• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

Load More

Ahmedabad News: શહેરના કાલુપુર સ્થિત ગાંધી રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં રાખવામાં આવેલા RBIના સત્તાવાર કરન્સી ચેસ્ટમાંથી અંદાજે 8.77 કરોડ રૂપિયા ગાયબ થવાના સનસનીખેજ મામલામાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB Zone 3)ની ટીમે સોલા એનએફસી રોડ વિસ્તારમાંથી બેંકના જ જોઈન્ટ કસ્ટોડિયન હરસિદ્ધ કડિયાણાની ધરપકડ કરી છે. તેની પાસેથી પાર્ક કરેલી કારમાંથી 2.2 કરોડ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.

15 વર્ષથી તે બેંક ઓફ બરોડાનો કર્મચારી

પકડાયેલો મુખ્ય આરોપી હરસિદ્ધ અર્જુનભાઈ કડિયાણા (ઉંમર 42 વર્ષ, રહે. ચાંદખેડા) બેંકમાં જોઈન્ટ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતો હતો. આરોપીની કબૂલાત બાદ સોલા વિસ્તારના એક એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી અર્ટિગા કારમાંથી કરોડોની રોકડ મળી આવી. કેશ બોક્સમાંથી 500 રૂપિયાના દરની નોટોના બંડલ કાઢીને તેની જગ્યાએ કાગળના થોથા ગોઠવી દેવાતા હતા. જેથી કોઈને શંકા ન જાય. કૌભાંડ છૂપાવવા માટે આરોપીએ RBIના સત્તાવાર ‘eKuber’ પોર્ટલ પર નકલી ચેસ્ટ બેલેન્સ સર્ટિફિકેટ અને સ્લિપ અપલોડ કરી રકમોની હેરાફેરી કરી હતી.

જાન્યુઆરીથી મે મહિના વચ્ચે ખેલાયો ખેલ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી હરસિદ્ધે 6 જાન્યુઆરીથી 13 મે વચ્ચેના ગાળામાં આ આખી ચોરીને અંજામ આપ્યો હતો. તે બેંકના હિસાબોના ચોપડામાં ખોટી એન્ટ્રીઓ કરતો અને ‘eKuber’ પોર્ટલ પર પણ ખોટો ડેટા સબમિટ કરીને ઓડિટ ટીમને છેતરતો હતો. બેંકના સત્તાવાળાઓને હિસાબમાં મોટી વિસંગતતા દેખાતા આખરે 15 મેના રોજ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 હેઠળ સત્તાવાર ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો : અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

પાર્ક કરેલી લક્ઝરી કારમાંથી મળી નોટોની થોકડીઓ

લોકલ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે છૂપાવેલા નાણાંની વિગતો આપી હતી. કાલુપુર પોલીસે સોલા નજીક એવરેસ્ટ એન્ક્લેવના બેઝમેન્ટ પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. ત્યાં પાર્ક કરેલી અર્ટિગા કારની અંદરથી 2.2 કરોડ રૂપિયાની રોકડ કબ્જે કરવામાં આવી હતી. પોલીસે 2.2 કરોડ રૂપિયા રોકડા, 6 લાખની કાર અને 3 મોબાઈલ ફોન મળીને કુલ 2.26 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મજૂરો સાથે મળીને ટ્રોલીમાં બોક્સ બહાર કાઢ્યા

આરોપી હરસિદ્ધે આ આખી ચોરી એકલા હાથે નથી કરી. આ ગુનામાં બેંકમાં લોડિંગ-અનલોડિંગનું કામ કરતા અન્ય બે સાગરીતો ઝુલ્ફીકાર અંસારી અને સુલતાન અંસારી પણ સામેલ હતા. તેઓ કેશ બોક્સમાં કાગળ ગોઠવીને રૂપિયા ભરેલા બોક્સ ટ્રોલીમાં મૂકીને બેંક પરિસરની બહાર કાઢી લેતા અને ત્યાંથી સીધા આરોપીના ઘરે પહોંચાડતા હતા. ચોરીના કરોડો રૂપિયા ત્રણેય વચ્ચે વહેંચાયા હતા. જેમાં હરસિદ્ધે પોતાની પાસે 7 થી 8 કરોડ રૂપિયા રાખ્યા હતા અને બાકીના સાગરીતોને 1 કરોડ રૂપિયાનું બોક્સ આપ્યું હતું. હાલ પોલીસ બાકીના ફરાર આરોપીઓને પકડવા અને બાકીની રકમ રિકવર કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદના ચાંદખેડામાં 3.40 કરોડ રૂપિયાની કિંમતનો બંગલો અને દુકાન ખરીદી

આરોપીએ ચોરી કરેલી રકમમાંથી ચાંદખેડામાં 2 કરોડ રૂપિયાથી વધુ રકમનો આલિશાન બંગલો ખરીદ્યો હતો. આ ઉપરાંત તેણે 1.40 કરોડ રૂપિયાની દુકાન પણ ખરીદી હતી. આ ઉપરાંત તેણે એક છોટા હાથી નામનું વાહન પણ ખરીદ્યું હતું. આ ઉપરાંત કેટલીક રકમનું ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીએ તેની સાથે કામ કરતી વૈશાલી નામની મહિલાને પણ મકાન ખરીદવા માટે 28 લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. 

હરસિદ્ધ કડિયારની પત્ની પોલીસમાં હેડ કોન્સ્ટેબલ

આરોપીના પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. ફરિયાદ થયા બાદ આરોપી પરિવાર સાથે મનાલી ફરવા માટે જતો રહ્યો હતો. જો કે આરોપીને મનાલીમાં ફરિયાદ અંગે જાણ થઇ જતા તે ફરાર થઇ ગયો હતો. 

Next Post
અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો …

અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …

ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

કર્ણાટક કોંગ્રેસમાં CM બાદ હવે મંત્રીપદને લઈને ખટરાગ : સિદ્ધારમૈયાના નજીકના નેતાનો ‘હાઈ’કમાન્ડને ‘આદ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતનાં રાજકીય ઈતિહાસમાં પહેલીવાર થશે આવું! રાજ્યસભામાંથી ‘સાફ’ થઈ જશે કોંગ્રેસ; જાણો શું છે ગણિત …
GUJARAT

Ahmedabad News: દેશના 10 રાજ્યોમાં રાજ્યસભાની 24 બેઠકો માટે આગામી 18 જૂનના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે...

Read more

બ્રિટિશકાળની ભારતની સૌથી હાઈપ્રોફાઈલ ‘દિલ્હી જીમખાના ક્લબ’નો અંત! સરકારે આપ્યો ખાલી કરવાનો આદેશ | de…

ઈરાનની દાદાગીરી નહીં ચલાવીએ! PM મોદી-રૂબિયોની બેઠક બાદ અમેરિકાની ગર્જના; ઓઈલ મુદ્દે પણ મોટું નિવેદન …

કર્ણાટક કોંગ્રેસમાં CM બાદ હવે મંત્રીપદને લઈને ખટરાગ : સિદ્ધારમૈયાના નજીકના નેતાનો ‘હાઈ’કમાન્ડને ‘આદ…

સાસુ નિવૃત્ત જજ હોવાથી તપાસ દબાવવાનો પ્રયાસ? ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની સુઓમોટો અરજી | supr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In