![]()
Gujarat Local Body Election: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)એ ચૂંટણી મેદાનમાં પોતાની પકડ મજબૂત કરવાના હેતુથી ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે. “આપ”ની રાષ્ટ્રીય અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા લાંબી ચર્ચા-વિચારણા અને મંથન બાદ આ નામો પર મહોર મારવામાં આવી છે.
આ યાદીમાં વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતોની બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંગઠન સાથે પરામર્શ કર્યા બાદ જનતાની વચ્ચે રહીને કામ કરી શકે તેવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બીજી યાદી જાહેર થતા જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પક્ષના નેતૃત્વએ તમામ જાહેર થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવી, વિજયી ભવના આશીર્વાદ સાથે પ્રચાર કાર્યમાં જોતરાવા આદેશ આપ્યો છે.
મહાનગરપાલિકાઓની બેઠકો માટે નીચે મુજબ ઉમેદવારોની બીજી યાદી
વિવિધ નગરપાલિકાની બેઠકો માટે નીચે મુજબ ઉમેદવારોની બીજી યાદી
જિલ્લા પંચાયત બેઠકો માટે નીચે મુજબ ઉમેદવારોની બીજી યાદી















