• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

15 મહાનગર પાલિકા ,78 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો | Sa…

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
15 મહાનગર પાલિકા ,78 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો | Sa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Load More

અમદાવાદ,28 એપ્રિલ,2026,મંગળવાર 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજય (લોકલ બોડી)ના ચૂંટણી પરિણામો જાહેર થયા જેમાં ભાજપને બંપર સફળતા હાથ લાગી છે. શહેરી કરણમાં રાજકીય, આર્થિક અને સામાજિક રીતે ધોરીનસ ગણાતી અમદાવાદ સહિતની ૧૫ મહાનગરપાલિકાઓમાંથી ૧૫, ૮૪ નગરપાલિકાઓમાંથી ૭૮, ૩૪ જિલ્લા પંચાયતોમાંથી ૩૩ અને  ૨૬૦ તાલુકા પંચાયતમાંથી ૨૫૦ જેટલી તાલુકા પંચાયત પર  જીત મેળવી છે. મધ્ય ગુજરાત,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભાજપે સપાટો બોલાવ્યો જયારે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે કેટલીક બેઠકો પર સારી એવી ટક્કર આપી હતી. કોંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત કે મહા નગરપાલિકા જીતી શકી નથી. રાવલ,સિક્કા, માળિયા હાટિના, આમોદ અને વડાલીને બાદ કરતા નગરપાલિકાઓમાં પણ હાર થઇ છે. 

મોરબી, ગોંડલ, પાટડી, માંડવી, સુત્રાપાડા,  પોરબંદર, ઉના અને 

ભાભર અને વિસનગર પાલિકામાં ભાજપને ૧૦૦ ટકા બેઠકો મળી 

૧૫ મહા નગરપાલિકા અને ૮૪ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય સફળતા મળી છે પરંતુ મોરબી અને પોરબંદરની નગરપાલિકામાં ભાજપને ૫૨ માંથી ૫૨ (બાવન) બેઠકો મળી હતી. સમ ખાવા પુરતી એક પણ બેઠક નહી મળવાથી લોકલ બોડીમાંથી વિપક્ષોને છેદ ઉડી ગયો છે. સુત્રાપાડા નગરપાલિકાની ૨૪ માંથી ૨૪ જયારે કચ્છના માંડવી નગરપાલિકાની તમામ ૩૬ બેઠકો ભાજપે જીતી લીધી છે. જુનાગઢની ઉના નગરપાલિકાની તમામ ૩૬ બેઠકો ભાજપે જીતી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની નગરપાલિકાની ૨૪ માંથી ૨૪ બેઠકો ભાજપને મળી છે. બહુચર્ચિત રાજકોટ જિલ્લાના ગોંડલની નગરપાલિકાની તમામ ૪૪ બેઠકો ભાજપે જીતી લીધી છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં કુલ ૬ વોર્ડની ૨૪ બેઠકોના ચૂંટણી પરિણામોમાં તમામ બેઠકો ભાજપના પક્ષે ગયા હતા. મહેસાણા જિલ્લાના વિસનગર નગર પાલિકાની ૩૬ માંથી ૩૬ બેઠકો ભાાજપે અંકે કરી હતી. આમ અનેક નગરપાલિકાઓમાં  કોંગ્રેસ શુન્ય પર આઉટ થતા નાના શહેરોમાં સંગઠન અને ચૂંટણીની તૈયારીઓને લઇને તર્ક વિર્ક શરુ થયા છે.  

15 મહાનગર પાલિકા ,78  નગરપાલિકા, 33  જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો 2 - image

રાવલ સિક્કા, વડાલી, માળિયા હાટિના અને આમોદ નગરપાલિકાએ કોંગ્રેસની લાજ રાખી 

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી કોંગ્રેસ માટે ખૂબજ નિરાશાજનક પરિણામો આપનારી રહી છે. કોંગ્રેસે તાલુકા અને જિલ્લામાં ઘણી જગ્યાએ ટક્કર આપી છે પરંતુ જીતથી વંચિત રહી હતી. ખાસ કરીને નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો મુજબ કોંગ્રેસ સારો દેખાવ કરી શકી નથી. ૧૫ મહાનગરપાલિકામાંથી એક પણ વિજય નહી. જયારે ૮૪ નગરપાલિકાની ચૂંટણીમાં રાવલ સિક્કા, વડાલી, માળિયા હાટિના અને આમોદ નગરપાલિકામાં વિજય પતાકા ફરકતા કોંગ્રેસની લાજ રહી હતી. ભરુચ જિલ્લાની આમોદ નગરપાલિકાની ૨૪ બેઠકોમાં કોંગ્રેસને ૧૫ જયારે ભાજપને ૯ બેઠકો મળી હતી. જામનગરની રાવલ નગરપાલિકાની ૨૪ માંથી કોંગ્રેસે ૨૧ સિક્કાની ૨૮ માંથી ૧૬ જયારે મોરબીના માળિયા હાટિના અને અરાવલીના વડાલીમાં ૨૪ માંથી ૨૦ જેટલી બેઠકો મેળવીને વિજય પતાકા લહેરાવી હતી. 

