![]()
અમદાવાદ, સોમવાર, 16 ફેબ્રુ,2026
અમદાવાદ મ્યુનિ.ની હેલ્થ કમિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો
છે. શહેરમાં કોર્પોરેશન સંચાલિત ૯૨ અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી હડકવા વિરોધી રસીનો
પહેલો ડોઝ મળશે. કૂતરું કરડવાના કિસ્સામાં ૨૪ કલાકમાં રસીનો પહેલો ડોઝ લેવો જરુરી
હોય છે.
શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર હડકવા વિરોધી રસીનો
જથ્થો ઉપલબ્ધ કરવામા આવ્યો છે.કૂતરુ કરડવાના કિસ્સામા નાગરિકને તેના પોતાના જ
વોર્ડમાં હડકવા વિરોધી રસીનો પહેલો ડોઝ મળી રહે એ માટે સોમવારથી જ હેલ્થ વિભાગ
દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસીની વ્યવસ્થા કરવામાં આવી છે.નાગરિકોને
પ્રાથમિક સારવાર સ્થાનિક સ્તરે મળી શકશે.
પાંચ વર્ષમાં કૂતરાં સંબંધિત ૪૧ હજારથી વધુ ફરિયાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનની કોમ્પ્રિહેન્સીવ રીડ્રેસલ સિસ્ટમ
એટલે કે સી.સી.આર.એસ. અંતર્ગત પાંચ વર્ષમાં કૂતરાં સંબંધિત ૪૧ હજારથી પણ વધુ
ફરિયાદ મળી છે. સી.એન.સી.ડી. વિભાગના અધિકારી નરેશ રાજપૂતે કહ્યું, રખડતા કૂતરાં
પકડવાથી લઈ કૂતરુ કરડયુ હોવા અંગે કે પછી
કૂતરાંએ નખ માર્યા જેવી ફરિયાદો પણ સી.સી.આર.એસ.હેઠળ મળી છે.
વર્ષ ફરિયાદ
૨૦૨૧-૨૨ ૪૦૯૪
૨૦૨૨-૨૩ ૮૫૦૯
૨૦૨૩-૨૪ ૧૧૯૫૦
૨૦૨૪-૨૫ ૬૭૩૯
૨૦૨૫-૨૬ ૧૦૨૬૫















