• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ 9મી વખત રજૂ કરશે સામાન્ય બજેટ, જાણો રસપ્રદ ઈતિહાસ | Union Bu…

satyasamachar by satyasamachar
February 1, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણ 9મી વખત રજૂ કરશે સામાન્ય બજેટ, જાણો રસપ્રદ ઈતિહાસ | Union Bu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

અમદાવાદના થલતેજમાં યુવતીએ પ્રેમીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો, SG હાઈવેની જાણીતી હોટેલમાં વેઈટર હતી …

તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap…

તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ, બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત | Tap…

Load More

Union Budget 2026: 1 ફેબ્રુઆરી 2026ની સવારે 11 વાગ્યે જ્યારે નાણામંત્રી બજેટ ભાષણ શરૂ કરશે ત્યારે તે માત્ર બજેટ નહીં પણ કરોડો ભારતીયોની ‘આશાનું ઇન્વેન્ટરી’ હશે. ખેડૂત ક્રેડિટ કાર્ડની મર્યાદા હોય કે સસ્તી દવાઓના મલમ, સરકારનો ઇરાદો મધ્યમ વર્ગના ખિસ્સાને ‘ગરમ’ રાખવા સાથે દેશની તિજોરીને ‘નરમ’ ન પડવા દેવાનો છે. ખાસ કરીને આ બજેટમાં સરકારનું ધ્યાન દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર હશે.

સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું સતત નવમું બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવશે. આ વખતે દેશની નજર કસ્ટમ સુધારાઓ પર રહેશે. 2019માં તેમના પહેલા બજેટમાં, સીતારામણે દાયકાઓ જૂના ચામડાના સૂટકેશને લાલ કાપડમાં લપેટેલા પરંપરાગત ‘વહી-ખાતા’માં બદલી નાખ્યું હતું. છેલ્લા ચાર વર્ષની જેમ આ વર્ષનું બજેટ પણ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે.

‘ખાસ લાઇવ ટ્રેડિંગ સત્ર’નું આયોજન

રવિવાર 1 ફેબ્રુઆરી 2026ના રોજ સંસદમાં કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરશે. આમ જોવા જઈએ તો શેર બજારમાં શનિવાર અને રવિવારે રજા હોય છે, પણ આવતીકાલનો રવિવાર રોકાણકારો માટે સામાન્ય રજાથી અલગ છે. નાણાકીય વર્ષ 2026-27 માટે બજેટ ભાષણ થશે. તેમાં ઘણી મોટી જાહેરાતોની સંભવાના છે. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેજ અને બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જે એલાન કર્યું છે કે આ દરમિયાન શેર બજાર ખુલ્લુ રહેશે. સામાન્ય દિવસની જેમ જ કારોબાર થશે.

-પ્રી-ઓપન માર્કેટ: સવારે 9:00 થી 9:08 વાગ્યા સુધી

-ટ્રેડિંગનો સમય: સવારે 9:15 થી 3:30 સુધી

ભારતમાં મોટાભાગે રાજકોષીય ખાધવાળા બજેટ રજૂ થયા

વર્ષ 2025-26 માટે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રાજકોષીય ખાધ ધરાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો આવક કરતા જાવક વધી જાય ત્યારે ખાધ ઊભી થાય છે. નાણામંત્રી સીતારામને વર્ષ  2025-26 માટે કુલ 16.13 લાખ કરોડ રૂપિયાની રાજકોષીય ખાધનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.  આર્થિક જાણકારોના મતે ખાધવાળું બજેટ રજૂ કરવાનો મોટો ફાયદો એવો છે કે, તેનાથી આર્થિક વિકાસને વેગ મળે છે. સામાન્ય સંજોગોમાં સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ અને અન્ય વિકાસ યોજનાઓમાં મોટાપાયે રોકાણ કરવામાં આવે છે. આ સેક્ટરમાં કરવામાં આવેલું રોકાણ લાંબા સમયે અર્થતંત્રને મજબૂત બનાવે છે અને વેગ આપે છે. તે ઉપરાંત મોટાપાયે સરકારી ખર્ચ થવાથી આ સેક્ટર મજબૂત બને છે અને તેમાં રોજગાર વધે છે તથા સર્વિસની ડિમાન્ડ અને માર્કેટ ડિમાન્ડ વધે છે. જે ઈકોનોમીને વેગ પૂરો પાડે છે. 

સૌથી લાંબુ બજેટ ભાષણ 

બજેટ 2020 – નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબુ બજેટ ભાષણ રજૂ કરીને વર્ષ 2020માં તમામ રૅકોર્ડ તોડી નાખ્યા હતા. બજેટ 2020-21 માટે તેમનું ભાષણ 2 કલાક 42 મિનિટ સુધી ચાલ્યું હતું.