સુરત, નડીયાદ અને સુરેન્દ્રનગરની મહા નગરપાલિકામાં કોંગ્રેસને માત્ર એક બેઠક 

સુરત મહાનગરપાલિકાની ૧૨૦ બેઠકોની મત ગણતરી શરુ થવાની સાથે કોંગ્રેસ સારો દેખાવ કરશે તેવું માનવામાં આવતું હતું પરંતુ જેમ જેમ ઇવીએમની ગણતરી આગળ વધી તેમ પરિણામો ભાજપ તરફી આવ્યા હતા. આમ આદમી પાર્ટી ગત ટર્મ ૨૭ બેઠકો મેળવી હતી જે ૪ બેઠકોથી જ અટકી ગઇ હતી જયારે ગત ટર્મ ખાતું પણ નહી ખોલાવી શકેલી કોંગ્રેસને એક માત્ર બેઠક મળી હતી. એવી જ રીતે મધ્ય ગુજરાતના મહત્વના નડીયાદ નગરપાલિકાની ૫૨ બેઠકોમાંથી ૫૧ બેઠકો ભાજપે જીતી લેતા કોંગ્રેસના ભાગે ૧ જ બેઠક આવી હતી. નવી રચાયેલી સુરેન્દ્રનગર  મહા નગરપાલિકાની ૫૨ બેઠકોમાંથી કોંગ્રેસને સમખાવા પુરતી એક બેઠક જ મળી હતી. 

ભાજપે ૧૫ માંથી ૧૫ મહા નગરપાલિકામાં સત્તા જાળવી રાખી 

15 મહાનગર પાલિકા ,78  નગરપાલિકા, 33  જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો 3 - image

લોકલ બોડી ઇલેકશનમાં ૧૫ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઇ જેમાં ગાંધીધામ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, ભાવનગર, આણંદ, નડીયાદ,વડોદરા, નવસારી, વાપી,સુરત અને મોરબીનો સમાવેશ થતો હતો. મહા નગરપાલિકાઓ પર ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. અમદાવાદની ૧૯૨ માંથી ૧૬૦ બેઠકો પર ભાજપને બંપર જીત મળી રહી છે. કોંગ્રેસ ગાંધીધામ, અમદાવાદ અને વાપીને બાદ કરતા એક પણ મહા નગરપાલિકામાં બે આંકડામાં બેઠક મેળવી શકી નહી.  મહાનગરપાલિકાની ૧૦૪૪ બેઠકોમાંથી ભાજપને ૯૪૦ જયારે કોંગ્રેસને માત્ર ૯૬ બેઠકો મળી છે. આમઆદમી પાર્ટીને માત્ર ૪ બેઠકો મળતા રકાશ થયો હતો.

જુનાગઢ જિલ્લા પંચાયતમાં કોૅંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નહી. આપ બન્યું વિપક્ષ 

જુનાગઢ જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જણાતા કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. જુનાગઢ જિલ્લાની ૩૦ બેઠકોમાંથી ભાજપે ૨૩ બેઠકો જીતી હતી જયારે આમ આદમી પાર્ટીએ ૭ બેઠકો મળી હતી કોંગ્રેસને એક પણ બેઠક નહી મળતા મુખ્ય વિપક્ષ આમ આદમી પાર્ટી બની છે. આ સાથે જે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના રાજકારણનો અંત આવ્યો છે. 

નર્મદા જિલ્લા પંચાયતમાં ઝાડુ ફરી વળ્યું, ભાજપ પાસેથી સત્તા છીનવી 

ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં સારુ પ્રદર્શન કર્યુ છે પરંતુ નર્મદા જિલ્લામાં મોટી નિરાશા મળી છે.  જિલ્લા પંચાયતની ૨૨ બેઠકોમાંથી આમઆદમી પાર્ટીને ૧૫ બેઠકો મેળવીને સત્તા મેળવી છે. જયારે ભાજપને માત્ર ૭ બેઠકો જ મળી છે. આ સાથે જ નર્મદા જિલ્લા પંચાયત ભાજપ પાસેથી છીનવાઇ ગઇ છે. નર્મદા જિલ્લા  પંચાયતના પરિણામ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આમ આદમીએ બોટાદ જિલ્લાની બગસરા તાલુકા પંચાયતમાં પણ વિજય મેળવ્યો છે. આમ એક જિલ્લા પંચાયત અને એક તાલુકા પંચાયત આઆપ ને મળી છે. 

