયા અને બપોરે ત્રણ વાગ્યા બાદ આ નિવેદન જૂનું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. ઈન્ડેક્સ બેઝડ આજે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ શેરોમાં કવરિંગ થયું હતું. સેન્સેક્સ એક તબક્કે ૧૧૮૭.૬૪ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૮૦૩૦૩.૮૩ સુધી પહોંચ્યા બાદ અંતે ૮૯૯.૭૧ પોઈન્ટ વધીને ૮૦૦૧૫.૯૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૪૮૫૪.૨૦ સુધી જઈ અંતે ૨૮૫.૪૦ પોઈન્ટ વધીને ૨૪૭૬૫.૯૦ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ વધતાં અટકતાં ઓટો શેરોમાં મંદીને બ્રેક : એમઆરએફ, ભારત ફોર્જ, અપોલો ટાયર વધ્યા

ઓટોમોબાઈલ ઉદ્યોગને ક્રુડ ઓઈલ સપ્લાય અટકવાથી ફટકો પડવાના અંદાજોએ પાછલા દિવસોમાં ઓટો શેરોમાં મોટું વેચાણ થયા બાદ હવે ભારત પાસે પર્યાપ્ત પુરવઠો હોવાના અહેવાલે ભાવ વધતાં અટકતાં અને ફેબુ્રઆરી મહિનાના વાહનોના વેચાણના અપેક્ષાથી સારા આંકડાએ  આજે ઓટો શેરોમાં મંદી અટકીને શોર્ટ કવરિંગ થયું હતું. હ્યુન્ડાઈ મોટર રૂ.૫૭.૮૦ વધીને રૂ.૨૧૩૫.૧૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૩.૪૦ વધીને રૂ.૩૩૪૭.૩૫, ટીવીએસ મોટર રૂ.૭૩.૨૫ વધીને રૂ.૩૮૨૦.૦૫, મારૂતી સુઝુકી રૂ.૨૬૩.૯૦ વધીને રૂ.૧૪,૪૧૬.૩૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૫૭.૬૨ પોઈન્ટ ઉછળીને ૬૦૪૯૮.૩૨ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ફરી ફંડો-મહારથીઓની તેજી : નાલ્કો રૂ.૨૨, હિન્દાલ્કો રૂ.૩૩, જેએસડબલ્યુ રૂ.૩૭ ઉછળ્યા

મેટલ-માઈનીંગ ક્ષેત્રે ફરી વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવો ઉછળ્યા સાથે મિડલ-ઈસ્ટમાં યુદ્વને લઈ થઈ રહેલા ઈન્ફ્રાસ્ટ્રકચર ભંગાણને લઈ આગામી વર્ષોમાં ફરી પ્રોજેક્ટોના ડેવલપમેન્ટની તકોને લઈ મેટલની માંગ વધવાના અંદાજોએ ફંડો અને મહારથીઓએ ઘટાડે શેરોમાં કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કર્યું હતું. હિન્દાલ્કો રૂ.૩૨.૭૦ વધીને રૂ.૯૫૪.૮૦, ટાટા સ્ટીલ રૂ.૩.૯૫ વધીને રૂ.૨૦૦.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૯૦૧.૬૦ પોઈન્ટ ઉછળીને ૩૯૭૬૨.૪૫ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં મંદીને બ્રેક : એયુ બેંક રૂ.૨૭ ઉછળ્યો :  કર્ણાટક બેંક, બંધન બેંક, કેનેરા બેંક, ફેડરલ બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે મંદીને બ્રેક લાગી શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૨૬.૭૫ વધીને રૂ.૯૭૨.૮૦, કર્ણાટક બેંક રૂ.૧૩.૫૫ વધીને રૂ.૨૧૩.૬૫, બંધન બેંક રૂ.૮.૦૫ વધીને રૂ.૧૮૫.૨૫, કેનેરા બેંક રૂ.૧.૭૦ વધીને રૂ.૧૪૮.૫૫, ફેડરલ બેંક રૂ.૩.૨૦ વધીને રૂ.૨૮૯.૪૦, એચડીએફસી બેંક રૂ.૯.૬૫ વધીને રૂ.૮૭૮.૦૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪.૩૫ વધીને રૂ.૪૦૭.૫૫ રહ્યા હતા.  બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૧૩.૫૯ પોઈન્ટ વધીને ૬૬૪૧૦.૮૦ બંધ રહ્યો હતો. 

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફરી વેલ્યુબાઈંગ : વન શોર્સ, સાંઈ લાઈફ, ટારસન્સ, નાટકો, ગુજરાત થેમીસ વધ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ થયું હતું. વન શોર્સ રૂ.૮૬.૨૦ વધીને રૂ.૧૪૨૨.૧૫,એડવાન્સ એન્ઝાઈમ રૂ.૧૦.૧૦ વધીને રૂ.૨૯૪.૩૫, ગ્લેનમાર્ક રૂ.૭૦.૧૦ વધીને રૂ.૨૧૧૦.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૭૨.૩૯ પોઈન્ટ વધીને ૪૩૬૭૪.૦૫ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં ઘટાડે સપોર્ટ : બ્લુ સ્ટાર રૂ.૧૦૫ ઉછળી રૂ.૧૯૪૮ : પીજી ઈલેક્ટ્રો, વોલ્ટાસ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે ઘટાડે વેચવાલી અટકીને કવરિંગ સાથે વેલ્યુબાઈંગ થયું હતું. બ્લુ સ્ટાર રૂ.૧૦૫.૩૦ વધીને રૂ.૧૯૪૮.૩૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૨૧.૮૫ વધીને રૂ.૬૧૪.૪૫, વોલ્ટાસ રૂ.૪૫.૫૦ વધીને રૂ.૧૪૮૪.૧૦ રહ્યા હતા.

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ફંડો હળવા થયા : નેટવેબ, ઈન્ફોબિન, ઈમુદ્રા, રામકો, એફલે ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડો ફરી હળવા થતાં નરમાઈ જોવાઈ હતી. કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૧૮.૬૫ ઘટીને રૂ.૭૧૭.૫૦, ન્યુજેન રૂ.૯.૯૫ ઘટીને રૂ.૪૬૭.૭૫, સોનાટા સોફ્ટવેર રૂ.૫.૦૫ ઘટીને રૂ.૨૫૦.૫૦, ક્વિક હિલ રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૫૫.૧૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૪૭.૪૯ પોઈન્ટ ઘટીને ૨૯૨૪૫.૯૫ બંધ રહ્યો હતો.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૭૨ લાખ કરોડ વધીને રૂ.૪૫૨.૯૦ લાખ કરોડ

ઈરાન  યુદ્વમાં બજારમાં ઓવરસોલ્ડ પોઝિશન કવર થવા સાથે રિકવરીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૫.૭૨  લાખ કરોડ વધીને રૂ.૪૫૨.૯૦ લાખ કરોડ રહી હતી.

Next Post
ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…
GUJARAT

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના CSR સહયોગથી ENT વિભાગને મળશે વિશ્વસ્તરીય સારવારની નવી ભેટ અમદાવાદ, 18 જૂન 2026 અમદાવાદ સિવિલ હોસ્પિટલના...

Read more

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In