સૌથી ટૂંકું બજેટ ભાષણ

1977ના વર્ષમાં અત્યાર સુધીનું સૌથી ટૂંકું બજેટ ભાષણ તત્કાલિન નાણામંત્રી હિરુભાઈ મુલજીભાઈ પટેલે આપ્યું હતું. 1977ના તેમના વચગાળાના બજેટ ભાષણમાં માત્ર 800 શબ્દો હતા.

શબ્દોની દૃષ્ટિએ સૌથી લાંબુ બજેટ ભાષણ

વર્ષ 1991 શબ્દોની દૃષ્ટિએ સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રૅકોર્ડ મનમોહન સિંહ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેઓ 1991માં ભારતના નાણામંત્રી હતા. તે વર્ષે તેમનું બજેટ ભાષણ 18,650 શબ્દોનું હતું પી.વી. નરસિમ્હા રાવ સરકાર હેઠળ, મનમોહને ઉદારીકરણને પ્રોત્સાહન આપતાં વર્ષ 1991માં ભારતનું સૌથી મહત્ત્વપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું.

બજેટ શબ્દ આવ્યો ક્યાંથી? 

સૌથી પહેલા તો બજેટ શબ્દની ઉત્પતિ વિષે જાણીએ તો, ફ્રેન્ચ શબ્દ bougette પરથી બજેટ શબ્દ આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. એવું માનવામાં આવે છે કે સરકાર અને ઉદ્યોગપતિઓ તેમની કમાણી અને ખર્ચના દસ્તાવેજો ચામડાની થેલીમાં રાખે છે, તેથી નાણામંત્રી પણ તેમના દસ્તાવેજો ચામડાની થેલીમાં લઈને સંસદ પહોંચે છે. આ શબ્દ બ્રિટનમાં પ્રચલિત હતો અને ત્યારબાદ તે ભારતમાં પ્રચલિત થયો. 

બજેટ શબ્દની ઉત્પત્તિ?

શું છે બજેટ અને બંધારણમાં તેનો ઉલ્લેખ ક્યાં છે?

ભારતીય બંધારણમાં બજેટનો સીધો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ બંધારણની કલમ 112 વાર્ષિક નાણાકીય નિવેદનની ચર્ચા કરે છે. આ કલમ હેઠળ સરકારે દર વર્ષે તેમની આવક અને ખર્ચનો હિસાબ આપવો ફરજીયાત છે. આ ઉપરાંત બજેટ રજૂ કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે, પરંતુ તેઓ બજેટ રજૂ કરતા નથી. પરંતુ તેઓ કોઈ મંત્રીને તેમના બદલે બજેટ રજૂ કરવાનું કહી શકે છે. સામાન્ય રીતે બજેટ નાણામંત્રી રજૂ કરતા હોય છે પરંતુ 2019 માં એવું બન્યું હતું કે અરુણ જેટલી બીમાર હોવાથી પીયૂષ ગોયલે નાણામંત્રી ન હોવા છતાં બજેટ રજૂ કર્યું હતું.

ભારતમાં બજેટ કોણ તૈયાર કરે છે?

ભારતમાં બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. તેને બનાવવામાં નાણા મંત્રાલયની સાથે નીતિ આયોગ અને ખર્ચ સંબંધિત મંત્રાલયો સામેલ છે. નાણા મંત્રાલય આ વિવિધ મંત્રાલયોની વિનંતી પર ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરે છે. આ પછી, બજેટ બનાવવાનું કામ નાણા મંત્રાલય હેઠળના બજેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શું છે? જાણો તેના ત્રણ તબક્કા

પ્રથમ તબક્કો 

બજેટ સેક્શન બધા જ કેન્દ્રીય મંત્રાલય, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ, સ્વાયત્ત સંસ્થા વિભાગો, સશસ્ત્ર દળોને એક પરિપત્ર જાહેર કરે છે. જેમાં તેમને આગામી વર્ષ માટે અંદાજપત્ર તૈયાર કરવાની સૂચના આપવામાં આવે છે. 

બીજો તબક્કો

આર્થિક બાબતોનો વિભાગ અને મહેસુલી વિભાગ આ સમય દરમિયાન ખેડૂતો, વેપારીઓ, અર્થશાસ્ત્રીઓ, નાગરિક સમાજ સંગઠનોનો સંપર્ક કરીને તેમના બજેટ અંગેના વિચારો જાણે છે. આ પ્રક્રિયા બજેટ પહેલા થતી હોય છે, જેથી તેને પ્રી-બજેટ ચર્ચા તરીકે ઓળખવામાં આવે છે. આ ચર્ચા બાદ નાણામંત્રી ટેક્સ અંગે અંતિમ નિર્ણય લે છે. તેમજ બજેટને આખરી ઓપ આપતા પહેલા તે અંગે વડાપ્રધાન સાથે ચર્ચા કરીને તેમને માહિતગાર પણ કરવામાં આવે છે. 

