![]()
અમદાવાદ,મંગળવાર,10 માર્ચ,2026
પૂર્વ અમદાવાદમાં વિવાદીત હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી
ચાલે છે. આ દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા એક મહિલા અને એક વૃધ્ધને ઈજા પહોંચી
હતી.મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.જો કે તંત્રના કહેવા મુજબ, સ્થાનિક ફેરીયા
જબરદસ્તીથી બેરીકેડીંગ કરેલા વિસ્તારમાં સેન્ડબેગ ઉપર ચઢી જતા તે અનબેલેન્સ્ડ થઈને
પડી ગયા હતા.
હાટકેશ્વરબ્રિજના મુખ્ય સ્પાનના ડિમોલીશનની કામગીરી શરુ
કરવામા આવી છે.કામગીરીના ભાગરૃપે કોન્ટ્રાકટર દ્વારા રાત્રિના સમયે કામગીરી કરવામા
આવી હતી.સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્થાનિકોને જાણ કરવામા આવી
હતી.કોન્ટ્રાકટર દ્વારા બ્રિજ નીચેના વિસ્તારમાં સુરક્ષા માટે સેન્ડબેગ સ્ટેકિંગ
તથા બેરીકેડીંગ મુકાયા હતા.છતાં કેટલાક ફેરીયા પ્રતિબંધિત વિસ્તારમા પ્રવેશતા આ
પ્રકારની ઘટના બની હોવાનુ એડીશનલ સીટી ઈજનેર જિજ્ઞેશ શાહે કહયુ હતુ.















