![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના-ચાંદીના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ભાવમાં બેતરફી વધઘટ બતાવતા હતા. દરમિયાન, કરન્સીમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ વધતા અટકી ધીમો ઘટાડો બતાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ ૪૭૧૦થી ૪૭૧૧ વાળા ઉંચામાં ૪૭૨૬ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૪૭૦૯થી ૪૭૧૦ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૯૪.૨૬ વાળા ઘટી રૂ.૯૪.૧૮થી ૯૪.૧૯ આસપાસ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૯૮.૭૮ વાળો ઉંચામાં ૯૮.૯૨ તથા નીચામાં ૯૮.૪૯ થઈ ૯૮.૫૧ રહ્યો હતો.
ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૫૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૬૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૪૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૫.૭૩ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના વધી રૂ.૧૫૦૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૧૫૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૨૪૪૬૦૦ રહ્યા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૧૯૯૮થી ૧૯૯૯ વાળા છેલ્લે ૨૦૧૭થી ૨૦૧૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૪૮૫થી ૧૪૮૬ વાળા છેલ્લે ૧૪૯૫થી ૧૪૯૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૦.૮૮ ટકા માઈનસમાં હતા. ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૧૦૪.૬૬ વાળા ૧૦૫.૩૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૪.૫૬ વાળા છેલ્લે ભાવ ૯૪.૪૦ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે થનારી શાંતિ મંત્રણા પર નજર હતી.
દરમિયાન, સાઉથ કોરિયાએ મે મહિના માટે ક્રૂડની ઈમ્પોર્ટ માટે ૭૪૦ લાખ બેરલ્સના સોદા કર્યાના સમાચાર હતા. દરમિયાન, ઈરાને રશિયાને સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પસાર કરવા માટે ગોલ્ડન પાસ આપ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી! ભારતમાં તાજ-ેતરમાં ગોલ્ડ સપ્લાય ટાઈટ રહેતાં સોનાના ભાવમાં પ્રીમિયમ વધી અઢી મહિનાની ટોચે પહોંચ્યા હતા.
આમા પ્રીમિયમો ઔંસના ૧૪થી ૧૫ ડોલર બોલાઈ રહ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વમાં વિદાય લેનારા ચેરમેન પોવેલ સામે શરૂ થયેલી તપાસ સરકારે સંટી લીધી છે તથા નવા ચેરમેનના આગમન પચી ત્યાં વ્યાજના દરમાં ઘટાડો કરાશે એવી ગણતરી જાણકારો બતાવતા થતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ રહ્યો હતો.