ત્રીજો તબક્કો

છેલ્લા તબક્કામાં નાણા મંત્રાલય બજેટ નક્કી કરતી વખતે સામેલ તમામ વિભાગો પાસેથી આવક અને ખર્ચની રસીદો મેળવે છે.  એકત્રિત કરવામાં આવેલા ડેટા પરથી આગામી વર્ષ માટે અંદાજિત આવક અને ખર્ચનો પ્લાન તૈયાર કરવામાં આવે છે. આ સિવાય સરકાર બજેટને અંતિમ સ્વરૂપ આપવા માટે ફરી એકવાર રાજ્ય, બેંકર્સ, કૃષિ ક્ષેત્રના લોકો, અર્થશાસ્ત્રીઓ અને વેપારી સંગઠનો સાથે બેઠક કરશે. જેમા, આ હિતધારકોને કર મુક્તિ અને નાણાકીય સહાય આપવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવે છે. છેલ્લે નાણા મંત્રાલય સંશોધિત બજેટ અંદાજના આધારે બજેટ ભાષણ તૈયાર કરે છે. 

બજેટમાં વપરાતા કેટલા મહત્વના શબ્દો

ડાયરેક્ટ ટેક્સ

ડાયરેક્ટ ટેક્સ એ એવો ટેક્સ છે જેની સીધી ચૂકવણી સરકારને થાય છે. ઈનકમ ટેક્સ, વેલ્થ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ સહિતના ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે.

ઈનડાયરેક્ટ ટેક્સ

ઈનડાયરેક્ટ ટેક્સ એ ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર લાદવામાં આવેલો કર છે. જેમ કે જીએસટી. ઈનડાયરેક્ટ ટેક્સ પ્રજા કે વેપારી દ્વારા લેવામાં આવતી સેવાઓ, સામાન પર પરોક્ષ રીતે ટેક્સ લગાવવામાં આવે છે. જેમાં એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, સર્વિસ ચાર્જ, GAST સામેલ છે.

રાજકોષીય ખાધ

રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ), જે કેન્દ્ર સરકારની કમાણી અને ખર્ચ વચ્ચેનો તફાવત છે. આયાત અને નિકાસ મારફત થતી કમાણી વચ્ચેનો તફાવત છે. જે દેશની આર્થિક સ્થિતિ દર્શાવે છે.

નાણાકીય વર્ષ (ફાઈનાન્સિયલ યર)

નાણાકીય વર્ષ જે નાણાકીય બાબતોના હિસાબ માટેનુ આધાર વર્ષ છે. નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચે પૂર્ણ થાય છે. એકાઉન્ટિંગ, બજેટમાં આ વર્ષનો આધાર તરીકે ઉપયોગ થાય છે.

ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)

દેશના આર્થિક વિકાસની સ્થિતિ દર્શાવે છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જે એક વર્ષમાં દેશના તમામ ગુડ્સ અને સર્વિસિઝની કુલ વેલ્યૂ દર્શાવે છે. જેના પરથી દેશના અર્થતંત્રની પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય છે.

ફાઈનાન્સિયલ બિલ

ફાઇનાન્સ બિલ નવા ટેક્સ અને બજેટમાં પ્રસ્તાવિત ટેક્સ સ્લેબમાં ફેરફાર સાથે સંબંધિત છે. જે નાણાકીય બાબતોમાં સુધારા-વધારા કરતો પ્રસ્તાવ છે.

બજેટ અંદાજ

બજેટ અંદાજ એ વિવિધ મંત્રાલયો, વિભાગો અને યોજનાઓને ફાળવવામાં આવેલી રકમનો અંદાજ છે, જે જણાવે છે કે નાણાં ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં લેવાશે.

ટેક્સ પ્રણાલી

હાલ કરદાતાઓને નવી અને જૂની બંને ટેક્સ પ્રણાલીમાં પસંદગીનો વિકલ્પ મળે છે. 

Next Post
ખેડૂતોના રક્ષણ માટે સંસદમાં ટૂંક સમયમાં આવશે નવા કૃષિ કાયદા, કૃષિ મંત્રી શિવરાજસિંહની મોટી જાહેરાત |…

ખેડૂતોના રક્ષણ માટે સંસદમાં ટૂંક સમયમાં આવશે નવા કૃષિ કાયદા, કૃષિ મંત્રી શિવરાજસિંહની મોટી જાહેરાત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …
INDIA

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

Panchmahal News: કહેવાય છે કે માતૃત્વને કોઈ સીમાડા હોતા નથી અને મમતાને કોઈ જાતિ નથી હોતી. આ ઉક્તિને ગોધરાના કિન્નર...

Read more

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

10 જ મહિનાની અલીને પાંચ લોકોના જીવ બચાવ્યા, કેરળની સૌથી નાની વયની અંગદાતા બનીને ઈતિહાસ સર્જ્યો | Ker…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In