15 મહાનગર પાલિકા ,78  નગરપાલિકા, 33  જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો 4 - image

કડી નગરપાલિકાની ૨૮  બિન હરીફ પછીની તમામ ૮ બેઠકો કોંગ્રેસને ફાળે 

ચૂંટણી પહેલા ઉંઝા,બાયડ અને ગણદેવી સહિતની કેટલીક નગરપાલિકાઓમાં ભાજપે બિન હરિફ જીત મેળવી હતી જેમાં મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાનો પણ સમાવેશ થતો હતો. કડી નગરપાલિકાની ૩૬ બેઠકોમાંથી ૨૮ બેઠકોમાં કોંગ્રેસ સહિત વિપક્ષોના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા ભાજપના ઉમેદવારોનોે એક તરફી બિન હરિફ વિજય થયો હતો. ત્યાર બાદ ૩૬ માંથી માત્ર ૮ બેઠકોની જ ચૂંટણી યોજાઇ હતી. નવાઇની વાત તો એ છે કે ચૂંટણી થયેલી તમામ ૮ બેઠકો કોંગ્રેસે જીતી લીધી હતી. 

કયાંક ટાઇ પડતા ચીઠ્ી ઉછાળવામાં આવી તો કયાંક રિ કાઉન્ટિંગ કરવું પડયું 

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં એક અત્યંત રસાકસીભર્યો કિસ્સો જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘસારી બેઠક પર જોવા મળ્યો હતો જેમાં બંને કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારને એક સરખા મતો મળતા ટાઇ સર્જાઇ હતી. વિજેતા નકકી કરવા માટે ચિઠ્ી ઉછાળવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નસીબ ચમકયું હતું. એવી જ રીતે ગાંધીનગર જિલ્લાની વલાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા ભાજપે રિ કાઉન્ટિંગની માંગણી કરી હતી. બેઠક પરના મતોની ફરી ગણતરી થવા છતાં ચૂંટણી પરિણામ બદલાયું ન હતું. કોંગ્રેસે ૧૨૫ મતોથી વિજય મેળવ્યો હતો.

15 મહાનગર પાલિકા ,78  નગરપાલિકા, 33  જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો 5 - image

ઉત્તર ગુજરાતમાં તાલુકા પંચાયતની કેટલીક બેઠકો પર  કોંગ્રેસે  ટક્કર આપી 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાની તાલુકા પંચાયતની કેટલીક  બેઠકો પર કોંગ્રેસે  સારી લડત આપી હતી. સિધ્ધપુરની તાલુકા પંચાયતની ૨૨ માંથી ૧૪ કોંગ્રેસ, શામળાજીમાં ૧૬ માંથી ૯ કોંગ્રેસ, પાટણમાં ૨૦ માંથી ૧૩ કોંગ્રેસ, ભીલોડા તાલુકા પંચાયતમાં ૨૦ માંથી ૧૩ કોંગ્રેસ, મોડાસામાં ૨૦ માંથી ૧૦ કોગ્રેસ, હળાદમાં ૧૬ માંથી ૧૨ કોંગ્રેસ, પાલનપુર તાલુકામાં ૩૪ માંથી ૨૨માં કોંગ્રેસ, દિયોદરમાં ૨૨ માંથી ૧૨ મેળવીને દબદબો રાખ્યો હતો. તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું આટલું સારુ પ્રદર્શન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતમાં પણ જોવા મળ્યું નથી.

Next Post
ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાની અફવા ! પેટ્રોલ પંપો પર ભીડ ઉમટતાં સરકારે કરી સ્પષ્ટતા | Petrol …

ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાની અફવા ! પેટ્રોલ પંપો પર ભીડ ઉમટતાં સરકારે કરી સ્પષ્ટતા | Petrol ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

નગરપાલિકા સંચાલિત જાહેર શૌચાલયોમાં મળમૂત્ર ઉભરાતાં વેપારીઓ અને નાગરિકો પરેશાન; લેખિત રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ મેન બજાર અને...

Read more

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In